SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. अथ नगातिचरित्रम्. અસંખ્ય વિષનો નાશ કરનારા અજીતનાથ પ્રભુને નમસ્કાર કરી અને કલ્પવૃક્ષ સમાન આત્મ ગુરૂનું સ્મરણ કરી પોતાના જન્મની શુદ્ધિ માટે પ્રત્યેકબુદ્ધ એવા નગાતિ રાજાના ચરિત્રને કહું છું. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પંકવર્ધન નામે નગર છે. ત્યાં શત્રુરૂપ હસ્તિઓને મર્દન કરવામાં સિંહસમાન સિંહરથ નામે રાજા રાજ્ય કરે છે. એકદા ગાંધારદેશના અધિપતિએ તેને મુખ્ય બે અર્થ ભેટ તરીકે મોકલ્યા. સિંહરથ રાજા ક્યારેક તે અશ્વોની પરીક્ષા કરવા માટે એક ઉપર પિતે બેસી અને બીજા ઉપર બીજા પુરૂષને એસારી બીજા સેંકડે સ્વાર સહિત એક મહેટા મેદાનમાં ગયો. બીજા સર્વ અશ્વોની સાથે જુદી જુદી ચાલની પરીક્ષા કર્યા પછી પાંચમી વેગનામની ગતિની પરીક્ષા કરવા માટે તત્કાલ છે. જેમ જેમ તે રાજા અશ્વના ચેકડાને ખેંચવા લાગ્યો. તેમ તેમ તે અશ્વ વાયુવેગની પેઠે એકદમ દોડવા લાગે. ક્ષણમાત્રમાં મહા પરાક્રમવાલો તે અશ્વ, બીજાઓને પાછળ મૂકીને રાજા સહિત શ્રમરહિતપણે એક મોટા અરયમાં આવી પહોંચે. પછી થાકી ગએલા રાજાએ જ્યારે ચેકડું ઢીલું મૂકવું. ત્યારે તે અશ્વ ઉભું રહ્યો. એ ઉપરથી ભૂપતિએ મનમાં તેના વિપરીત અભ્યાસને જાણું લીધો. નીચે ઉતરેલા ભુપતિએ તેને પાણી પાઈ અને એક વૃક્ષની નીચે બાંધ્યો.ત્યાં તે ઘાસ ખાવા લાગ્યો. રાજાએ પણ ઉત્તમ પાકેલા ફળવડે આહાર કર્યો. પછી કઈ પાસે રહેલા પર્વત ઉપર ચઢતા એવા તે ભૂપાળે, સાંજને વખતે કે પ્રદેશમાં દિવ્ય ભુવન દીઠું ભૂપતિ આશ્ચર્યથી ઉપર ચઢવા લાગ્યો. અનુક્રમે તે જેટલામાં સાતમા માળ ઉપર ચઢયે તેટલામાં તેણે ત્યાં પવિત્ર અંગવાળી કઈ એક કન્યા દીઠી. કન્યા બહુ હર્ષ પામી અને તેણુએ પ્રીતિ તથા હાસ્યપૂર્વક રાજાને અર્ધપાદ્યથી પૂછને અંત:કરણથી ઉત્તમ આસન આપ્યું પછી અત્યંત વિસ્મય પામેલા રાજાએ ઝરતા અમૃતસમાન વચનથી પૂછયું કે “હે શુભે! તું કોણ છે? આ પર્વત ઉપર શા માટે રહે છે? આ રમ્યસ્થાન કેણે બનાવી આપ્યું? અને હારૂં રક્ષણ કરનાર કેશુ છે?કન્યાએ કહ્યું. “હે રાજન, હમણું સૂર્ય અસ્ત થાય છે. વળી આ પાસે રહેલા વેદિકાના અગ્ર ભાગને જુઓ. હે સુભગ ! તમે પ્રથમ હારું પાણી ગ્રહણ કરે. પછી પૂર્ણ થએલા અભિલાષવાળી હું તમને હારા પિતાના વૃત્તાંતને કહીશ કે જે મને હમણાં વરદાનરૂપે છે.” કન્યાનાં આવાં વચન સાંભળી હર્ષિત મનવાળા રાજાએ પૂજન કરેલા તીર્થંકર પ્રભુને નમસ્કાર કરી વેદિકા ઉપર રહેલા અગ્નિને પ્રદક્ષિણા કરવા પૂર્વક તે કન્યાની સાથે વિવાહ સંબંધી મોગલીક કાર્ય કર્યું. પછી તે કન્યા રતિ જેમ કામદેવને શયનગૃહમાં લઈ જાય તેમ પિતાના આવાસ મળે દેવતાની શય્યાસમાન પોતાની શા પ્રત્યે રાજાને વિનયથી વિશ્રામને માટે તત્કાળ તેડી ગઈ. ત્યાં તે કન્યાએ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy