SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅનાથી નામના નિથ મુનિવરની કથા. ગુપ્તિથી પવિત્ર, વૃક્ષની નીચે બેઠેલા, સુકુમાલ, સુખી અને વિશ્વને આશ્ચર્યકારી રૂપ વાલા તે મુનિને જોઈ શ્રેણિક રાજા મનમાં બહુ આશ્ચર્ય પામે. વલી તે મનમાં વિચાર કરવા લાગ્યો કે આહા ! શું એમનું રૂપ, વર્ણ અને સામ્યતા. ખરેખર એ મહામુનિની ક્ષમા, મુક્તિ અને મહાભાગપણે પણ આશ્ચર્યકારી છે. ” પછી શ્રેણિક રાજા મુનિને પ્રદક્ષિણા કરી તથા તેમના ચરણમાં પ્રણામ કરી આગલ બેસી તેમને પૂછવા લાગ્યા. હે આર્ય ! આપ યુવાવસ્થાવાલા છે, તો આ બેગ ભેગવવાના અવસરે આપે દીક્ષા લીધી. જેથી આપના ચારિત્ર લેવાના કારણને સાંભળવાની હું ઈચછા કરું છું.” મુનિએ કહ્યું. “હે મહારાજ ! હું અનાથ છું. મહારો કઈ પતિ નથી તેમ દયા કરનારો કોઈ પરમ મિત્ર પણ નથી. મેં અનાથપણુથી જ ચારિત્ર લીધું છે. હે પૃથ્વીનાથ ! એજ હારું તપસ્યા લેવાનું ખરું કારણ છે. ” સાધુનાં આવાં વચન સાંભલી શ્રેણિકે હસીને કહ્યું. “ તમે આવા સમૃદ્ધિવંત છે છતાં કેમ તમારે કઈ નાથ ( અધિપતિ ) નથી. હે સાધે આવા વર્ણાદિકે કરીને આપને અનાથપણું યુક્ત નથી. છતા જે આ૫ અનાથ હો તે હું આપને નાથ ( સ્વામી ) થાઉં છું. માટે હવે પછી આપ મિત્ર, જ્ઞાતિ અને ઉત્તમ સ્વરૂપવાલી સ્ત્રી સહિત બની અને પિતાના હિતેચ્છુ થઈ હારા ઘરને વિષે શ્રેષ્ઠ ભેગોને ભેગ. ” શ્રેણિક ભૂપતિએ આ પ્રમાણે કહે છતે મુનિએ કહ્યું. “ હે નરેશ્વર ! તું પણ આત્માવડે કરીને અનાથ છતાં હારે નાથ શી રીતે થઈશ ? ” મુનિએ આવું કહ્યું તેથી પૂર્વે આવું ક્યારે પણ નહિં સાંભળનારા ભૂપતિએ બહુ વિસ્મય પામી ફરીથી મુનિને આ પ્રમાણે કહ્યું. હે મુનીશ્વર ! હારે હસ્તિ, અશ્વ, રથ અને પાયદલ વિગેરે બહુ સેના છે. તેમજ દેવાંગનાઓના રૂપ તથા ગર્વને હરણ કરનારી સ્ત્રીઓ છે. હું નિરંતર ઈચ્છા પ્રમાણે મનુષ્યભવ સંબંધી ભેગેને ભેગવું છું. મ્હારા સર્વે સ્વજનો પણ હારી આજ્ઞા પાલનારા, અશ્વર્યવંત અને નેહયુક્ત છે. આ પ્રમાણે સર્વ પ્રકારના સુખ આપનારી હારી ઉત્કર્ષ સંપત્તિ છતાં તમે મને અનાથ કેમ કહ્યો ? લેકમાં સંત પુરૂષે મૃષાભાષી હોતા નથી માટે આપે પણ આજે કહ્યું તે સત્ય હશે. ” મુનિએ કહ્યું. “ હે ભૂમિપતિ ! તમે નાથ શબ્દનો અર્થ નથી જાણતા માટે નાથ તથા અનાથપણાના અર્થ જે થાય છે, તે સાંભલ. કેશાંબી નામની મહાનગરીમાં ઘણા હસ્તિ, અશ્વ, રથ અને પાયલના સૈન્યવાળો હારે પિતા રાજા હતા. અને પ્રથમ વયમાં બહુ નેત્ર પીડા ઉત્પન્ન થઈ તેમજ સર્વ અંગને વિષે મહાદુઃખ આપનાર દાહવર ઉત્પન્ન થયા. જેમ શરીરના છીદ્રને વિષે તીણ શાસ્ત્ર પેસવાથી બહુ પીડા થાય તેવી જ રીતે મને નેત્ર પીડા થવા લાગી,
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy