SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ પ્રવચન સારોદ્ધાર अद्धक ढिइक्खुरसो गुलपाणीयं च सकरा-खंडं । पायगुलं च गुलविगई विगईगयाई च पंचेव ॥ २३२ ॥ ગોળના પાંચ નીવિયાતા - (૧) શેરડીને અડધો ઉકાળેલો રસ. (૨) ગોળનું પાણી. (૩) સાકર. (૪) ખાંડ (૫) જેનાથી ખાજા વિગેરે લીંપાય તે ગોળને પાક. (૨૩ર) एग एगस्सुवरि तिन्नोवरि बीयगं च ज पकं । तुप्पेणं तेणं चिय तइयं गुलहाणियापभिई ॥२३३॥ चउत्थं जलेण सिद्धा लप्पसिया पंचमं तु पूयलिया । चोप्पडियतावियाए परिपकं तीस मीलिएसु ॥ २३४ । પફવાનના પાંચ નીવિયાતા. ૧. એક ઘાણ કાઢયા પછી જે બીજે ઘાણ કઢાય તે. ૨. ઘી વિગેરે નાંખ્યા વગર ત્રણ ઘાણ કાઢયા પછી જે ચોથા ઘાણ તે.., ૩. ગોળ ઘાણી વિગેરે.. ૪. સુંવાળી તળ્યા પછી, ઘી થી ખરડાયેલ તાવડીમાં પાણીથી રાધેલ લાપસી. પ. ઘી ના પિતા દઈને કરેલ પતૈિયા. (૨૩૩-૨૩૪) आवस्सय-चुण्णीए परिभणियं एत्थ वणियं कहियं । कहियव्वं कुसलाणं पउंजियव्यं तु कारणिए ॥ २३५॥ છ વિગઈના પાંચ-પાંચ નીવિયાતા ગણતા ત્રીશ નીવિયાતા થાય છે. આવશ્યકચૂર્ણિમાં કહેલ અને અહિં સામાન્યથી વર્ણવેલ અને વિશેષથી કહેવાયેલ આ વિષય બુદ્ધિમાનેને કહેવા યોગ્ય અને કારણે સેવવા ગ્ય છે. અહીં નીવિયાતાનું સ્વરૂપ આચાર્ય મહારાજ પોતાની કલ્પનાથી કહેતા નથી પણ આવશ્યકચૂણિરૂપ સિદ્ધાંતમાં કહેલું જ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે સામાન્યથી કહ્યું છે. અમે તેને વિશેષથી કહીએ છીએ. આ કહેલા પદાર્થોને બુદ્ધિમાનેએ કારણ પ્રસંગે ઉપગ કર. ખીર વિગેરે જે કે સાક્ષાત વિગઈ નથી. પરંતુ નવિયાતું જ છે. અને તે નીવિવાળાને ખપે, છતાં પણ આ દ્રવ્ય ઉત્કૃષ્ટ દ્રવ્યો હોવાથી અવશ્ય મનમાં પણ ૧. તાવડીમાં ઘી વિગેરે નાંખી તેમાં આખી તાવડી ભરાય તેવો એક પુડલે થયા પછી બીજે પુડલે તે જ તાવડીમાં થાય તો તે નીવિયાનું કહેવાય. કહ્યું છે કે, “તાવડી ભરાય તેવડો એક પુડલો ઉતારી (તે જ તાવડીમાં બીજુ ઘી નાંખ્યા વગર બીજો પુડલે ઉતારાય તો તે વિગઈ ન કહેવાય પણ નીવિયાતું કહેવાય.”
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy