SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. પ્રત્યાખ્યાન દ્વાર : ૮૯ दो चेव नमोकारे आगारा छच्च पोरसीए उ । सत्तेव य पुरिमड्ढे एक्कासणगंमि अट्ठे व ॥ २०३ ।। सत्तेगट्ठाणस्स उ अठेव य अंबिलंमि आगारा । पंचेव अब्भत्तठे छप्पाणे चरिम चत्तारि ॥ २०४ ॥ पंच चउरो अभिग्गहि निधिइए अट्ठ नव य आगारा । अप्पाउरणे पंच उ हवंति सेसेसु चत्तारि ॥ २०५ ॥ નવકારશીમાં પ્રત્યાખ્યાનના અપવાદરૂપ બે આગાર, પિરિસમાં છે, પુરિમઢમાં સાત, એકાસણમાં આઠ, એકલઠાણામાં સાત, આયંબિલમાં આઠ, ઉપવાસમાં પાંચ, પાણીના છે, દિવસચરમ અને ભવચરમરૂપ પ્રત્યાખ્યાનમાં ચાર, અભિગ્રહમાં પાંચ અથવા ચાર, નાવિમાં આઠ અથવા નવ આગાર છે, તેમાં અભિગ્રહના પચ્ચખાણમાં જે પાંચ કે ચાર આગાર છે તેમાં પ્રાવરણ અભિગ્રહમાં પાંચ અને બાકીના દેશાવકાશિક દાંડા પ્રમાર્જન વિગેરે અભિગ્રહમાં ચાર આગારો છે. (૨૦૩-૨૦૫) नवणीओगाहिमगे अद्दवदहिपिसियघयगुडे चेव । नव आगारा एसि सेसदवाणं च अठेव ॥ २०६ ।। માખણ, ઘી, તેલમાં તળેલ પકવાન, જામેલ દહિં, માંસ, ઘી, ગોળ વિગેરે કઠીન દ્રવ્યમાં નવ આગારો, બાકીના પ્રવાહી દ્રવ્ય વિગઈમાં આઠ આગાર છે. નવકારશી પચ્ચખાણને ભંગ ન થાય, માટે અનાગ અને સહસાકાર એ બે આગારે નવકારશીમાં જાણવા. (૨૦૧૬) પ્રશ્ન – નવકારશીપચ્ચક્ખાણમાં કાળને ઉચ્ચાર કરવામાં આવતું નથી, તેથી આ સંકેત પ્રત્યાખ્યાન લાગે છે, તે આને અદ્ધાપ્રત્યાખ્યાન શા માટે કહેવાય છે? ઉત્તર - સાચી વાત છે. “સહિત” શબ્દથી “મુહૂર્ત” એટલે કાળ વિશેષ પણ સમજી લે માટે દેષ નથી. પ્રશ્ન = આ પચ્ચખાણમાં મુહૂર્ત શબ્દ જણાતું નથી તે તે વિશેષ્ય શી રીતે બને? જેમ આકાશમાં કમલ ન હોવાથી “કમળ મીઠી મીઠી સુગંધથી સુંદર છે”—એમ વિશેષણે તેના પંડિતે કરતા નથી? ઉત્તર –નવકારશીને સમાવેશ કાળ પચ્ચખાણમાં હોવાથી, પરિસી પચ્ચકખાણની પહેલા મુહુર્ત જ રહે છે. તેથી તેનું વિશેષ્યત્વ ન જણાતું હોવા છતાં પણ (મુહૂર્ત) છે. પ્રશ્ન - તે બે મુહૂર્ત વિગેરે કાળ કેમ નથી લેતા ? એક જ મુહૂર્તનું વિશેષ્ય કેમ કરે છે ? ૧૨
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy