SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેક બુદ્ધ કરડ યુનિનું ચરિત્ર (૧૫) ચંદન ઘસવાને વખતે બહુ સ્ત્રીના કંકણેના શબ્દોને સાંભળી તથા એક કંકણના શબ્દને નહિ જાણીને “એકલામાંજ સંસારને કલક્લાટ થતું નથી” એવી ભાવના ભાવતા અને પરીક્ષા કરેલા શ્રી વિદેહ દેશના અધિપતિ નમિરાજાએ દીક્ષા લીધી. એ ૫૯ उप्फल्लवं विगयपल्लवं तह ये दडु चूअतरुं गंधाररायवसहो पडिवन्नो नग्गइमग्गं ।। ६०॥ પ્રથમ પ્રલ્લિત થએલા અને પાછલથી શુષ્ક બની ગએલા આંબાના વૃક્ષને જોઈ ગાંધાર દેશના મહારાજા નગ્નતિએ શ્રીજિનેશ્વર પ્રણિત ચારિત્રધર્મ આદર્યોદવા नयरंम्मि खिइपइठे चउरो विपरूप्परं समुल्लावं ॥ अकरिंसु तत्थओ जरको भत्तीइ चउवयणो ॥ ६१॥ ઉપર કહેલા ચારે રાજર્ષિઓ, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનાં યક્ષમંદિરમાં એકી વખતે આવી પરસ્પર ધર્મવાર્તા કરવા લાગ્યા. તે વખતે ત્યાં યક્ષદેવ ભક્તિથી, તેઓને જેવા માટે ચાર મુખવાલે થયો છે ૬૧ છે पुप्फुत्तराओ चवणं पव्वज्जा तह य तेसि समकालं ॥ पत्तेअबुद्वकेवलि सिद्धिगया एगसमएणं ६२.॥ એ ચારે પ્રત્યેક બુદ્ધ રાજર્ષિઓનું પ્રાણી કલ્પમાં રહેલા પુપત્તર વિમાનથી ચવન, પ્રત્રજ્યા, પ્રત્યેકબુદ્ધપણું, કેવલીપણું અને મોક્ષગમન એ સર્વ એકી વખતે થયું. ૬૨ ચારે પ્રત્યેક બુદ્ધના ભાવાર્થની સ્થા હે ભવ્યજનો ! મેક્ષલક્ષ્મી આપનારા બીજા શ્રી અજિતનાથ જિનેશ્વરને નમસ્કાર કરીને હું પ્રત્યેકબુદ્ધ સાધુઓનું ચરિત્ર કહું છું. તેમાં પ્રથમ સઘલા પાપરૂપ કાદવને ધોઈ નાખવામાં જલસમાન શ્રી કરકંડ મહામુનિનું ચરિત્ર સાંભલો , શ્રી વાસુપૂજ્ય જિનેશ્વરના પાંચ કલ્યાણકોથી નિષ્પાપ અને શત્રુઓથી પણ ન કંપાવી શકાય તેવી ચંપા નગરીને વિષે દધિવાહન નામે રાજા રાજ્ય કરતે હતે. અપ્રતિમ રૂપલક્ષ્મીએ કરીને જાણે સાક્ષાત્ પદ્માવતી દેવી હાયની એવી શ્રી ચેડામહારાજાની પુત્રી પદ્માવતી તેની સ્ત્રી હતી. એકદા ગર્ભ ધારણ કરતી એવી તે રાણીને એ દેહદ ઉત્પન્ન થયો કે “ હું પુરૂષને વેષ પહેરી, રાજા પાસે છત્ર ધારણ કરાવી અને હરિત ઉપર બેસી વનમાં ક્રીડા કરવા જાઉં.” પદ્માવતીને આવે દેહદ ઉત્પન્ન થયો હતો પરંતુ લજા અને વિનયથી દધિવાહન ભૂપતિને કહી શકતી ન હતી તેથી તે બહુ દુર્બલ થઈ. રાજાએ તેનું કારણ પૂછયું એટલે તેણી એ પિતાને સર્વ મને રથ કહ્યો. પછી પ્રસન્ન થએલ રાજા પિતે છત્ર ધારણ કરવા પૂર્વક પુરૂષને વેષ ધારણ કરનારી પ્રિયાને પટ્ટહસ્તિ ઉપર બેસારી વન પ્રત્યે ગયે,
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy