SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ www શ્રીઅભયકુમાર નામના મુનિપુણવની કથા. (૨૩૯) અનશનથી સંલેખના કરી તે અભિચિ આલોચના લીધા વિના મૃત્યુ પામીને અસુરપણે ઉત્પન્ન થશે. ત્યાં તે એક પોપમનું આયુષ્ય પાલી મહા વિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થશે. ત્યાંથી નિરભિમાની એવો તે મોક્ષ પામશે. શ્રી મહાવીર પ્રભુએ વર્ણન કરેલા ઉદાયન રાજાના ચરિત્રને સાંભલી અભયકુમાર, “હે જિનેશ્વર ! હવે હારે રાજ્યનું કાંઈ પ્રયજન નથી. ” એમ કહી તથા પ્રભુને વંદના કરી શ્રેણિક રાજા પાસે આવીને કહેવા લાગ્યો. “ હે તાત ! જે હું રાજા ન હોઉં તો મુનિ થાઉ છું. કારણ કે શ્રી વીર પ્રભુએ તો છેલ્લો રાજર્ષિ ઉદાયન કહ્યો છે. તમારા પુત્રપણાને પામી તથા શ્રી વીર પ્રભુને મલી જે હું સંસારથી ન ભય પામું અર્થાત્ સંસારથી વૈરાગ્ય ન પામું તે પછી હારા વિના બીજો અધમ કો જાણો ? હે તાત ! જો કે હારું નામ અભય છે તે પણ સંસારથી સભય થયે છું માટે મને આજ્ઞા આપો કે જેથી હું વિશ્વના છને અભય આપનારા શ્રી વીર પ્રભુને આશ્રય કરું. હારે પ્રમાણ સુખવાલા રાજ્યથી સર્યું. કારણ જિનેશ્વરેએ સંતોષના સારવાલા સુખને ઉત્તમ કહ્યું છે.” શ્રેણિક રાજાએ બહુ કહ્યું પણ જ્યારે અભયકુમારે રાજ્ય સ્વીકાર્યું નહીં, ત્યારે શ્રેણિકે તેને દીક્ષા લેવાની રજા આપી. પછી અભયકુમારે તૃણની પેઠે રાજ્યસુખ ત્યજી દઈ પ્રભુ પાસે સંતેષસુખના સમુદ્ર રૂપ દીક્ષા લીધી. અભય કુમારે દીક્ષા લીધા પછી શ્રેણિક રાજાની આજ્ઞા લઈ નંદાએ પણ શ્રીવર્તમાન સ્વામી પાસે દીક્ષા લીધી. નંદાએ દીક્ષા લેવાના અવસરે બે દિવ્ય કુંડલ અને બે દુકુલ હલ્લ વિહલ્લને આપી દીધા. પછી સુર અસુરોથી સેવન કરાયેલા શ્રી વિરપ્રભુએ ભવ્યજનેને પ્રતિબંધ કરવા માટે બીજે વિહાર કર્યો. અભયકુમાર, તીવ્ર તપ કરી, દીર્ધકાલ ચારિત્ર પાળી અનુત્તર દેવલોકના વિજય વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. શ્રી વીરપ્રભુના મુખથી ઉદાયન રાજાને છેલ્લો રાજષિ જાણું જેણે પોતાના સંતેષથી જ પિતાએ આપેલું રાજ્ય ત્યજી દીધું, તેમજ જેણે શ્રી જિનેશ્વરની આજ્ઞાથી માતા સહિત નિર્મલ ચારિત્ર પાલી વિજય નામના દેવલોકમાં દેવપદ સ્વીકાર્યું, તે શ્રી અભયકુમાર મુનિને હું હર્ષથી વંદના કરું છું. શ્રીરામના નામના યુનિgવની જયા સંપૂર્ણ रायवरकन्नगाओ, अवगन्निअ अ गहिअपव्वजो ॥ पुत्वभवगहणपुवं, वीरेण थिरीकओ धम्मे ॥ १४२॥ भिखूपडिमा बारस, फासिअ गुणरयणवच्छरं च तवं ॥ पत्तो मेहकुमारो, विजये इक्कारसंगधरो ॥ १४३॥ શ્રી વીરપ્રભુએ પૂર્વભવના કથન પૂર્વક ધર્મને વિષે સ્થીર કરેલો અને તેથી જ ઉત્તમ આઠ રાજકન્યાઓને ત્યજી દઈ દીક્ષા લેનાર મેઘકુમાર, નિશુની બાર પ્રકારની
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy