SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગાંગેયનામના મહર્ષિની કથા. (૧૪૧) સુદર્શન શ્રેણીના ગુણોના વખાણ કરતી હતી. તેથી દેવદત્તા ગણિકા, સુદર્શન શ્રેણી ઉપર બહુ અનુરાગ ધરવા લાગી. - હવે અહિં સુદર્શન શ્રેષ્ટીએ વૈરાગ્યથી વ્રત લીધું. અનુક્રમે તે મુનિ, તપ અને વિહાર કરતા કુસુમનગરે ગયા. તે નગરીમાં ગોચરી માટે ફરતા એવા સુદર્શન મુનિને જોઈ પંડિતાએ તે વાત દેવદત્તાને કહી. દેવદત્તાએ દંભથી ભિક્ષાને માટે મુનિને પિતાને ઘેર બોલાવ્યા. એટલામાં સુદર્શન મુનિ તેના ઘરમાં આવ્યા તેટલામાં તેણીએ બારણા બંધ કરી આખો દિવસ તે મહામુનિને ઉપસર્ગ કર્યા, પછી સાંજે વેશ્યાએ ત્યજી દીધેલા તે મુનિ વનમાં ગયા. ત્યાં પણ વ્યંતરી થએલી અભયારાણીએ ક્રોધથી તેમને બહ પ્રકારે પીડા પમાડ્યા. ત્યાં શુભ ધ્યાનથી સુદર્શન મુનિને કેવલ જ્ઞાન ઉપન્યું જેથી દેવતાઓએ વિધિથી તેમને કેવલ મહોચ્છવ કર્યો. આ વખતે સુદર્શન કેવલીએ એવો ધર્મોપદેશ દીધો કે જેથી અભયાદેવી અને તેની ધાવમાતાદિ પ્રતિબોધ પામ્યા. ઉત્તમ પ્રકારે સમરણ કરેલા અને શ્રેષ્ટ દૃષ્ટીવાલા દેવતાઓએ રચેલા અદ્ભુત પોતાના પતિના કેવલ મહેચ્છવને જાણ બહું હર્ષ પામેલી મને રમાએ કાર્યાત્સર્ગ પાર્યો, જેમને શૂલી સુવર્ણનું સિંહાસન થયું અને પ્રહાર હારો થયા, ગૃહસ્થાવસ્થામાં અભયારણુએ કુકલંક આપવાથી પણ જે શુદ્ધ રહ્યા. દીક્ષા વસ્થામાં પણ જેમને અભયારણરૂપ વ્યંતરીએ મહા ઉપસર્ગો કર્યા જ્યાંથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે કેવલ જ્ઞાની સુદર્શન મુનિની અમે હંમેશા સ્તુતી કરીએ છીએ. श्री 'सुदर्शन' नामना मुनिवरनी कथा संपूर्ण जीवाणुववायपवेसणाइ पुच्छित्तु वीरजिणपासे ॥ गिहितु पंचजाम गंगेमो जयउ सिदिगओ ॥ १०६॥ છની ઉત્પત્તિ, ચતુર્ગતિમાં ગમન, ભવસ્થિતિ અને કાયસ્થિતિ ઈત્યાદિ પુછી શ્રી વીર પ્રભુ પાસે પંચ મહાવ્રત ગ્રહણ કરી સિદ્ધિપદ પામનારા ગાંગેય જયવંતા વર્તો. મે ૧૦૬ છે | શ્રીનાથ મુનિની થી. તે વાણિજ નગરમાં શ્રી વર્ધમાન સ્વામી સમવસર્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથના પુત્ર ગાંગેય નામના અણગારે શ્રમણ ભગવંત શ્રી મહાવીરને વંદના તથા નમસ્કાર કરી સર્વે જીવની ઉત્પત્તિ તથા વિગમાદિ પ્રશ્ન પુછયા. શ્રી મહાવીર પ્રભુએ તે પ્રશ્નોના ઉત્તર આપ્યા એટલે ગાંગેયે પાંચ મહાવ્રત રૂપ ધર્મ અંગીકાર કર્યા પછી ધર્મનું આરાધન કરતા તે મેક્ષ પામ્યા. આ ગાંગેયને સંબંધ અહિં સંક્ષેપમાં કહ્યો છે. વિશેષ જાણવાની ઈચ્છા કરનારે શ્રી ભગવતી સૂત્રથી જાણી લે. श्री 'गांगेय' नामना महर्षिनी कथा संपूर्ण
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy