SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેકબુદ્ધ શ્રીકા મુનિનું ચરિત્ર, ( ૧૭ ) એમ શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલી આરાધના કરવા માંડી. તેમાં પ્રથમ ચાર શરણને અંગીકાર કરી પોતાના દુષ્ટ કર્મની નિંદા કરતી એવી તે ચેટકરાજની પુત્રીએ સર્વે અને, સંઘને અને જિનમતને ખમાવ્યા. સાધુ અને શ્રાવકના સુકાની અનુમોદના કરીને તેણીએ સ્વભાવથી સાગારી અનશન અંગીકાર કર્યું. “ જો મ્હારા દેહને પ્રમાદમૃત્યુ થાય તે આજ અવસ્થાને વિષે એક ક્ષણમાત્રમાં આ દેહ, ઉપાધિ અને આહાર પ્રમુખ ત્યજી દઉં છું અને જિનમતના સાર રૂપ, મૃત્યુનું રક્ષણ કરનાર, પાપને દૂર કરનાર અને વિશ્વને નાશ કરનાર એવા પરમેષ્ટી મંત્ર નમસ્કારને શુભ ભાવથી મરણ કરું છું. હવે પછી હારે સુખના સામ્રાજય પદ રૂપ રાયે કરીને સર્ષ અર્થાત તેનું મહારે કાંઈ પ્રજન નથી પરંતુ આ પરમેષ્ઠિ નમસ્કાર, મને એકલીને ત્યજી ન ઘો. ” ( આ પ્રમાણે વિચાર કરીને મનમાં નમસ્કારનું સ્મરણ કરતી એવી તે પદ્માવતી એક દિશા તરફ ચાલી. એવામાં શુદ્ધત્રતવાલી તે મહારાણીએ કેઈ એક મહા ઉગ્રવ્રતવાળા તાપસને દીઠે. પદ્માવતી તેમની પાસે જઈ વંદના કરીને ઉભી રહી એટલે તે તાપસે પૂછયું કે “ હે વત્સ ! કહે, તું કહ્યું? કેની પત્ની અને તેની પુત્રી છે ? ખરેખર આકૃતિએ કરીને તો તું કેાઈ મહેતા ભાગ્યશાલીના ઘરને વિષે ઉત્પન્ન થએલી દેખાય છે. તું નિર્ભયપણે કહે કે હારી આવી અવસ્થા શાથી થઈ મે પણ ઉપશમધારી તાપસ છીએ. ” પછી વિAવાસ પામેલી પદ્માવતીએ, નિર્મલ ધર્મ કાર્ય કરવામાં તત્પર એવા તે તાપસને વિકાર રહિત જાણી તેની આગલ પિતાનું સર્વ વૃતાંત કહ્યું. તાપસે પણ ચેડા મહારાજાની પુત્રીને અમૃતના હેટા કથાર સમાન વચનવડે કરીને સિંચન કરી. તે આ પ્રમાણે “ હે વત્સ ! તું અહિં આવી મહા ચિંતાવડે પોતાના મનને કેમ બહુ દુઃખી કરે છે ? આ સંસાર તો આવી જ રીતે નિરંતર વિપત્તિઓના સ્થાન રૂપજ છે. માણસ, અનિત્યપણાથી એ પિત્તિને જીતવાનું વૃથા મન કરે છે. કારણ કે મનુષ્ય ઉત્પન્ન નહિ થયે તે એ વિપત્તિ પણ ઉત્પન્ન થતી નથી અને ઉત્પન્ન થએલા મનુષ્યને તો એ હણી નાખે છે. વળી કઈ પણ થએલી અથવા થવાની વસ્તુ અર્થથી સત્ય નથી માટે સંપુરૂ એ વર્તમાન યોગ્યથી જ ચાલવું. ” આ પ્રમાણે પ્રતિબોધ આપીને તાપસ, તે સણુને પોતાના આશ્રમમાં લઈ ગયે ત્યાં તેણે પોતે આણેલા ફલવડે કરીને રાણને ભેજન કરાવ્યું, પછી અકૃત્રિમ ઉપકારી એવા તે તાપસે સતીને એકાંત સ્થાનકે લઈ જઈને હર્ષથી આ પ્રમાણે કહ્યું. “અહિંથી હવે હળથી નહિં ખેડાયેલા સાવધ પર્વતે આવે છે. માટે તે મુનિઓથી ઉલંધીને જવાય નહીં. આ દંતપુર નગરને માર્ગ છે. તે નગરમાં દંતચક નામે રાજ છે, માટે ત્યાં જઈ અને પછી કોઈ સંગાથની સાથે ત્યાંથી નિર્ભયપણે પોતાના નગર તરફ જજે” તાપસ આ પ્રમાણે કહીને તુરત પોતાના આશ્રમ પ્રત્યે આવ્યા. પદ્માવતી પણ દંતપુરમાં આવી કે સાધ્વી
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy