SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ 3 શ્રી ધર્મચિ નામના મુનિવરની કથા. ( ૧૪૯ ) તરામાં કરી સાતે નરકે ઉત્પન્ન થઈ. છેવટ અનંત ભવ ભ્રમણ કરી પાપકર્મથી તિર્યંચ ચેાનિમાં ઉપની. ત્યાંથી ચંપાપુરીમાં સાગરદત્ત શ્રેણીની ભદ્રાવતી સ્ત્રીના ઉત્તરથી સુકુમાલિકા નામની પુત્રીપણે જન્મી. યુવાવસ્થા પામી એટલે પિતાએ તેણીને જિનદત્ત શ્રેણીના પુત્ર સાગરની સાથે મ્હાટા આચ્છવથી પરણાવી. સાગર તેણીના દેહના સ્પર્શ અગ્નિના સરખા જાણી નાસી ગયા. પછી પિતાએ તેણીને કાઈ મકને સોંપી. દ્રુમક પણું તે સુકુમાલિકાના અગસ્પર્શીને નહિ સહન કરતા છતા નાસી ગયા. પછી પિતાની આજ્ઞાથી નિરંતર યાચકજનેાને દાન આપતી તે સુમાલિકાએ ઉત્તમ સાધ્વીના સંગથી ઉત્પન્ન થએલા વૈરાગ્યવડે દીક્ષા લીધી. છઠ્ઠું, અઠ્ઠમ અને માસખમણાદિ મહા તપને કરતી એવી તે સુકુમાલિકા સાધ્વીએ, ગુરૂણીએ ના કહ્યા છતાં વનમાં વિધિથી આતાપના કરવા માંડી. એકદા ત્યાં પાંચ પાંચ પુરૂષાથી સેવન કરાતી કાઈ રૂપવતી વેશ્યાને જોઇ સુકુમાલિકા પોતાના મનમાં વિચાર કરવા લાગી. “ મેં પૂર્વ નિર્મલ પુણ્ય કર્યું નથી જેથી મને જરા પણ સુખ મલ્યું નહિ. આ વેશ્યા મહા ભાગસુખ ભાગવે છે. જો મ્હારા આ તપનુ કાંઈ પણ ફૂલ હોય તા મને આવતા ભવમાં આવું ભાગસુખ પ્રાપ્ત થાઓ.” આ પ્રમાણે તે મૂઢ સુકુમાલિકાએ નિયાણું કર્યું. પછી વસ્ત્રાદિ શરીરના ઉપકરણેામાં વારવાર આસક્ત થએલી તે સુકુમાલિકા મૃત્યુ પામીને ઇશાન દેવલાકમાં સાધારણ દેવી થઇ ત્યાંથી ચવીને તે કાંપીલ્યપુરનાં દ્રુપદ રાજાની ઉત્તમ રૂપવાળી ચુલની રાણીના ઉદરથી દ્રપદી નામની પુત્રીપણે ઉત્પન્ન થઇ. તેના વિવાહ કરવા માટે રચેલા સ્વયંવર મંડપમાં પિતાએ અનેક ભૂપતિઓને તેડાવ્યા. તેથી કૃષ્ણાદિ અનેક રાજાઓ ત્યાં આવ્યા. પછી પૂર્વે કરેલા નિયાણાથી ઉદય પામેલા કવશપણાને લીધે તેણીએ પાંડુરાજાના પાંચ પુત્રા વર્યાં. કહ્યું છે કે પૂર્વ કરેલું કર્મ દુર્લબ્ધ છે. પછી પાંડવા પેાતાના નગર પ્રત્યે જઇને તે દ્રોપદીની સાથે પોત પોતાના વારા પ્રમાણે નિરંતર વિષયસુખ ભાગવવા લાગ્યા. એકદા નારદમુનિ દ્રીપદીના ઘરને વિષે આવ્યા પણ દ્વીપદીએ તેમનેા આદરસત્કાર ર્યાં નહિ તેથી નારદ તેણીના ઉપર બહુ ક્રોધ પામ્યા. પછી તેમણે ધાતકી ખંડની અમરક’કા નગરીમાં જઈ પદ્મોતર રાજાની પાસે દ્રોપદીના રૂપ ગુણુનું બહુ વર્ણન કર્યું. ટ્રેપીના રૂપનું શ્રવણ કરવાથી તેણીના ઉપર અનુરાગ ધરતા એવા પક્ષેત્તર ભૂપતિએ દેવતાની આરાધના કરી દ્રાપઢીને ત્યાં પેાતાની પાસે તેડાવી. અહિં ખલે વંત પાંડવાએ દ્રોપદીની સર્વ સ્થાનકે બહુ શેાધ કરી પણ તે ક્યાંઈથી મળી શકી નહી, તેથી તેઓએ પેાતાની માતા કુતાને દ્વારકા નગરી મેાકલ્યાં. કુંતાએ ત્યાં જઈ દ્રૌપદીના હરણની સર્વ વાત કૃષ્ણને કહી. કૃષ્ણે “ હું જ્યાં ત્યાંથી દ્રાપદીને લાવી આપીશ.” એમ કહી કુતાને સતાષ પમાડી તેમની ભક્તિ કરી. '' એકદા કૃષ્ણે પેાતાની સભામાં આવેલા નારદને પૂછ્યું કે “હું નારદ ? તમે
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy