SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપ્રસન્નચંદ્રરાજર્ષિનું ચરિત્ર, ( ૧૭ ) હે રાજન ! દુષ્ટ ધ્યાનરૂપ અટવીમાં ઉત્પન્ન થએલા કર્મરૂપ વૃક્ષના સમહને ભસ્મીભૂત કરી હમણું તે રાજર્ષિ કેવળજ્ઞાન પામ્યા છે.” પ્રભુએ વર્ણન કરેલા શ્રીપ્રસન્ચંદ્ર રાજર્ષિના ચરિત્રરૂપસુગંધિવડે વાસીત થએલા શ્રેણિક રાજાએ હર્ષથી પ્રભુને પૂછ્યું કે હે ભગવન્ ! પિતાના બાળપુત્રને રાજ્યસન ઉપર બેસાડી એ પ્રસન્નચંદ્ર ભૂપતિએ શામાટે દીક્ષા લીધી ?” શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કે – પિતનપુરમાં નામના નગરમાં યથાર્થ નામવાલો સોમચંદ્ર રાજા રાજ્ય કરતે હતે તેને સરલ સ્વભાવવાળી, વિવેક અને વિનયથી ઉદાર તેમ શીલરૂપ અલંકારને ધારણ કરનારી ધારિણી નામે સ્ત્રી હતી. એકદા ગોખમાં બેઠેલી રાણી પિતે હાથથી રાજાના કેશને જોતી હતી એવામાં તેણુએ ભૂપતિના મસ્તકમાં પળીયાં જોયાં. તેથી તેણીએ “હે સ્વામિન્ ! આ દૂત આવ્યો.” એમ ભૂપતિને કહ્યું. રાજાએ આમ તેમ જઈને કહ્યું. “અહિં દૂત કેમ દેખાતું નથી ?” તે ઉપરથી રાણીએ તેના મસ્તકને પળી દેખાડ. રાજા પળીને જોઈ “જીવિત રૂ૫ ભૂપતિને ઉત્તમ ધર્મદુત રૂપ આ પળી છે. વળી એ વૃદ્ધાવસ્થાને હેતુ છે.” એમ કહીને બહુ ખેદ કરવા લાગે. ધારિણુએ કહ્યું. હે નાથ ! તમે એક પળીને જોઈ અત્યંત ખેદ કરતા છતા બહુ વૃદ્ધ પુરૂષની પિઠે લજજા કેમ પામે છે? મેં જેવી રીતે તમારી વૃદ્ધાવસ્થા વાતોથી પણ પ્રસિદ્ધ ન થાય તેવી રીતે પટહના ઉદઘોષણથી સર્વ લોકને નિષેધ કર્યો હતો.” ભૂપતિએ કહ્યું હે સુંદરી ! પળી આવવાને લીધે હું લેકથી ક્યારે પણ લજ્જા પામું તે નથી પરંતુ હારા ખેદનું કારણ એ છે કે અમારા પૂર્વજોએ પળી આવ્યા પહેલાં દીક્ષા લીધી છે અને હું મળી આવ્યા છતાં પણ કામાસક્ત થઈ રહ્યો. હું સવારમાંજ રાજ્ય ત્યજી દઈ નિર્મલમને વ્રત અંગીકાર કરું, પરંતુ હજુ સ્તનપાન કરતા એવા બાલપુત્રને વિષે રાજ્યભાર કેમ આરોપણ થાય ? અથવા વ્રત અંગીકાર કરતા એવા મહારે હવે રાજ્ય અને પુત્રવડે શું? હું તે આનંદથી વ્રત લઈશ. તું હારા પિતાના પુત્રને વૃદ્ધિ પમાડ.) ધારિણીએ કહ્યું. “હું આપના વિના રહેવાની નથી. કારણ સતી સ્ત્રીઓ સર્વ વખતે પતિને અનુસરનારી હોય છે. પૂર્ણ મનોરથવાલા આપ, બાલપુત્રને રાજ્યાભિષેક કરે અને હું તે છાયાની પેઠે આપની વનમાં પણ સેવા કરીશ. પુત્ર પ્રસન્નચંદ્ર બાલ છે. તોપણ તે વનવૃક્ષની પેઠે પોતાના કર્મથી વૃદ્ધિ પામશે. તેને હારા વૃદ્ધિ પમાડવાવડે કરીને શું?” પછી સેમચંદ્ર રાજા પુત્રને રાજ્યાભિષેક કરી પોતે સ્ત્રી અને ધાત્રી સહિત વનમાં જઈ તાપસ . ત્યાં તે મહા શૂન્ય વનમાં કઈ આશ્રમ પ્રત્યે રહી સુકાં પત્રાદિકનું ભોજન કરતો છતો દુષ્કર તપ કરવા લાગ્યું. વનમાં તેણે પાંદડાં વિગેરે એકઠાં કરી તેની એક વટેમાર્ગુને તથા મૃગોને શીતલ છાયાના સુખને આપનારી ઝુંપડી બનાવી. પ્રેમના સમૂહથી વ્યાસ એવો સોમચંદ્ર ભૂપતિ, પોતાની પ્રિયાને માટે વનમાંથી મધુર ફલ અને જલ લાવી આપતે. રાણી ધારિણી
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy