SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબુસ્વામી નામના ચરકેવલીની કથા. (૩૨૯) તું મને વહાલે છે તેમ મ્હારૂં કુટુંબ પણ મને વહાલું છે. હવે હારે શું કરવું? તે વિચારથી ભિન્ન ભિન્ન ચિત્તવાળો બની ગયો છું. હારે એક બાજુ વાઘ અને એક બાજુ નદી જેવું થયું છે. હું હિંભાદિ રૂપે કરીને કેવલ સુખને ભજનારો છું. તેથી તું તે હારા કુટુંબ ઉપર અનુકંપા કર, ભાઈ ! હારું કલ્યાણ થાઓ અને તું બીજે ઠેકાણે જા.” પર્વમિત્રે પણ પુરોહિતને આવી રીતે સત્કાર કરીને રજા આપી, તેથી તે તેના ઘરથી ચાલી નિક. દેવ કોપે છતે પુત્ર પણ દેષ આપે છે. ધિક્કાર છે, આવા કમભાગ્યને. પર્વમિત્ર તેને ચોક સૂધી વળાવી પાછો વળ્યો ત્યારે પુરોહિત વિચારવા લાગ્યો. આ દુઃખરૂપ સમુદ્ર તરવો બહુ મુશ્કેલ છે. જેને મેં વારંવાર ઉપકાર કર્યો હતો તેઓએ તો આવો જવાબ આપે. હવે દીન એ હું તેની પાસે જાઉં? ચાલ, હમણાં હું હારા પ્રણામમિત્રની પાસે જાઉં, મને તેની આશા તો નથી પણ હારે તેની સાથે વાતચિત કરવાને પ્રેમ છે ખરે. અથવા હું વિકલ્પ શા માટે કરું? હારે ને તેને કાંઈ મેલાપ તો છે માટે તેને મળું તો ખરે ! શી ખબર પડે કે કેણ કોને ઉપકાર કરનાર થશે.” આ પ્રમાણે વિચાર કરી સેમદત્ત પુરોહિત પ્રણામમિત્રના ઘરે ગયો. પ્રણામ મિત્રે તેને આવતા જોઈ તુરત ઉભા થઈ આદરસત્કાર કર્યો અને પછી તેણે તેને કહ્યું કે “હે બંધ ! તમે ભલે પધાર્યા. તમારી આવી દુર્દશા કેમ થઈ? આપને મહારું શું કામ પડયું ? જે હોય તે કહે, હું આપનું કાર્ય કરું.” યુરેહિતે રાજાનું સર્વ વૃત્તાંત કહીને પછી કહ્યું કે હે મિત્ર! “હારે રાજાની સીમ ત્યજીને જતું રહેવું છે તેમાં તમે મને સહાય કરો.” પ્રણામ મિત્રે મધુર શબ્દથી કહ્યું “હે સખે! હું આપનો અધમ દેવાદાર છું તે હમણાં હે સહાય કરી તેમાંથી મુક્ત થઈશ. તમે જરાપણ ભય રાખશે નહિ, કારણ હું જ્યાં સુધી જીવત ત્યાં સુધી આપનું રક્ષણ કરીશ. તેમજ મહારા પ્રાણ છે ત્યાં સુધી તમારો વાંકે વાળ કરવા કેઈ સમર્થ નથી. પછી પ્રામમિત્રે ધનુષ્ય સજજ કરી ખભા ઉપર બાણનો ભાથો બાંધી લઈ નિ:શંકપણે પુરોહિતને પિતાની આગળ કર્યો. પરેહિત પણે તેની સાથે પિતાના ઈષ્ટ સ્થાનકે જઈ ત્યાં નિઃશંકપણે વૈષયિક સુખ ભોગવવા લાગ્યા. આ કથાનો સાર એ છે કે આ જીવ, સોમદત્ત પુરેહિત સમાન છે, અને આ શરીર, તેના સહમિત્ર રૂપ છે. સંબંધી બાંધવો એ સર્વે પર્વમિત્ર સમાન જાવા ચોક તે સ્મશાન કે જયાં સુધી પર્વમિત્ર રૂપ સંબંધી બાંધવો જીવને વલાવી પાછા લે છે. ફક્ત પ્રણામમિત્ર સમાન સુખકારી અરિહંત ધર્મ છે કે જે નિરંતર ભવોભવમાં બ્રમણ કરતા જીવની સાથે રહે છે. | ( જંબૂકમાર કમલાવતીને કહે છે કે, હે કામિની ! હું આ લોકના સુખ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy