SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ www ( ૧૦ ) શ્રીહરિએડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. તાપસી આ પ્રમાણે કહી ફરી દુર્ગિલા પાસે જઈ અમૃત સમાન મધુર વચનથી કહેવા લાગી. “હે મૃગનયને ! પિતાના સમાન રૂપવંત તે યુવાન પુરૂષની સાથે તું ક્રીડા કર. કારણ તેજ પિતાની યુવાવસ્થાનું સાર ફલ છે. ” તાપસીનાં આવાં વચન સાંભળી જાણે ક્રોધાતુર થએલી હાયની ? એવી દુગિલાએ તે તાપસીને ગળે પકડી ધિક્કાર કરવા પૂર્વક પોતાની અશેકવાડીના પાછલા બારણેથી કાઢી મૂકી. તાપસી પણ લજજાને લીધે પિતાના મુખ ઉપર વસ્ત્ર ઢાંકી તે કામી પુરૂષ પાસે જઈ ખેદ કરતી છતી કહેવા લાગી. “ તેણે પ્રથમની પેઠે હાર તિરસ્કાર કરીને પછી મને ગળે પકડી અશેકવનના પાછલા દ્વારથી કાઢી મૂકી છે.” બુદ્ધિમંત એવા કામી પુરૂષે વિચાર્યું કે “ તે સ્ત્રીએ મને અવાડીમાં થઈને આવવાને સંકેત કર્યો છે. “પછી તેણે તાપસીને કહ્યું. ” હે પૂજે ! તેણીએ તમારે જે તિરસ્કાર રૂ૫ અપરાધ કર્યો છે તે ક્ષમા કરે અને આ વાત તમારે કયાંઈ ન કહેવી.” પછી કૃષ્ણ પંચમીની રાત્રીએ તે યુવાન પુરૂષ અશોકવાડીમાં થઈ પાછલા દ્વાર તરફ ગયે. ત્યાં તેણે માર્ગમાં ઉભેલી દુગિલાને દીઠી. દુગિલાએ પણ દૂરથી આવતા એવા તે પુરૂષને દીઠે. આ વખતે તેમને પરસ્પર પ્રતિબંધરહિત મેલાપ થયે. પરપર નેત્રની પેઠે હાથને લાંબા કરી રોમાંચિત થએલા સર્વ અંગવાળા તે બન્ને જણા સામસામા દયા. જો કે તેઓ પ્રથમથી એક ચિત્તવાળા હતા અને આ વખતે નદી અને સમુદ્રની પેઠે તેઓનાં શરીર એકઠાં થયાં. આલિંગનથી અને પ્રેમયુક્ત પરસ્પર વાર્તાલાપથી તેઓએ ત્યાં એક મુહૂર્તની પેઠે બે પ્રહર ગાલ્યા. પછી સુરત ( કામ ) સુખ રૂપ સમુદ્રમાં મગ્ન થએલા અને પ્રસન્ન ચિત્તવાળા તે બન્ને જણાઓને ત્યાંજ નયન કમલને રાત્રી રૂ૫ નિદ્રા આવી. ' હવે દેવદત્ત ની શરીરની ચિંતાને અર્થે ઉઠી અશોકવાડીમાં ગમે તે તેણે તે બન્ને સૂતેલાં જોયાં તેથી તે વિચાર કરવા લાગ્યા. “ ધિક્કાર છે આ દરાચારિણી પુત્રવધુને, કે જે પર પુરૂષની સાથે ક્રીડા કરી થાકી જવાથી જાર પુરૂષની સાથે ભરનિદ્રામાં સૂતી છે. ” આમ ધારી તે વૃદ્ધ સની “ આ જાર પુરૂષ જ છે એમ નિશ્ચય કરવાને પિતાના ઘર પ્રત્યે ગયો તો તેણે ત્યાં પોતાના પુત્રને એકલો સૂતેલે છે. તેથી તે વિચારવા લાગે કે “ હું ધીમે રહીને તે દુરાચારિણીના પગમાંથી ઝાંઝર કાઢી લઉં કે જેથી મહારે પુત્ર, એ નિશાનીથી હારા કહેવા પ્રમાણે .“ તે વ્યભિચારિણી છે ” એવો વિશ્વાસ પામે. ” પછી દેવદત્ત સનીએ ચોરની પેઠે ધીમેથી તેના પગમાંથી ઝટ ઝાંઝર કાઢી લઈ તેજ માર્ગે થઈ પિતાના ઘરમાં પ્રવેશ કર્યો. દુગિલા પણ ઝાંઝરને કાઢી લેવા માત્રમાં તુરત જાગી ગઈ. કહ્યું છે કે પ્રાય: ભયસહિત સૂતેલા માણસને નિદ્રા થડી હોય છે. પોતાના પગનું ઝાંઝર સસરાએજ કાઢી લીધું છે એમ જાણ ભયથી કંપતી એવી દુગિલાએ જાર પુરૂષને
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy