SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. પ્રત્યાખ્યાનદ્વાર : हटेण गिलाणेण व अमुगतवो अमुगदिणंभि नियमेणं । कायव्वोत्ति नियंटिय पच्चक्खाणं जिणा विति ॥ १९२ ॥ ૪. નીરોગી હેલું કે રોગી હોઉં તે પણ અમુક દિવસે, અમુક છઠ્ઠ, અઠ્ઠમ રૂપ તપ અવશ્ય મારે કરવો, તેને જિનેશ્વર-ભગવંતે એ નિયંત્રિત પચ્ચકખાણ કહ્યા છે. (૧૨) चउदसपुच्चिसु जिणकप्पिएमु पढमंमि चेव संघयणे । ___ एय वोच्छिन्नं चिय थेरावि तया करेसी य ॥ १९३ ॥ આ નિયંત્રિત પચ્ચક્ખાણ સર્વકાળમાં નથી થતું પણ ચદ પૂર્વધરે, જિનકલ્પિક અને પ્રથમ વાઋષભનારાચસંઘયણવાળા હોય, ત્યારે જ થાય છે. માટે વર્તમાનકાળમાં આ પ્રત્યાખ્યાનને વિચ્છેદ થયેલ છે. (૧૯૩) પ્રશ્ન:-ચોદ પૂર્વધના ટાઈમમાં પણ ચદ પૂર્વધરો જ આ પચ્ચકખાણ કરતા હશે? બીજા સ્થવિરે નહિ કરતા હોય? ઉત્તર-પૂર્વ ધર વિગેરેના કાળે બીજા પણ પ્રથમ સંઘયણી સ્થવિરો આ પચ્ચઉખાણ કરતા હતા. महत्तरयागोराई-आगारेहिं जुयं तु सागारं । ___ आगारविरहियं पुण भणियमणागार-नामति ॥ १९४ ॥ મહત્તરાગારેણું” વિગેરે આગારોથી યુક્ત તે “સાગારીક પચ્ચકખાણું. આગાર રહિત તે “અનાગાર' પચ્ચકખાણું કહ્યું છે. આ” મર્યાદા અર્થમાં છે. મર્યાદાપૂર્વક જે કરાય તે આકાર કહેવાય. અનાગ, સહસાકાર, મહત્તરાકાર, વિગેરે. આ મહાન છે, આ પણ મહાન છે, પણ એ બેથી અતિશય મહાન તે મહત્તર. મહત્તરરૂપ જે આકાર તે મહત્તરાકાર. આકારોથી યુક્ત તે સાકાર કહેવાય. એટલે કે મેં ભજનક્રિયાનું પચ્ચખાણ કર્યું છે, પરંતુ મહત્તરાગાર વિગેરે કેઈપણ કારણ ઉત્પન્ન થવાથી ભજન ક્રિયા કરવા છતાં પણ પચ્ચખાણને ભંગ થતું નથી, તેથી જેમાં આકાર સહિત ભજનનો ત્યાગ હોય, તે સાકાર. એ રીતે મહત્તરાદિ આકારોથી રહિત જે પચ્ચખાણ, તે અનાકાર પરચમ્બાણ છે. (૧૯૪) किंतु अणाभोगो इह सहसागारो अ दुन्नि भणिअव्वा । जेण तिणाइ खिविज्जा. मुहंमि निवडिज्ज वा कह वि ॥ १९५ ॥ इय कयआगार-दुगंपि सेसआगाररहिअमणागारं । दुभिक्ख वित्तिकंतार गाढ-रोगाइए कुज्जा ॥ १९६ ॥ ૧. પચ્ચક્ખાણ સાદ્રપોરિસી કરેલ હોય પછી કોઈ લાભાલાભનું કારણ આવી પડે તે પિરસીનવકારશી પારી લે તો મહત્તરાગાર.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy