SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવાસ્વામી નામના અંતિમ દશપૂર્વધરની કથા. (૩૮૫) જ્યાં લક્ષ્ય મૂલના ચોખાની ભિક્ષા પાસે, તેના બીજા દિવસે સુકાલ જાણજે. ” એમ કહી તેને આદરથી બીજા દેશ પ્રત્યે વિહાર કરાવ્યું. પછી વજસેન પણ ગુરૂની આજ્ઞાથી ગામ પર, અરણ્ય અને પર્વતવાલો પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. અહીં શ્રીવાસ્વામીની પાસે રહેલા સર્વે સાધુઓને ઘર ઘર પ્રત્યે ફરતા છતાં પણ ભિક્ષા મલતી નહિ, તેથી ભિક્ષા વિના બીજી વૃત્તિને નહિ લેનારા અને ભુખથી દુર્બળ થઈ ગએલા ઉદરવાળા તે સર્વે સાધુઓ, ગુરૂએ આપેલા વિદ્યાપિંડને ભક્ષણ કરલા લાગ્યા. પછી શ્રીવજીસ્વામી ગુરૂએ કહ્યું કે જે આ વિદ્યાપિંડ તમારે બાર વર્ષ પર્યત ભક્ષણ કરે હોય તે તે હું તમને આણું આપું, પણ તેથી સંયમને બાધા થશે. અને જો એમ કરવા તમારી મરજી ન હોય તે આપણે સવે હર્ષથી દેહ અને આહારનો ત્યાગ કરીએ.” આવાં ગુરૂનાં વચન સાંભળી તે સર્વે શિષ્યોએ કહ્યું. તે વિભે! પ્રથમ વિદ્યાપિંડથી જે દેહનું પિષણ કરવું તે ધિક્કારવા ગ્ય છે. માટે હે સુગુરૂ! આપણે અનશન લઈ દેહનો ત્યાગ કરીએ પછી યુગોત્તમ અને વૈરાગ્યરસના સમુદ્ર એવા શ્રી વાસ્વામી, સર્વે શિષ્યને સાથે લઈ એક પર્વત ઉપર ચઢવા માટે ચાલ્યા. એક બાલ શિષ્ય ગુરૂએ ના કહ્યા છતાં પણ તેમની પાછળ જતો હતો. ગુરૂ તેને કઈ ગામમાં છેતરી સાધુઓ સહિત પર્વત ઉપર ચડી ગયા. પાછળ તે બાલશિષ્ય હારા ઉપર ગુરૂની અદ્વીતિ ન થાઓ.” એમ ચિત્તમાં વિચાર કરી ભેજનનું પચ્ચખાણ લઈ પર્વતની નીચે રહ્યો. ત્યાં તે બપોરના સૂર્યના તીક્ષણ તાપથી તપેલી પર્વતની શિલા ઉપર માખણના પિંડાની માફક તત્કાલ ગળવા લાગ્યો. શુભ ધ્યાન રૂ૫ અન્નને વિષે પડેલા તે બાલ શિષ્ય મલના સ્થાનરૂપ દેહને ત્યજી દઈ સ્વર્ગ લોકમાં સર્વ પ્રકારના મલથી રહિત એવા દેહને સ્વીકાર્યો. બાલશિષ્ય અસંખ્ય સુખ આપનારા દેવલોક પ્રત્યે ગયે છતે દેવતાઓ તેના કલેવરને પૂજવા લાગ્યા. પર્વત ઉપર જતા એવા સાધુઓએ, આવતા એવા દેવતાઓને જોઈ ગુરૂને પૂછયું કે “હે પ્રભે! આ સર્વ સંપત્તિવાલા દેવતાઓ અહીં શા માટે આવે છે ?” શ્રીવાસ્વામીએ કહ્યું. “હમણુ ક્ષુલ્લકે પિતાનું કાર્ય સાધ્યું છે. તેથી દેવતાઓ તેનો મોટો ઉત્સવ કરવા માટે આવે છે.” ગુરૂનાં આવાં વચન સાંભલી સાધુઓ વિચાર કરવા લાગ્યા કે “જે એ બાલશિપે પિતાનું કાર્ય સાધ્યું તે પછી વયેવૃદ્ધ એવા આપણે પોતાનું કાર્ય કેમ નહિ સાધીએ?” આ પ્રમાણે વૈરાગ્ય પામેલા અને ચારિત્રને સાધનારા તે મુનિઓને કઈ મિથ્યાદ્રષ્ટિ દેવતાએ શ્રાવક થઈ આ પ્રમાણે કહ્યું. “ હે પૂજ્ય! આજે અમારે ત્યાંથી મેદક તથા સાકર અને દ્રાખ મિશ્રિત જલ લઈ શિધ્ર પાર કરે.” મુનિઓ “એનું લેવું એ આપણે કપ નથી, એ કેવલ પ્રીતિનું કારણ છે. માટે બીજે જઈએ” એમ ધારી તે સર્વે મુનિઓ સમીપે રહેલા પર્વત ઉપર ગયા. ત્યાં તે સઘલા મુનિઓએ ત્યાંના અધિષ્ઠાયક દેવતાનું મનમાં ધ્યાન કરી કાર્યોત્સર્ગ કર્યો, એટલે તે દેવતાએ ત્યાં આવી મુનિઓને આવી રીતે કહ્યું. “આપની આજ્ઞાથી
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy