SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૮) શ્રી રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. રક્ષણ કરવામાં તત્પર એ એક અજુન નામે ઉત્તમ બાગવાન (માળી) હતા. એ માળીને શ્રેષ્ઠ રૂપવાળી અને નવીન એવી ઉત્પન્ન થએલી દૈવનલક્ષમીથી મનુષ્યને મેહકારી સ્કંદશ્રી નામે સ્ત્રી હતી. વલી તે માળીને મુદ્દગરપાણી નામે કુલદેવ યક્ષ હતું. તેનું મંદીર નગરની વ્હાર તે માળીના બાગની પાસે હતું. અજુનમાળી હંમેશાં આદરપૂર્વક સુગંધી પુષ્પાદિવડે તે યક્ષનું પૂજન કરતો અને પોતાના બગીચાનું રક્ષણ કરતે. એકદા એમ બન્યું કે કંદશ્રી પોતાના પતિ અર્જુનભાલીને ભાત આપી ઘેર ગઈ એટલે પાછળથી યક્ષમંદીરમાં રહેલા કઈ છ પુરૂષોએ તે ભાત ખાવા માંડયું. અજુનમાલી તે વાત જાણીને તુરત હાથમાં લાકડી લઈ તેઓને મારવા માટે આવતે હતા. પરંતુ પેલા છ જણુએ તેને જ બાંધી તેની આગળ ભાતું ખાવા માંડયું. પછી એ માળી વિચારવા લાગ્યું. કે, “મેં આટલા દિવસ પુષ્પભેગાદિકે કરીને આ યક્ષની વૃથા પૂજા કરી. આ દુષ્ટ પુરૂષોએ મહારે આ દુસહ પરાભવ કર્યો છતાં એ આગળ રહ્યો છે તો પણ બીકણની પેઠે સહન કરી રહ્યો છે.” માળીના આવા ભાવને અવધિજ્ઞાનથી જાણી તે યક્ષરાજે તેના શરીરમાં પ્રવેશ કરીને સર્વ બંધને તોડી નાખ્યાં. પછી તેણે તત્કાલ લાકડી વડે છે પુરૂષને અને તેમની સાથે રહેલી એક સ્ત્રીને મારી નાખી. કહ્યું છે કે આ લેકમાં બહુ પાપ તુરત ફલે છે. આ પ્રમાણે યક્ષથી આશ્રિત શરીરવાળો અને પરસ્વાધિન એ તે યક્ષ એક એક દિવસે દિવસે છ પુરૂષ અને એક સ્ત્રી એમ સાત માણસોને મારવા લાગ્યા. યક્ષના પ્રભાવથી તેને કોઈ પકડવા સમર્થ થયું નહીં. જેથી માર્ગને વિષે તે યમરાજની પડે દુસહ થઈ પડ. પછી તે માળી જે માળે રહેતા હતા તે મા ભયથી કઈ જતું નહિ. કહ્યું છે કે સર્વ ભયથી મૃત્યુને ભય અધિક હોય છે. એકદા તે ઉદ્યાનને વિષે શ્રી મહાવીર પ્રભુ સમવસર્યા એટલે દેવતાઓએ ત્યાં સમવસરણ રચ્યું, સર્વે માણસે, જે રસ્તે અર્જુનમાળી રહેતો હતો તે માર્ગ તજી દઈ બીજે રસ્તેથી શ્રી પ્રભુને વંદન કરવા માટે જવા લાગ્યા. જો કે યક્ષાધિષ્ઠિત તે માળી હંમેશાં સાત માણસને મારે છે એ વાત સુદર્શન શ્રેષ્ઠીને બીજાઓએ કહી તે પણ તે તે નિર્ભયપણે તેજ રસ્તે થઈને જવા લાગ્યું. સુદર્શન શ્રેણીને જતા જોઈ અર્જુનમાલી તેને મારવા માટે પાછળ દોડશે. તેટલામાં તે શ્રેષ્ઠીએ જિનેશ્વરનું ધ્યાન કરવામાં તત્પર થઈને કાર્યોત્સર્ગ કર્યો. જેમ હરણ સિંહને મારવા તત્પર ન થાય તેમ તે શ્રેષ્ઠીને હણવા સમર્થ થયો નહીં. જેથી યક્ષ તે માલીના શરીરમાંથી નિકળીને ચાલ્યો ગયો, પછી જ્યારે તે ચેતના પામે ત્યારે પોતે કરેલા ઘોર અપરાધને જાણી અત્યંત ભય પામતો છતા શ્રેષ્ઠીને નમસ્કાર કરી આ પ્રમાણે કહેવા લાગ્યો. વિશ્વના ને કારણ વિના ઉપકાર કરવામાં સમર્થ એવા હે શ્રેણી ! તમે મને જેવી રીતે હમણાં આ પક્ષથી મૂકાવે તેવી જ રીતે હે તાત! હાર ઉપર કૃપા કરીને નરકના અનત સુખ આપનારા દુર કમથી મને છેડા છોડાવે.” શ્રેષ્ઠીએ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy