SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. પ્રત્યાખ્યાન દ્વારઃ હવે પચ્ચખાણ કરવા યોગ્ય અશન–પાન વિગેરે આહાર દ્રવ્યનું સ્વરૂપ કહે છે. અશ” ધાતુ ભજન અર્થમાં છે. જે ખવાય તે અશન. “પા” ધાતુ પીવાની અર્થમાં છે. જે પીવાય તે પાન. “ખાદ” ધાતુ ભક્ષણના અર્થમાં છે ખાવા ગ્ય હોય તે ખાદિમ. “સ્વાદ ધાતુ સ્વાદ કરવાનાં અર્થ માં છે, જે સ્વાદાય તે સ્વાદિમ. આ અર્થ વ્યાકરણ અનુસારે છે. હવે સિદ્ધાંત અનુસાર આ ચારેની નિરૂતિ વડે વ્યુત્પતિ કરે છે. જે જલ્દી ભૂખ શમાવે તે અશન. ઈદ્રિય વિગેરે પ્રાણે ઉપર જે ઉપકાર કરે તે પાણ એટલે પાણી. ખ એટલે આકાશ. આકાશ સમાન પિલાણરૂપ મુખ જાણવું તેમાં જે સમાય તે ખાદિમ. ગોળ વિગેરે દ્રવ્યના રસાદિ ગુણોને જેથી સ્વાદ થાય તે સ્વાદિમ. અથવા સાધુને સંયમ ગુણને જે નાશ કરાવે તે સાદિમ, સ્વાદ ઉત્પન્ન કરવાના કારણે તે દ્રવ્યોને સ્વાદ થાય છે. અથવા મધુર વિગેરે ૨સને સ્વાદ કરતાં પિતાના આત્મગુણને જે નાશ કરે તે સ્વાદિમ. “સાદું” ધાતુનો આ પણ અર્થ થાય છે પરંતુ આ નિરૂક્ત અર્થ નથી. મારી કલ્પના માત્ર. પ્રશ્ન –અહિં આ પ્રમાણે વ્યુત્પત્તિપૂર્વક ચાર ભેદનું વર્ણન ઘટતું નથી. જેમ ભાત વિગેરે જમી શકાય છે. તેમ ભાતની કાંજી વિગેરે પીવાય પણ છે. તથા ખજૂર દ્રાક્ષ ખવાય અને જમી પણ શકાય છે તથા ગાળ, વિગેરેને સ્વાદ પણ કરાય છે તે પછી સ્વાદિમ એમ કહેવાનો શું અર્થ છે? તેથી વાસ્તવિકપણે અશનપાન વિગેરે બધા એકાર્થિક શબ્દ છે માટે તેમાં ભેદોની કલ્પના અયોગ્ય છે. ઉત્તર –ભલે એ પ્રમાણે હોય, પરંતુ બાળજીવો કે તેવા પ્રકારના અજ્ઞાની અને સુખે જ્ઞાન થાય માટે અને વિવક્ષિત દ્રવ્યોનો સારી રીતે ત્યાગ થાય માટે ચાર આહા૨ની કલ્પના અયોગ્ય નથી. લેકમાં પણ ભયરૂપે સમાન હોવા છતાં ભેદ રહેલો છે. તથા આ પ્રમાણે બોલનારા પણ હોય છે. કૂર, ખાજા, માંડા વિગેરે જમાડ. આમને દ્રાક્ષ વિગેરેના પાણી પીવડાવ. બાળકને ખજૂર. નાળીયેર, સુખડી વિગેરે ખવડાવ. આ સુગંધી તંબેલ વિગેરે સ્વાદ કરાવ. તેથી અહિ પણ ચારે આહારની કલ્પના ગ્ય છે. (૨૦૬) ૧. જેમ “અતિ-પૌતિ ઉત ભ્રમર” અર્થાત ભમતા ભમતા રડે તે ભ્રમર. “નિરિત ઇતિ ફિલ્મ જે હિંસા કરે તે સિંહ વિગેરે નિરક્ત શબ્દો “giીનિ' એ સૂત્રમાં પ્રસિદ્ધ છે. ૧૩
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy