SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુબાહુકમા' નામના મહર્ષિની કથા. ( ૨૦૭) અને સર્વ દુઃખનું કારણ છે, તે પછી તે શરીરને વિષે મહારે શી પ્રીતિ કરવી ? જીર્ણ થએલા ઘર સમાન આ વિનશ્વર સ્વભાવવાળા શરીરને વિષે હારો પ્રતિબંધ નથી માટે હું તે હમણાં જ દીક્ષા લઈશ.” પ્રેમથી પૂર્ણ અંગવાળા માતા પિતાએ ફરી કહ્યું. “ સમાન વયવાળી, તુલ્ય રૂપવાળી, ગુણરૂપ જલના કુવા સમાન તથા ત્યારે વિષે ભક્તિવંત અને વિનિત એવી પાંચસે સ્ત્રીઓ છે. હે પુત્ર! વિલાપ કરતી એવી તે અનાથ સ્ત્રીઓને તું શા માટે ત્યજી દે છે? ” પુત્રે કહ્યું. “હે માતા પિતા ! હારે ભવ ભવને વિષે પ્રેમવાળી બહુ સ્ત્રીઓ થઈ છે. તેણીઓએ મને દુર્ગતિપાતથી બચાવ્યું નથી પરંતુ તેણીઓનાં પ્રેમથી હારે ઉલટું બહુ દુઃખ ભોગવવું પડયું છે. મેં દેવાદિભવને વિષે બહુ ભેગો ભેગવ્યા પણ જેમ નદીઓથી સમુદ્ર તૃપ્તિ ન પામે તેમ હું તે ભેગથી તૃપ્તિ પામ્યો નથી. વળી બીજું એ કે ફક્ત આરંભમાં મધુર પરંતુ પરિણામે અત્યંત વિરસ એવા વિષયો વિષ સમાન છે. તે તેઓને કયે ઉત્તમ બુદ્ધિવાળે માણસ સેવે?” પછી પ્રેમથી વિવલ એવા માતા પિતા કહેવા લાગ્યા. “ હે પુત્ર ! હારા પિતામહાદિ પુરૂષોએ જે સુવર્ણ રત્નાદિ દ્રવ્ય ઉપાર્જન કરેલું છે, તે સાત પેઢી પર્યત દાન આપી શકાય અને ભેગવી શકાય તેટલું છે, માટે તે દ્રવ્યને ભેળવી પછી તું મડાગ્રત ગ્રહણ કર.” સુબાહુએ કહ્યું. “તે દ્રવ્ય મેં આગલા ભવમાં બહ ભેગું કર્યું હતું, તેમાંથી થોડું પણ હારી સાથે આવ્યું નહિ. તેને ભેગવતાં ઉત્પન્ન થએલું પાપ હારી સાથે આવ્યું, જેથી મેં નરકનાં બહુ દુખ ભેગવ્યાં. ધિક્કાર છે મને. કયે ઉત્તમ બુદ્ધિવાળે માણસ આ લેકમાં જ રહેલા, અશાશ્વત અને સર્વ પ્રકારના કલેશના મૂલરૂપ દ્રવ્ય ઉપર મેહ કરે?” ભેગ સુખથી વિમુખ થએલા પુત્રને જાણતાં છતાં માતા પિતાએ સ્નેહથી ફરી વતને વિદ્ધ કરનારા વચનવડે કહ્યું. “હે વત્સ! શ્રી આરિહંતે કહેલું ચારિત્ર માણસને ભુક્તિ તથા મુક્તિ આપનારું છે ખરું, પણ તે રાંક માણસોને બહુ દુષ્કર છે. સાંભળ. હે પુત્ર! જેમ આ લોઢાના ચણા દાંતથી ચાવવા કઠીણ છે; અને અતિ તીક્ષણ ખધારા ઉપર ચાલવું અતિ દુષ્કર છે. તેમ પિતાના વંશમાંજ ધવજ સમાન હારા સરખા કેમલ દેહવાળાને વનાવસ્થામાં ચારિત્ર પાળવું દુષ્કર છે. સાધુઓને બત્રીશ દેષવાળું અશનાદિ ક૫તું નથી. વળી નિક્ષે બાવીશ પરીષહ સહન કરવા તે બહુજ કઠીણ છે. ઉપસર્ગોથી ભય ન પામ જોઈએ. કેશલેચ બહુ દુઃસહ છે. ઈત્યાદિ અનેક કારણથી હમણાં ચારિત્ર લેવું બહુ દુષ્કર છે.” સુબાહુકુમારે કહ્યું “તમે વ્રત પાળવું દુષ્કર કહ્યું, પણ તે તે નપુંસક અને બીકણને જાણવું. ધીર અને સત્વધારીને વ્રત પાળવું જરાપણુ દુષ્કર નથી. માટે હે માતા પિતા ! મને ચારિત્ર લેવાની ઝટ રજા આપો.” જ્યારે માતાપિતા કેઈ પણ રીતે પુત્રને ચારિત્ર લેવાનું બંધ કરાવવા સમર્થ થયા નહીં, ત્યારે તેઓએ પુત્રને ચારિત્ર લેવાની હા કહી. તે પણ તેઓ “હે પુત્ર! તું આ હોટું રાજ્ય એક દિવસ ભગવ.” એમ કહેવા લાગ્યા. આ વખતે પુત્ર માન રહો એટલે સામંત તથા મંત્રીઓ સહિત રાજાએ તે પુત્રને
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy