SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુદર્શન” નામના મહર્ષિની કથા (૧૩) મને સેંપ, પછી હું એના બ્રહ્મવતનું દ્રઢપણે જોઈશ.” અભયારાણીના વચનથી સુદશન શ્રેષ્ઠીને લાવવાના વિવિધ પ્રકારના ઉપાયોને શોધતી તે ચતુર ધાવમાતા બહું વાર વિચારવા લાગી. પછી ચોમાસીની રાત્રે રાણીના પુજાના બાનાથી વસ્ત્રથી ઢાંકીને યક્ષની પૂજાની સામગ્રી રથમાં લઈને ગઈ. પાછલ સુદર્શન શ્રેણી એક શૂન્ય ઘરમાં કાયોત્સર્ગ કરીને રહ્યા હતા. એવામાં ધાવમાતાએ આવી તેમને ઉપાડી લઈ અભયારાણીની આગલ મૂકયા. પછી અદ્દભુત વેષ ધારણ કરવાથી દેવાંગનાઓને પણ તિરસ્કાર કરનારી તે વાચાલ અભયા મધુરવચન નથી સુદર્શન શ્રેષ્ઠીને કહેવા લાગી. “વિશ્વના મનુષ્યની મધ્યે દયાવંત એવા હે પ્રાણનાથ ? તમે લોકમાં કામદેવરૂપ ગ્રહથી પીડા પામેલાના દુઃખને જાણે છે છતાં તમે હારી શા માટે ઉપેક્ષા કરો છો? હે સ્વામિન્ ! આપના શરીરના સંગરૂપ અમૃત મેઘજલના સિંચનથી કામવરવડે તમ થઈ રહેલા મહરા અંગને ઝટ શીતલ કરે.” આ પ્રમાણે કામથી આકુલ વ્યાકુલ થએલી અભયારાણીએ બહુ ઉપસેના સમૂહથી તેમને પીડિત ર્યા, તે પણ તે મહાત્મા પોતાના શીલવ્રતથી જરા પણ ચલાયમાન થયા નહીં. પછી વિલક્ષ બનેલી અભયારાણીએ ક્રોધથી પોતાના શરીરને તીણ નખવડે વલૂરી પોકાર કર્યો કે “ આ કેાઈ ધૂત પુરૂષ મને વલગે છે માટે એને ધિક્કાર થાઓ. ” રાણીના આવા શબ્દ સાંભલી પેહેરેદાર પુરૂષે તુરત ત્યાં આવ્યા છે તેમણે સુદર્શન શેઠને દીઠા. પછી વિસ્મય પામેલા રાજ પુરૂષોએ ભૂપતિ પાસે જઈ તે વાત નિવેદન કરી. રાજાના પૂછવા ઉપરથી અભયા રાણીએ કહ્યું- આ દુરાત્મા પુરૂષ કયાંથી અકસ્માત આવી પર પુરૂષનું મુખ નહિં જેનારી એવી મને પિતાની સાથે ક્રીડા કરવાનું કહે છે. હે નાથ! મેં તેને કહ્યું કે અરે દુષ્ટ ! તું અસતી સ્ત્રીઓના જેવી મને જાણે છે ? ક પુરૂષ પોતાના કંઠને વિષે હારની પેઠે સર્પ આરોપણ કરે ? મેં આમ કહ્યા છતાં પણ તેણે હારા ઉપર બલાત્કાર કર્યો તેથી મેં પોકાર કર્યો. “ નરેંદ્ર ! જે આપના મનમાં “એ આ કામ કરે નહીં ” એમ હોય તે તેને પૂછો. ” દધિવાહન ભૂપતિએ સુદર્શન શ્રેષ્ઠીને ખરી વાત જણાવવાનું કહ્યું, પરંતુ દયાથી ભિંજાઈ ગએલા મનવાલા તેમણે રાજાની પાસે કાંઈપણ કહ્યું નહીં. તેથી રાજાએ વિચાર્યું જે “પૂછતાં છતાં પણ કાંઈ ઉત્તર આપતો નથી માટે એ શુદ્ધ હોય તેમ દેખાતું નથી ” એમ ધારી ભૂપતિએ ક્રોધથી પિતાના સેવકને સુદર્શન શ્રેષ્ઠીને વધ કરવાનો આદેશ આપે. પછી રક્ષક પુરૂષો વધ મંડપ તૈયાર કરી સુદર્શન શ્રેષ્ઠીને ગધેડા ઉપર બેસારી નગરમાં ફેરવવા લાગ્યા અને “ નીતીમાન અંતઃપુરમાં મહા અપરાધ કરનારા રૂષભદાસ શ્રેષ્ઠીના પુત્રને રાજા ઘાત કરે છે. ” એવી ઉષણું કરવા લાગ્યા. નગરીના લોકો “આ કાર્ય આ શ્રેષ્ઠીને વિષે ઘટે છે ? ” એમ પોકાર કરતા હતા એવામાં રક્ષક પુરૂષોએ ફેરવવા માંડેલો તે શ્રેષ્ઠી પિતાના ઘર પાસે આવી પહોંચે. મનરમા પોતાના પતિની આવી સ્થિતિ જોઈ વિચાર કરવા લાગી
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy