SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAAAAAAAAAAAAA શ્રી જિનપાલિત' નામના મહર્ષિની કથા (૧૪૩) દિવસમાં તેઓ સુખેથી જેટલામાં સેંકડે જન ઉલ્લંઘીને સમુદ્રની મધ્ય ભાગે આવ્યા તેટલામાં મહા ભયંકર વાયુથી તે વહાણ ભાંગી ગયું તેથી સર્વે માણસે અને પાત્રાદિ જલમાં બુડવા લાગ્યા. જિનરક્ષિત અને જિનપાલિતના હાથમાં પૂર્વ ભવના ઉપાર્જન કરેલા પુણ્ય યોગથી એક પાટીઉં આવી ગયું. તેથી તેઓ રત્નદ્વીપને કાંઠે જીવતા નિકળ્યા. તે દ્વીપના વાયુથી સ્વસ્થ થએલા તે બન્ને ભાઈઓ ક્ષુધાતુર થવાથી તત્કાલ ત્યાંના ચગ્ય અને મનોહર ફેલોનું ભક્ષણ કરવા લાગ્યા. પરસ્પર બન્ને ભાઈઓ લાંગલી ફલના તેલથી એક બીજાના શરીરને મર્દન કરી અને વાવડીના જળમાં સ્નાન કરી સ્વસ્થ શરીરવાળા થયા. પછી તેઓ જેટલામાં બીજા કોઈ દેશ પ્રત્યે જવા માટે સુખના હેતુ રૂપ વાત કરતા હતા તેટલામાં હાથમાં ખવાલી રત્નદ્વીપની ભયંકર દેવી પોતાનું સાત તાડ પ્રમાણુ ઉંચુ રૂપ કરી ત્યાં આવી અને દુષ્ટ મનવાળી અસતી તેમ ક્રોધયુક્ત તે દેવી કહેવા લાગી કે “હે માર્કદીના પુત્રો ! જે તમે જીવવાની ઈચ્છા રાખતા હો તે નિર્ભય એવા તમે બન્ને જણાઓ હારી સાથે દિવ્ય એવા અસંખ્ય વિષય સુખ ભોગવે. નહિ તે નિર્બળ એવા તમારા બંનેના મસ્તક તુરત આ ખવડે તોડી નાખીશ.” દેવીનાં આવાં વચન સાંભળી અત્યંત ભયભીત થએલા બન્ને ભાઈઓએ તેણીનું કહેવું કબુલ કર્યું. પછી શાંત ચિત્તવાળી તે દેવી પિતાનું મનોહર રૂપ ધારણ કરી તુરત તે બન્ને ભાઈઓને પોતાના મહેલ ઉપર તેડી ગઈ ત્યાં તે દેવી અશુભ પુદ્ગલોને દૂર કરી તથા શુભ સ્થાનાદિ અવયને ધારણ કરી મરજી પ્રમાણે તે બન્ને પુરૂષોની સાથે હર્ષથી ભેગ ભેગવવા લાગી, અમૃત ફળના સ્વાદથી ઉત્પન્ન થએલા સુખમાં અતિ લંપટ થએલા જિનરક્ષિત અને જિનપાલિત બને ભાઈઓ પણ પોતાના માતા પિતાના સ્નેહને ક્યારે પણ સંભારતા નથી. એકદા લવણ સમુદ્રના અધિછિત સુસ્થિત નામના દેવતાએ ઇંદ્રની આજ્ઞાથી રત્નદ્વીપની દેવીને આ પ્રમાણે કહ્યું: “હે ભદ્રે ! તું હારી આજ્ઞાથી તૃણ, કાષ્ટ, પાંદડાં અને કચરે બહાર કાઢી નાખી લવણ સમુદ્રને એકવીશ વાર શુદ્ધ કર. સ્વામીની આવી આજ્ઞાથી રત્નદ્વીપ દેવી તુરત પોતાના ઘર પ્રત્યે આવીને માર્કદીના પુત્રને કહેવા લાગી. આજે સુસ્થિત નામના દેવતાએ મને આજ્ઞા કરી છે તેથી હું સમુદ્રને શુદ્ધ કરવા જાઉં છું. કારણ સ્વામીની આજ્ઞા ન ઉલ્લંઘી શકાય તેવી હોય છે. હે શુભે! તમે બન્ને જણ કીડા કરતા છતા આ મેહેલને વિષે સુખેથી રહો. તમને અહિં રહેતાં કાંઈપણ દુઃખ થવાનું નથી. જો તમે અહિં રહેતાં ઉદ્વેગ પામે તો પૂર્વ દિશાના ઉદ્યાનમાં તમારે સુખેથી ક્રીડા કરવી. ત્યાં પ્રાવૃત્ અને વર્ષો નામના બે ઋતુ સુખકારી છે. જેથી તેમનાથી ઉત્પન્ન થએલા ફળ પુષ્પાદિ વડે તમારે રમવું
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy