SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીધન્યકુમા૨ તથા શ્રીપલિભદ્રા નામના મહર્ષિની કથા (ર૭૭) ને લખ્યા નહીં કારણ મહર્ષિઓ કેનાથી લખી શકાય? માતા ભદ્રા તો શાલિભદ્રને, ધન્યકુમારને તથા જિનેશ્વરને વંદના કરવા જવાના ઉત્સાહમાં હતાં તેથી તેમણે પિતાને ત્યાં જ આવેલા તે બને મુનિઓને દીઠા છતાં લખ્યા નહીં પછી ગુપ્તિવંત અને સમતાધારી તેમજ નિરહંકારી તે બન્ને મુનિઓ ક્ષણમાત્ર ઉભા રહી ત્યાંથી બહાર નિકલી દરવાજાથી બહાર નિકલતા હતા એટલામાં શાલિભિદ્રની પૂર્વભવની માતા ધન્યા કે જે દહિં વેચવા માટે નગરમાં આવતી હતી તેણે બન્ને મુનિઓને દીઠા તુરતજ ઝરતા સ્તનવાલી તે માતા પિતાના પૂર્વભવના પુત્રને જેતી છતી અને તેથી જ પોતાના આત્માને ધન્ય માનતી છતી તેણીએ પાસે જઈ તે બન્ને મુનિઓને દહિં વહરાવ્યું, પછી શાલિભદ્ર, પ્રભુ પાસે જઈ વિધિ પ્રમાણે આલોચના લઈ પૂછવા લાગ્યો કે “હે પ્રભે? આપે કહ્યું હતું તે છતાં આજે હારું પારણું માતાને હાથે કેમ ન થયું ?” શાલિભદ્રનાં આવાં વચન સાંભલી શ્રી વિરપ્રભુએ ભદ્ર એવા શાલિભદ્રના પૂર્વ જન્મનું સવિસ્તર ચરિત્ર સભામાં કહી સંભલાવ્યું. પછી તે બન્ને મુનિઓ વિધિ પૂર્વક દહિંનું પારણું કરી સંસારના વિરાગથી શ્રી જિનેશ્વરની રજા લઈ વિભાર પર્વતના શિખર ઉપર ગયા. ત્યાં તે બને મુનિએ પડીલેહણ કરેલી શિલા ઉપર બેસી પાદપિપગમ નામનું અનશન કર્યું હવે અહીં એમ બન્યું કે સરલ મનવાલી ભદ્રા બહુ ભકિતને ધારણ કરતી છતી શ્રી શ્રેણિક રાજાની સાથે શ્રી વીરપ્રભુ પાસે આવીને પૂછવા લાગી કે “હે વિભે? વંદના કરવા એગ્ય ધન્ય અને શાલિભદ્ર એ બને મુનિઓ અમારા ઘરને વિષે અમને સંતેષ પમાડવા માટે કેમ ન આવ્યા?” પ્રભુએ કહ્યું. “તે બને મુનિઓ તમારા ઘરને વિષે આવ્યા હતા પણ અહીં આવવાના ઉત્સાહવંત એવા તમે તે દુર્બલ શરીરવાલા મુનિઓને એલખ્યા નહીં. શાલિભદ્રની પૂર્વ જન્મની માતા ધન્યા ગોવાલણી કે જે દહિં વેચવા માટે ઉતાવલી ઉતાવલી નગરમાં આવતી હતી તેણીએ નગરમાંથી બહાર આવતા એવા તે બન્ને મુનિઓને દહિં વડે પ્રતિલાવ્યા છે. દહિંથી પારણું કરીને તે બન્ને મુનિઓએ મુકિતનગરીમાં જવાના પ્રસ્થાનની પેઠે વૈભાર પર્વત ઉપર જઈ અનશન લીધું છે.” પછી ભદ્રાયે શ્રેણિક રાજા સહિત વૈભાર પર્વત ઉપર જઈ ભૂમિમાં બેઠેલા ખીલાની પેઠે નિશ્ચલ અંગવાલા તે બન્ને મુનિઓને જોયા. મહા સત્વધારી એવાય. પણ તે મુનિઓના બહુ ઉત્કૃષ્ટ કષ્ટને જેઈ સરલ હૃદયવાલી અને દયાલું એવી ભદ્રા બહુ ખેદ પામી. ઝરણાની પેઠે બહુ શેકના આંસુને વરસાવતી ભદ્રા પોતાના રૂદનના શબ્દથી જાણે વૈભાર પર્વતને રેવરાવતી હાયની? એમ રેવા લાગી અને ત્યાં બેઠેલી તે ભદ્રા પોતાના પુત્રના આગળના સુખને વારંવાર સમરણ કરતી તેમજ આવા ઉગ્ર તપને જતી છતી આ પ્રમાણે બહુ વિલાપ કરવા લાગી.
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy