SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ (રર) શ્રી રષિમંડલવૃત્તિ–ઉત્તરાદ્ધ, પર્યત સંલેખના કરી. છેવટ તે શાંત અને ક્ષમાધારી મુનિ, ઈશારેંદ્ર દેવલેકમાં મહા સમૃદ્ધિવંત સામાનિક દેવ થયા. 'श्री कुरुदत्तसुत नामना मुनिवरनी कथा संपूर्ण. पव्वइओ जो माया-समनिओ वीरपायमूलम्मि ॥ सो अभयकुमारमुणी, पत्तो विजयं वरविमाणं ॥ १३८ ॥ જેણે પિતાની માતા સહિત શ્રી વિરપ્રભુ પાસે દીક્ષા લીધી, તે શ્રીઅભયકુમાર મુનિ વિજય નામના પાંચમા અનુત્તર વિમાનને પામ્યા. ૫ ૧૩૮ છે 'श्री अभयकुमार' नामना मुनिपुंगवनी कथा. *. આ ભરતક્ષેત્રમાં કુશાગ્રપુર નામના નગરને વિષે શત્રુરૂપ હસ્તિને ત્રાસ પમાડવામાં કેશરીસિંહ સમાન પ્રસેનજિત્ નામે રાજા રાજ્ય કરતું હતું. જેના ચિત્તને વિષે જિનમેં સ્થિર નિવાસ કર્યો હતો એવા તે ભૂપતિના નીતિધર્મ લેકમાં અને યશસમૂહે પૃથ્વી ઉપર પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરના શાસનને વિષે અણુવ્રતધારી, કૃતાર્થ અને સમ્યકત્વથી પવિત્ર આત્માવાળે તે રાજા ઉત્તમ શ્રાવકધર્મ પાળતા હતા. બહુ સ્ત્રીઓ છતાં પણ તે રાજાને ઉત્તમ શીલવાળી ધારિણું નામે પટ્ટરાણી હતી. પૃથ્વીનું પાલન કરતા અને ઉગ્ર તેજવાળા તે રાજાને બીજી રાણીઓથી ઉત્પન્ન થએલા બહુ પવિત્ર પુત્રો હતા. ધારિણીએ પણ ઉત્તમ તેજવાળા, વિનયવંત, ન્યાયવંત અને બુદ્ધિવંત એવા શ્રેણિક નામના પુત્રને જન્મ આપે હતે. એકદા પ્રસેનજિત ભૂપતિએ રાજ્યના ગૃપણથી પરીક્ષા કરવા માટે પિતાના સઘળા પુત્રોને એક સ્થાનકે બેસારી તેમને ભેજના માટે ખીરના થાળે આપ્યા. પછી સઘળા પુત્ર ભેજન કરવા લાગ્યા ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા પ્રસેનજિત રાજાએ પહોળા મેઢાવાળા વાઘ સમાન કુતરાઓને છોડી મૂક્યા. કુતરાઓને ઝડપથી આવતા જોઈ બીજા કુમારો ઉઠી ગયા પણ બુદ્ધિના સ્થાનરૂપ શ્રેણિક તે જેમ હિતે તેમનો તેમ બેસી રહ્યો. તે બીજા થાળમાંથી થોડી થોડી થોડી ખીર કુતરાઓને આપી પોતે ભોજન કરવા લાગ્યા. પુત્રના આવા સાહસને જોઈ પ્રસેનજિત રાજા “આ જે તે ઉપાયથી બીજાઓને રેકી પતે રાજ્ય ભગવશે.” એમ ધારી બહુ હર્ષ પામે. વળી જેણે ફરી પરીક્ષા કરવા માટે પુત્રને લાડુ ભરેલા કરંડીયા અને પાણીથી ભરેલા કેરા ઘડા આપીને કહ્યું કે, તમારે આમાંથી લાડુ ખાવા પણ કરંટ ડિયાને ઉઘાડવા તેમજ ભાંગવા નહિ. વળી આ ઘડામાંથી પાણી પીવું પણ ઘડાનાં મેં ઉઘાડવા નહિ તેમ નીચે છીદ્ર પાડવાં નહિ.” શ્રેણિક વિના બીજે કઈ પણ પુત્ર
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy