SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૬) શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ મનુષ્યને નિચે મરવું તે છેજ પણ તે ક્યારે અને કેવી રીતે તે નથી જાણતે. વલી હું નથી જાણતા કે ક્યા કર્મ વડે નરકાદિ પમાય છે પરંતુ જે પોતે કર્મ કરેલાં છે તે જાણું છું” આ પ્રમાણે માતાપિતાને પ્રતિબંધ પમાડી અને તેમના આગ્રહથી એક દિવસ રાજ્ય ભેગવી અતિમુક્ત કુમારે શ્રી વિરપ્રભુ પાસે દીક્ષા લીધી. પછી પ્રભુએ તેને યોગ્ય શિક્ષા આપવા માટે સ્થવિર સાધુઓને સેં. સાધુએ તેને એગ્ય શિક્ષા આપવા લાગ્યા. એકદા વષકાલે સ્થવિર સાધુઓની સાથે બહાર ગયેલા ગોતમ ગુરૂએ જલક્રીડા કરતા એવા બાલકની મધ્યે અતિમુક્તને દીઠા આ વખતે તે અતિમુક્ત કુમાર બાલસ્વભાવને લીધે પિતાની તેમડી જલમાં મૂકી મુખથી પોતાના મિત્રને એમ કહેતું હતું કે “ જુઓ આ મહારું વહાણ તરે છે.” આ પ્રમાણે ક્રીડા કરતા એવા તે કુમારને વારી સર્વે સાધુઓ તેને સાથે લઈ ઉપાશ્રયે આવ્યા. સવારે સર્વે આવશ્યક કર્મ કરીને સર્વે સાધુઓ તેને સાથે લઈ ઉપાશ્રયે આવ્યા. સવારે સર્વ અવશ્યક કર્મ કરીને સર્વે સાધુઓ શ્રીવીર પ્રભુને વંદના કરવા હાર ગયા. ત્યાં પ્રભુને હર્ષથી પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી અને વિનયથી નમ્ર એવા તે સાધુઓ વિનંતિ કરવા લાગ્યા કે “હે સ્વામિન્ ! નિચે આ બાલક દીક્ષાને ગ્ય નથી, કારણુ એ બાલભાવને લીધે સચિત્ત અચિત્ત વસ્તુને જાણતો નથી. ” ભગવાને કહ્યું “ હે વત્સ ! તમે એ બાલકની અવજ્ઞા કરશો નહીં, કારણ એ નવમે વર્ષે કેવલી થવાને છે.” સાધુઓ પ્રભુની આજ્ઞા અંગીકાર કરી અતિમુક્તને આદર પૂર્વક સમાચારી શીખવવા પૂર્વક શાસ્ત્રને અભ્યાસ કરાવવા લાગ્યા, અનુક્રમે તે બે વર્ષમાં એકાદશાંગીના પારગામી થયા. એકદા નવમા વર્ષને વિષે અતિમુક્ત મુનિ પોતે કરેલી જલક્રીડાનું સ્મરણ કરી બહુ પસ્તાવો કરવા લાગ્યા પછી ઈરિયાવહી પડિકમતાં “રામ”ને એ શબ્દના ઉચ્ચારથી પાણું અને માટીની વિરાધનાથી આત્માની નિંદા કરતા એવા તે બાળ મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે દેવતાઓએ આવીને સમવસરણ રચ્યું. પછી બહુ કાલ પર્યત ભવ્ય અને પ્રતિબંધ પમાડી શ્રીઅતિમુક્ત કેવળી મોક્ષપદ પામ્યા. श्रीअतिमुक्तमुनिनी कथा संपूर्ण.॥ कुमरं सत्यवाहवहुं, मंठं च जोउ पवावे ॥ વં યુદ્ધ બાફે, તે વંદે રહુથમાં છે દુદ્દા જેણે “ગુરુ જાદુઈત્યાદિ ગતિથી પ્રતિબોધ પામીને રાજકુમારને, સાથેવાહની સ્ત્રીને મંત્રીને અને મહાવતને દીક્ષા લેવરાવી. તે ક્ષુલ્લકકુમારને હું વંદન કરૂંછુંદા
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy