SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેક બુદ્ધ શ્રીપ્રસન્નચંદ્રરાજર્ષિનું ચરિત્ર, (૫૫) તેઓએ એક પગે ઉભા રહેલા, ઉંચા હાથ રાખેલા સૂર્ય સામું જોઈ રહેલા અને વલી ઈદ્રિયે વશ કરવાથી જાણે સાક્ષાત્ મૂર્તિમાન શાંત રસ હોયની ? એવા તેમજ કષાયરૂપી વસ્ત્ર વિનાના કોઈ મુનિને દીઠા. પછી તેમાંથી એકે (સુમુખે ) કહ્યું. અહો ! શુદ્ધ આત્માવાલા આ સાધુશિરોમણિ વંદના કરવા યોગ્ય છે. જે તે આ પ્રકારનું તપ કરે છે. અહો ! નિશ્ચ એમનું તપ દુષ્કરકારી છે. કારણ તે એક પગે ઉભા રહી સૂર્ય સામું જોઈ તપ કરે છે. ખરેખર આ મહાત્માને સ્વર્ગસંપત્તિ અથવા મેલ દૂર નથી કારણ કે મહાતપથી દુ:સાધ્ય વસ્તુ પણ મેળવી શકાય છે.” સુમુખનાં આવાં વચન સાંભલી દુર્મુખે કહ્યું. “હે બાંધવ! એ પ્રસન્નચંદ્ર રાજા છે. તે તું શું નથી જાણતો? એનું સર્વ તપ વૃથા છે. એણે પ્રધાનની સાર સંભાળ નીચે પોતાના બાલપુત્રને રાજ્ય સોંપ્યું છે. પરંતુ તેઓ વૃક્ષના અપકવ ફલની પેઠે બાલપુત્રને રાજ્યમાંથી હમણાંજ કાઢી મૂકશે. તેણે પ્રધાનોને જે પોતાનું રાજ્ય રક્ષણ કરવા એંધ્યું છે તે કેવળ બીલાડીના બચ્ચાઓને દુધ ભળાવવા જેવું કર્યું છે. જ્યારે પ્રધાને તે પુત્રને નષ્ટ કરશે ત્યારે તે રાજાના વંશને છેડ થયેજ જાણ, અને તેમ કરવાને લીધે પોતાના પૂર્વ જેનું નામ નાશ પામવાથી તે પાપી થયે ન કહેવાય કે શું? વલી વ્રત લેનારા તે રાજાએ પોતાની માનવંતી પ્રિયાઓને શિધ્ર ત્યજી દીધી છે. તે હવે તે અનાથ સ્ત્રીઓની આલોકમાં શી ગતિ થશે તે કહે ?” આ પ્રમાણે તે બને. સુભટના પરસ્પર થતા સંવાદને સાંભળી તે મહામુનિનું શુભ ધ્યાન નાશ પામ્યું. તેથી એ રાજર્ષિ વિચાર કરવા લાગ્યો કે “અહા ! મેં તે પ્રધાનને મોટો સત્કાર કર્યો તે સર્વ ભરમમાં આહુતિ દીધા જેવું થયું. પાપ કર્મ કરનારા એ જડ પ્રધાનએ હારા બાળપુત્રનું રાજ્ય લઈ લેવાનો વિચાર કર્યો તે પોતાના સ્વામીને ઘાત કરનારા દુષ્ટોને ધિક્કાર થાઓ. જે હું ત્યાં જાઉં તો તે દુષ્ટોને નવા નવા નિગ્રહથી શિક્ષા કરૂં, મ્હારે બહુ તપવડે કરીને અથવા જીવિતવડે શું કામ છે જે હું કુમંત્રીઓએ કરેલા હારા પુત્રના પરાભવને સાંભળું છું.” આ પ્રમાણે દષ્ટ ધ્યાનથી મલીન એવો તે રાજર્ષિ કોપ રૂપ પિશાચે અધિક ગ્રસિત કર્યો છતો પિતાનું વ્રત ભૂલી ગયો. પિતાના ક્ષત્રિયતેજથી વ્યાપ્ત અને સ્કૂરણયમાન રેમપંક્તિવાળે તે રાજર્ષિ, પોતાના પુત્રના શત્રુરૂપ દુષ્ટ મંત્રિઓને જાણે પ્રત્યક્ષ દેખતો હાયની ? એમ પૂર્વના અભ્યાસના વશથી અને ધારણ કરી યુદ્ધમાં ચિત્તવડે તેઓને ખંડ ખંડ કરી નાખવા લાગ્યો. મહા કોધ પામેલા તે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનવડે શત્રએને છેદન ભેદનાદિ કયું કયું દારૂણ દુષ્ટ કર્મ નથી કર્યું? આ વખતે શ્રીજિનેશ્વરની ભક્તિરૂપ અમૃતથી સિચન કરાએલું છે ચિત્તરૂપ વૃક્ષ જેનું અને કાર્યજ્ઞ એવો શ્રેણિક રાજા તે સ્થાનકે (જ્યાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ ઉભા છે ત્યાં આવી પહોંચ્યા. મુનિને જોઈ તુરત હસ્તિ ઉપરથી નીચે ઉતરેલા મહારાજા શ્રેણિકે મુકુટવડે પૃથ્વીને સ્પર્શ કરતા છતાં ભક્તિથી તેમને નમસ્કાર કર્યો. એટલું જ નહિ પણ તે મગધેશ્વર, એક પગે ઉભા રહેલા, ઉંચા હાથ રાખેલા અને સૂર્ય સામું જોઈને તપ કરતા એવા તે મહા
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy