SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વષિમલવૃત્તિ ઉત્તરાદ્ધ, વધારે આનંદ થયે. પછી વાલ્કલચીરી પણ પિતારૂપ મુનિને નમન કરતો છતે કહેવા લાગ્યું. “હે તાત ! આપે બહુ કાલ સુધી લાલન પાલન કરેલ હું આપને ન્હાને પુત્ર વલ્કલીરી આપને નમસ્કાર કરું છું. ” મુનિએ કમલની પેઠે તેના મસ્તકને સુંધી નવીન મેઘ જેમ પર્વતને આલિંગન કરે તેમ તેના સર્વ અંગને આલિંગન કર્યું. આ વખતે તે મહા મુનિને હર્ષથી ઉસન્ન થએલા આસુંથી નેત્રનાં પડેલે દેવાઈ જવાને લીધે અંધ-વપણું નાશ પામ્યું. જેથી તેમને પુત્રને મેલાપ ઉત્તમ આષધ રૂપ થઈ પડયો. તુરત પડલ ધોવાઈ જવાને લીધે સેમચંદ્ર મુનિએ બને પુત્રને જોયા તેથી તેમને ફરી મેહ ઉતન થયું. પછી તે બન્ને પુત્રને પૂછયું કે હે વત્સ! તમારે આજ સુધીને કાલ સુખે નિગમન થયો છેની ? ” તેઓએ કહ્યું. “હે તાત ! આપના પ્રસાદથી અમારે કાલ સુખે નિર્ગમન થાય છે. પછી વકલચીરી “હારાં પૂર્વનાં પાત્રો કેવો હશે ? ” એમ ધારી તેને જોવા માટે તે તુરત પિતાની ઝુંપડીમાં પેઠે. ત્યાં તેણે પોતાના ઉત્તરીય વસ્ત્રથી તે સવા પાત્રને પંજવાનો આરંભ કર્યો. આ વખતે તેને હદયમાં વિચાર છે કે, “પૂર્વે પાદ- . કેસરિકના વેગથી આવાં યતિનાં પાત્રો કયાંક પડિલેહણ કર્યા છે. ” આમ વિચાર કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું જેથી તેણે પિતાના પૂર્વને મનુષ્યભવ જે. પછી પૂર્વ જન્મને વિષે અંગીકાર કરેલા વ્રતનું સ્મરણ કરતા તેને મિક્ષ લક્ષમીના કારણરૂપ ઉત્તમ વૈરાગ્ય પ્રાપ્ત થયો. એટલું જ નહીં પણ ધર્મ ધ્યાન કરી શુકલધ્યાન ધ્યાતા એવા તેને તુરત કેવળજ્ઞાન પ્રગટ થયું. આ પ્રમાણે કેવળજ્ઞાન પામેલા તે વલ્કલચરી મુનિ, પોતાના પિતાને તથા બંધુને અમૃતસમાન ધર્મોપદેશ આપવા લાગ્યા. તેટલામાં દેવે મુનિવેષ આપ્યો. પછી પ્રતિબોધ પામેલા પિતાને મોટા ભાઈએ નમસ્કાર કર્યો. (શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે, હે ભૂપાલ! એકદા અમે વિહાર કરતા કરતા શ્રી પિતનપુરના સમીપના મનહર ઉધાનમાં સમવસર્યા, આ વખતે સ્વયં બુદ્ધ કેવલજ્ઞાની વલ્કલચરી પોતાના પિતાને અમને સેંપી પોતે એક્લા વિહાર કરવા લાગ્યા. પસન્નચંદ્ર રાજા પણું નગર પ્રત્યે આવી પોતાના જ્ઞાની બંધુના વચનથી સ્થિર વૈિરાગ્યવાલે થયે. પછી તેણે પોતાના બાલવયવાલા પુત્રને રાજ્ય સેંપી અમારી પાસે દીક્ષા લીધી.” આ પ્રમાણે શ્રી પ્રસન્નચંદ્ર રાજાનું વૃત્તાંત કહીને શ્રી મહાવીર પ્રભુ વિરામ પામ્યા એટલામાં શ્રેણિકરાજાએ આકાશથી આવતા એવા દેવસમૂહને છે. તેથી તેણે ફરી શ્રી વીર પ્રભુને પ્રણામ કરીને પૂછયું. “હે નાથ? આકાશને પ્રકાશ કરનાર આ દેવસમૂહ કેમ આવે છે ?” પ્રભુએ કહ્યું. “પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે તેથી દેવતાઓ તેને મહિમા કરવા આવે છે.” - આ પ્રમાણે શ્રી વીર જિનેશ્વરના મુખકમલથી ત્રણ લોકને આશ્ચર્યકારી પ્રસન્ન
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy