SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. પ્રત્યાખ્યાન દ્વાર : ગુરુઅભુદ્રાણેશું. એકાસણું કરનારે અવશ્યમેવ ઉભા થઈ અભ્યસ્થાન કરવું જોઈએ. તેમાં પચ્ચક્ખાણ ભંગ નથી. પારિદ્રાવણિયાગારેણું એટલે પરિસ્થાપન કરવું, જેમાં બિલકુલ છોડી દેવું-પરઠવવું તે પારિષ્ઠાપનિકા કહેવાય, તે આહાર પરઠવવામાં ઘણું દેષનો સંભવ અને આગામિક ન્યાય વડે વાપરવામાં ગુણનો સંભવ હોવાથી ગુર્વાજ્ઞાપૂર્વક ફરી ખાવા છતાં પણ પચ્ચખાણનો ભંગ નથી. અનેક આસન અને અનેક વાર અશન વિગેરે આહારનો ત્યાગ કરાય, તે એકલઠાણામાં સાત આગારે છે. તેને પાઠ “એકાસણું એગઠાણું પચ્ચખાઈ” વિગેરે....એમાં આઉંટણપસારેણું આગાર સિવાય સાત આગારે છે. એક અંગવિન્યાસરૂપ એક જ જગ્યાએ સ્થિર થવું તે એકલઠાણું પચ્ચકખાણ કહેવાય. એટલે ભોજન સમયે જે પ્રમાણે અંગે પાંગ રાખ્યા હોય, તે પ્રમાણે રહીને મોટું અને હાથ સિવાય બીજા અંગોપાંગ હલાવ્યા વગર ભોજન કરવું. કારણ કે મુખ અને હાથનું હલન-ચલન અશક્ય પરિહાર છે. આયંબિલમાં આઠ આગારો છે. તેને પાઠ આ પ્રમાણે “આયંબિલ પચ્ચક્ખાઈ અન્નત્થણાભોગેણુ સહસાગારેણું લેવાલેવેણું ગિહન્દુસંસર્ણું ઉફિખત્તવિવેગણું પારિટ્ટાવણિયાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિત્તિયાગારેણું વોસિરાઈ.” આચામ એટલે ઓસામણ, અમ્લ એટલે ખાટો રસ, ઓસામણ તથા ખાટા રસ વડે થાય તે આચાર્મ્સ. તે આ પ્રમાણે– ભાત, કુલ્માષ એટલે અડદના બાકળા અને સથુ એટલે સાથ. તેને આશ્રયિને ત્રણ પ્રકારે છે. તેનું જે પચ્ચક્ખાણ કરે તે આયંબિલ કહેવાય. આમાં પહેલા બે અને છેલ્લા ત્રણ આગારો આગળની જેમ સમજવા. લેવાલેવેણું” - લેપ એટલે આયંબિલના પચ્ચકખાણવાળાને ભેજનનું ભજન અકલ્પનીય વસ્તુ વડે ખરડાયેલ હોય તેથી ભંગ થતું નથી. અલેપ એટલે વિગઈ વિગેરે વડે ખરડાયેલ ભોજનના ભાજનમાંથી જ હાથ વિગેરે સાધન દ્વારા ખરડાયેલ વસ્તુ દૂર કરવી. લેપ અને અલેપ એ બે થઈ લેપાલેપ આગાર. વાસણમાં વિગઈ વિગેરેના અવયવ હોવા છતાં પણ આયંબિલના પચ્ચખાણનો ભંગ થતો નથી. ઉફિખત્તવિવેગેણું” આયંબિલના લુખ્ખા ભાત વિગેરેમાં પહેલેથી અઠપ્પ એ ઘટ્ટ પદાર્થ પડયો હોય, તેને કાઢીને તેને ત્યાગ કરવો તે ઉફિખરૂ-વિવેગેનું કહેવાય. તે અકથ્ય પદાર્થ કાઢયા પછી ખાવાલાયક ચીજને ન ખાવા લાયક ચીજને સ્પર્શ હોવા છતાં પણ પચ્ચખાણ ભંગ નથી. પરંતુ જે પદાર્થ કાઢી શકાય તે હોવા છતાં ન કાઢે તે પચ્ચકખાણ ભંગ થાય.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy