SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુબાહુકુમારું નામના મહષિીની કથા (૨૦) અર્થને વિષે પ્રમાદ ન કરતાં યત્ન રાખ.” એમ કહીને માતા ધારિણી પિતાને ઘેર ગઈ. પછી સુબાહુકુમારે શ્રી જિનેશ્વર પ્રભુ પાસે જઈને કહ્યું. “હે જિનેશ્વર! જન્મ મૃત્યુ વિગેરેથી ભયંકર એ આ લોક છે. માટે તેને નાશ કરનારી દીક્ષા મને આપે. પ્રભુએ તેને દીક્ષા આપીને કહ્યું, આ દીક્ષા ત્યારે ઉત્કૃષ્ટ રીતે પાળવી. “ આપની આજ્ઞા પ્રમાણે હું ચાલીશ.” એમ કહેતા એવા તે સુબાહુને પ્રભુએ બીજા સ્થવિર સાધુઓ પાસે રાખ્યા. ત્યાં નિર્મલ સંયમવાલા તે સુબાહુ મુનિ અગીયાર અંગ ભણ્યા. માસક્ષમણ, પક્ષક્ષમણ, દશમ, દ્વાદશ, છઠ અને અઠમ ઈત્યાદિ ઉપવાસવડે તે મુનિએ બહુ વર્ષ ચારિત્ર પાલ્યું. છેવટ આચના લઈ, પ્રતિક્રમી અને સંલેખના કરી મૃત્યુ પામેલા તે સુબાહુમુનિ સૌધર્મ દેવલોકને વિષે મહેોટા વૈભવવાલા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં બહુ ભેગે ભેગવી આયુષ્યના ક્ષયથી ચવી તે સુબાહુને જીવ કે ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયે. ત્યાં પણ તે અભૂત ભેગોને ભેગવી અંતે દીક્ષા લઈ સનકુમાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. એવી રીતે પાંચમા, સાતમા અને દશમા દેવલોકમાં તેમજ સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં એક એક મનુષ્ય ભવના અંતરે ઉત્પન્ન થયે. એવી રીતે ચાદ દેવલોકમાં ઉત્પન્ન થયા પછી મહા વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં તે પ્રત્રજ્યા લઈ, કર્મને ખપાવી કેવલી થઈ અને પછી તે સુબાહુને જીવ નિશ્ચલ અને શાશ્વતા સુખવાલા માપદને પામશે. _ 'श्रीसुबाहुकुमार' नामना महर्षिनी कथा संपूर्ण. लोए व अलोए वा, पुनि एमाइ पुच्छिओ वीरो॥ रोहा ! सासयभावाण, नाणपुग्वित्ति अकहिंसु ॥ १३२ ॥ સર્વજ્ઞ શ્રી વીરપ્રભુને સમવસરેલા જાણું મિથ્યાત્વી એવા રેહક નામના કોઈ પુરૂષે પ્રભુ પાસે આવીને પૂછ્યું કે “પ્રથમ લોક ઉત્પન્ન થયો કે અલોક ઉત્પન્ન થયો? પ્રભુએ કહ્યું “હે રેહક ! શાવત ભાવને કઈ પણ અનુક્રમ નથી. અમુક શાશ્વત વસ્તુ પૂર્વની ઉત્પન્ન થએલી છે કે અમુક વસ્તુ પછીથી ઉત્પન્ન થએલી છે એ વિચાર શાશ્વતી વસ્તુ ઉપર હોઈ શકતો નથી. ૧૩૨ છે . संते व असंते वा, लोए इच्चाइ पिंगलगमुणिणा ॥ पुट्ठो निव्यागरणो, वीरसगासम्मि पदइओ ॥ १३३॥ શ્રીવીર પ્રભુએ હકને ઉત્તર આપ્યા પછી ત્યાં બેઠેલા પિંગલક નામના મુનિએ હિકને કહ્યું. “હે રેહક! હું પ્રથમ તને પૂછું છું તેને ઉત્તર આપ. આ લેક સાંત (અંતવાળે) છે કે અનંત (અંતવિનાને) છે? વળી એ લોક સાદિ (આદિ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy