SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ પ્રવચનસારદ્વાર વડે ઉપલક્ષણથી સ્વરે પણ જાણવા. એમ આઠ પ્રકારનું જ્ઞાન એટલે શ્રુતજ્ઞાનને આચાર એટલે જ્ઞાનારાધનમાં તત્પર આત્માને વ્યવહાર જાણવો. (૨૬૭) દશનાચારનાં અતિચાર : निस्सकिय निकं खिय निव्वितिगिच्छा अमूढ दिडीय । उववूह थिरीकरणे वच्छल्ल पभावणे अट्ठ ॥२६८ ॥ નિશકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપપ્રહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય, પ્રભાવના–આ આઠ દશનાચારનાં આચારો છે. દર્શનાચારના ભેદો કહેવાય છે. ૧ શકિત –એટલે શંકા-સંદેહ. તેને જે અભાવ તે નિઃશંકિતપણું. (ધર્મ પ્રત્યે શંકા વિના રહેવું). ૨ કાંક્ષિત –એટલે કાંક્ષા-બીજા બીજા ધર્મોની ઇચ્છા. તે ઈચ્છાને અભાવ તે નિષ્કાંક્ષિત. (અન્ય ધર્મની ઈચ્છા ન રાખવી). ૩ વિચિકિત્સા -એટલે મતિવિભ્રમ. યુક્તિ અને આરામથી સિદ્ધ થયેલા અર્થમાં ફળ બાબત શંકા રાખવી તે. તેનો અભાવ તે નિર્વિચિકિત્સા અથવા વિદ્વદજુગુપ્સા એટલે વિદ્વાન્ એવા સાધુની “આ લેકે મલથી મલિન છે” વિગેરે કહેવાપૂર્વક જુગુપ્સા કરવી તે વિદજુગુપ્સા. તેને અભાવ તે નિર્વિદ્રદજુગુપ્સા. ૪ અમૂઢષ્ટિ:--કુતીર્થિઓને તપ, વિદ્યા, અતિશય વિગેરે ઋદ્ધિ જોવા છતાં પણ મુંઝાય નહીં તે અમૂઢ અને સ્વભાવથી નિશ્ચલ જે દષ્ટિ તે સમ્યગદર્શન–તે જ અમૂઢદષ્ટિ. શંકા વિગેરેમાંથી નીકળી ગયેલા જે છે તે પણ નિઃશંક્તિ, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સિત તથા અમૂઢદષ્ટિ કહેવાય. અને એ ધર્મ અને ધર્મીને અભેદ ઉપચારથી દર્શનાચારના ભેદ પણ થાય. ૫ ઉપવૃંહણ:-ઉપબૃહા એટલે સાધર્મિકેના તપ, વૈયાવચ્ચ વિગેરે સદગુણોની પ્રશંસા દ્વારા તે તે ગુણેમાં વધારવા તે. ૬ સ્થિરીકરણ ધર્મમાં સિદાતા જીવોને સુંદર વચનની ચતુરાઈથી ફરી સ્થાપન કરવા તે સ્થિરીકરણ. ૭ વાત્સલ્ય -એક જ દેવ-ગુરુ-ધર્મને માનનારા સાધર્મિકનું ભોજન, વસ્ત્ર વિગેરેના દાન દ્વારા સન્માનપૂર્વક ઉપકાર કરે તે વાત્સલ્ય. ૮ પ્રભાવના -ધર્મકથા, પ્રતિવાદીને જય. દુષ્કર તપારાધનાદિ કરવા વડે જિન પ્રવચન પ્રકાશિત કરવું. જે કે પ્રવચન પોતે સ્વયં શાશ્વત છે. તીર્થકર ભગ
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy