SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીધન્યકુમાર નામને મુનિપુણવની કથા ' (૧૯૮) बत्तीसयजुवइवई, जो काकंदीपुरीइ पव्वइओ ॥ छठस्स सया पारण-मुझिअमायंबिलं जस्स ॥ १२७ ॥ वीरपसंसिअतवरुव, नवमाससुकयपरिआओ ॥ सो धन्नो सबढे, पत्तो इकारसंगविऊ ॥ १२८ ॥ બત્રીશ સ્ત્રીઓને પતિ છતાં જેણે કાકદી નગરીમાં દીક્ષા લીધી, જે નિરંતર છઠ્ઠના પારણે ફેંકી દેવા જેવા આહારનું આંબિલ કરતો, શ્રીવીર પ્રભુએ જેના તપ રૂપ લક્ષમીની પ્રશંસા કરી અને જેણે નવ માસ પર્યત દીક્ષાપર્યાય પા. તે અગીયાર અંગના ધારક ધન્ય મુનિ, સર્વાથ સિદ્ધ નામના દેવલોકમાં ગયા. ૧૨૭–૧૨૮ * 'श्रीधन्यकुमार' नामना मुनिपुङ्गवनी कथा * જંબુદ્વીપની ભૂમિના આભૂષણ રૂપ ભરતક્ષેત્રમાં હેટા વૈભવવાળી કાકંદી નામે નગરી હતી. જેમ પદ્મદ્રહમાં લક્ષ્મી નિવાસ કરે તેમ તેમાં શ્રેષ્ઠ આકૃતિવાલી, બહ લક્ષમીવાળી અને સતી એવી ભદ્રા નામે શ્રેષ્ઠી પત્ની રહેતી હતી. ભદ્રાને ગુણાએ કરીને ધન્ય એ ધન્ય નામે પુત્ર હતા. માતાએ તેને મોહથી બાલ્યાવસ્થામાં અભ્યાસ કરાવ્યું હતો. પુત્ર વનાવસ્થા પાપે એટલે માતાએ તેના માટે આભૂષણ રૂપ બત્રીશ મહેલો ચણાવ્યા અને પૂર્વના પુણ્યથી મનહર એવા પુત્રને એક દિવસ મેહથી બત્રીશ શ્રેણીપુત્રીઓ પરણાવી. ધન્ય, હસ્તમેલાપ વખતે બત્રીશ સાસરા પાસેથી જુદા જુદા બત્રીશ કોડ સુવર્ણ, મણિ રૂપું ઈત્યાદિ પામ્યો. પછી ધન્ય, બત્રીશ મહેલને વિષે - ત્રીશ સ્ત્રીઓની સાથે દેવતાની પેઠે બહુ ભેગો ભેગવવા લાગે, એકદા સુર, અસુર અને મનુષ્યએ સેવન કરેલા શ્રી મહાવીર પ્રભુ તે કામંદી નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. વનપાલના મુખથી શ્રીવીરપ્રભુનું આગમન સાંભલી હર્ષ પામેલ ધાન્યકુમાર, માટી અદ્ધિથી તેમને વંદના કરવા ગયો. ત્યાં તે જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરી તથા નમસ્કાર કરી ભવ્ય ભાવવા તે ધન્યકુમાર યોગ્ય સ્થાનકે બેઠે. પછી વિશ્વજંતુના હિતેચ્છુ પ્રભુએ તેને સંવેગને ઉત્પન્ન કરનારી ધર્મદેશના આ પ્રમાણે દીધી. ' હે ભવ્યજને ! આષ્યને વાયુના સરખું અસ્થિર, વૈવનને ઝટ નાશ થવાના સ્વભાવવાલું, સંસારની પીડાને ઉત્પન્ન કરનારા સ્વજનના સંગને સ્વમ સરખા ક્ષણભંગુર, લક્ષમીને જલના તરંગે સમાન ચંચલ અને કામસુખને અંતે વિરસ જાણું મેક્ષ સુખને આપનારા ધર્મને વિષે પ્રયત્ન કરો. ” પ્રભુના મુખથી આવી ધર્મ દેશના સાંભલી સંસારથી ઉદ્વેગ પામી વૈરાગ્યવાસિત થએલા ધાન્યકુમારે જિનેશ્વરને કહ્યું. “ દયારસના સમુદ્રરૂપ હે નાથ ! મને સંસારથી નિસ્તાને કારણ હમણું હારે સંસારથી ઉત્પન્ન થએલા સુખનું પ્રયોજન નથી. ” પ્રભુએ કહ્યું,
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy