SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રઢપ્રહારી અને શ્રીકુરગ મુનિની કથા. (૮૩). મુષ્ટિ લેચ કરી અરિહંત પ્રભુનું ચારિત્ર લીધું. વળી તેણે એ અભિગ્રહ લીધા કે, “જ્યાં સુધી મને આ પાપ સાંભરશે ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઉં.” આવી રીતે ઘોર અભિગ્રહ લઈ તે મહાત્મા, “હું બ્રાહ્મણ, સ્ત્રી, બાલ અને ગાયની હત્યા કરનારો છું.” એમ કહી અને પૂર્વના સ્થાનકે આવી મેરૂ પર્વતની પેઠે નિચિલપણે એક માસ પર્યત કાયોત્સર્ગ રહ્યા. ત્યાં અનાર્ય જનોએ તેમને લાકડી, મુકી વિગેરેથી બહુ પ્રહાર કર્યા અને કઠોર વચનથી બહુ તિરસ્કાર કર્યો તે મુનિએ પિતાના ચિત્તમાં જરાપણ ક્રોધ કર્યો નહીં પરંતુ “હું ઘોર પાપ કરનારો છું” એમ કહી પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા. આ પ્રમાણે ઘોર ઊપસર્ગને સહન કરી તે મહા મુનિ કર્મને ક્ષય કરી છ માસમાં કેવળ જ્ઞાન પામી મોક્ષ પ્રત્યે ગયા. પ્રથમ બ્રાહ્મણ, સ્ત્રી, બાળ અને ગાયના ઘાતથી ઉત્પન્ન થએલા પાપસમૂહે કરીને પછી પૃથ્વી ઉપર આળોટતા એવા બાળકને જોઈ વિરાગ પામી દીક્ષા લીધેલા દઢપ્રહારી મુનિ ઉપશમથી ઘર ઉપસર્ગને સહન કરી છ માસમાં મેક્ષ લક્ષ્મી પામ્યા. 'श्रीदृढपहारी, नामना मुनिवरनी कथा संपूर्ण. जाइसरं रायसुअं, वंतिजुअं कूरगडुअं वंदे ॥ चउरोवि तहा खवगे, पंचवि सिवमयलमणुपत्ते ॥ ७७॥ રાજપુત્ર, ક્ષમાયુક્ત અને જાતિ સ્મરણજ્ઞાન પામેલા કૂરગડુ મુનિને વલી ચાતુમસના ઉપવાસ કરનારા બીજા ચાર સાધુઓને એમ એ નિરુપદ્રવ અને નિશ્ચલ એવા મોક્ષ સુખ પામેલા તે પાંચે મુનિઓને હું વંદના કરું છું. . ૭૭ છે શ્રીના નામના મુનિની કથા કેઇ એક નગરને વિષે શ્રેષ્ઠ સંયમવાળા અને પંચાચારમાં પ્રવીણ એવા કેટલાક સાધુઓ એકઠા ચોમાસુ રહ્યા હતા. તેમના પરિવારને વિષે નિર્મલ મનવાલા, બહુશ્રુત, ક્ષમાવંત અને ઉત્તમ તપવાળા બહુ સાધુઓ હતા. તેઓને વિષે એક સાધુ હંમેશાં માસક્ષમણે સંસારની પીડાને નિવૃત્ત કરનારું પારણું કરતા. એકદા તે સાધુ, બીજા બાલ શિષ્યની સાથે આહાર નિમિત્તે નગરમાં ફરતા હતા. તેવામાં રસ્તે કાદવમાં ઢંકાઈ રહેલી કઈ દેડકીને તેમણે અજાણતાથી કચરી નાખી. તે હણાયેલ દેડકીને જોઈ પેલા બાલ મુનિ વિચારવા લાગ્યા કે “ નિચે આ સાધુ, ગુરૂની પાસે પિતે આ કરેલા પાપની આલોચના લેશે. ” પછી શુદ્ધ આહાર વોરીને તેઓ ઉપાશ્રયે આવ્યા. અને વિધિ પ્રમાણે ગુરૂની આજ્ઞા લઈ ભેજન કરવા બેઠા. આ વખતે પેલા બાલ સાધુએ ફરી ચિંતવ્યું જે “શું આ સાધુ તે હે પાપ વિસરી ગયા જે તેની આલેચના લીધા વિના ભોજન કરવા બેસે છે ? હમણાં તે એ મુનિને હું કહેવા સમર્થ નથી કારણ કે તે એક માસના ઉપવાસી છે. જેથી મહારા કદાથી તે વચને
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy