SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) શ્રી ઋષિમડલવૃત્તિઉત્તશુદ્ધ બંધુની પેઠે સાધમિકાનું વાત્સલ્ય કરવા લાગ્યા. વળી જીવદયામાં તત્પર એવા તે રાજા સત્પાત્રને વિષે દાન આપવા લાગ્યા. તેણે ભરતક્ષેત્રના ત્રણ ખંડ જિનેશ્વરના મદીરાથી સુÀાભિત મનાવી દીધા. પછી ઉજ્જણુ નગરીમાં શ્રી આર્ય સુહસ્તી આચાર્યના ચરણુકમળ વિરાજતા હતા, એવામાં ભક્તિવંત સ ંઘે ખીજે વર્ષે ચૈત્યયાત્રાના ઉત્સવ કર્યા. ભગવાન ક્રુહસ્તી સૂરિ શ્રી સંઘની સાથે નિત્ય યાત્રા મંડપમાં પધારી શાભા આપતા. સંપ્રતિ રાજા પણ માલ શિષ્યની પેઠે તેમની આગળ હાથ જોડીને બેસતા. ચૈત્ય યાત્રા ઉત્સવને અંતે શ્રી સ ંઘે રથયાત્રા કરી. કારણ રથયાત્રાએ કરીનેજ યાત્રાત્સવ પૂર્ણ થાય પછી સુવર્ણ અને મણિમય એવા શ્રી જિનેશ્વરની પ્રતિમાથી અધિષ્ઠિત રથ, સ્થાનકે સ્થાનકે વાગતા અનેક વાજીત્રોના શબ્દથી દિશાઓના મધ્ય ભાગને ગજાવતા; પગલે પગલે કરાતા મ્હોટા મહેાત્સવવાળા, ઘર ઘર પ્રત્યે કરેલા મ્હાટા સ્નાત્રમહાત્સવવાળા; ઉત્તમ શ્રાવકાએ માલતી, જાઇ, કમળ ઈત્યાદિ પુષ્પાની માળાથી પૂજન કરેલી અરિહંત પ્રતિમાવાળા, ખળાતા અગુરૂ ધુપના ગાઢા સુગધથી સર્વ પૃથ્વીને સુગ ંધમય બનાવી દેતા અને નાગરીક સ્ત્રીઓએ ઉત્તમ ગીત ગવાતા છતા સંપ્રતિ રાજાના રાજદ્વાર પ્રત્યે આબ્યા. પછી સંપ્રતિ રાજાએ પણ અષ્ટપ્રકારી પૂજાથી શ્રી જિનેશ્વરની પ્રતિમાની પૂજા કરી; શ્રાવકાને વસ્રદાન આપી સાધી વાત્સલ્ય કર્યું. ત્યારપછી તેણે તેજ વખતે સર્વે સામાને ખેલાવી સમ્યક્ત્વ ગ્રહણ રાવી અને એમ આજ્ઞા કરી કે “હું સામતા ! જો તમે મને પેાતાના અધિપતિ માનતા હાતા તમે આ સુવિહિત સાધુઓના ઉપાસક થાઓ. તમને સત્કારમાં આપેલા દ્રવ્યનુ મ્હારે કાંઇ પ્રયેાજન નથી. હે સામતા ! તમે એમ કર્યે છતે મ્હારૂં પ્રિય કરેલું કહેવાશે.” સંપ્રતિ રાજાએ આવી રીતે કહીને સર્વે રાજાને પાત પેાતાના ઘર પ્રત્યે જઇ સ્વામીભક્તિથી સાધુઓની સેવા કરવા લાગ્યા. એટલુંજ નહિ પણ તેઓએ રથયાત્રા અને તીર્થયાત્રા કરાવી. તેમજ તેની પાછળ પુષ્પવૃષ્ટિ અને ચૈત્યપૂજા પણ કરાવી. તેઓએ શ્રાવકના આચાર એવા પાલ્ય કે અંતે તેઓ સાધુના વિહારને યાગ્ય થયા. એકદા સંપ્રતિ રાજા પાછલી રાત્રીએ વિચાર કરવા લાગ્યા. ૮ હું અના દેશમાં સાધુઓને વિહાર કરાવું. ” પછી સવારમાં તેણે પોતાના અનાર્ય દેશમાં રહેનારા માણસોને આજ્ઞા કરી કે “ હું પુરૂષો ! તમે જેવી રીતે મ્હારા કર અહિયાં હ્યા છે તેવા અનાર્ય દેશમાં લેવા માટે હું તમને મોક્લુ છું. ” સંપ્રતિ રાજાના આદેશથી તે પુરૂષા પણ રાજાએ જે પ્રમાણે કહ્યુ, તે પ્રમાણે કરી અનાર્ય દેશમાં જઈ લેાકેાને શિક્ષણ કરવા લાગ્યા. “ તમારે અમુક અમુક બેંતાલીશ દાષરહિત આહાર અને વસ્ત્ર પાત્રાદિ અમને આપવાં અને અમુક શાસ્ત્રના અભ્યાસ કરવા.
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy