SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ आगमोपनिषद् અને જો સાધુ માટે જ મકાન કરાવવાનો સુશ્રાવકનો અધિકાર હોય, તો પછી તે મકાનને પ્રવચનમૂળસ્તંભરૂપે કેમ સમજી શકાય ? (ન સમજી શકાય, કારણ કે એવું મકાન તો ચારિત્રનું માલિન્ય કરનાર હોવાથી પ્રવચનપોષક નથી.) એમ અન્ય પણ પ્રવચનના મૂળસ્તંભપણાથી યુક્ત એવા વાક્યોમાં ઘણું વિચારણીય છે. તે અહીં કેટલું લખાય? ૧૦રા चेदेवमेतदुक्तकार्याणां सूत्रेण सह विरोधस्तर्हि तेषां कार्याणां प्रवचनमूलस्तम्भेति सज्ञापि विमर्शनीया ||१०३।। જો આ રીતે એમાં કહેલા કાર્યોનો સૂત્ર સાથે વિરોધ હોય, તો તેમના કાર્યોની પ્રવચનમૂલસ્તંભ' એવી સંજ્ઞા પણ વિચારણીય છે. ૧૦૩ तथा मन्त्राक्षरैः शरीराभिमन्त्रणादेः कार्यस्य सबीजयोग इति या सञ्ज्ञा दत्ता, सापि सूत्रेण समं विरोधिनी, यत एतस्मिन् शास्त्राभासे सबीजयोगं विना साधुः श्राद्धोऽपि च मिथ्यादर्शनीति प्रोच्यते । तच्चेत्तथैव स्यात्तदा कस्मिन् समये प्रकरणे वा प्ररूपितमभविष्यत् । તથા મંત્રાક્ષરોથી શરીરની અભિમંત્રણા વગેરે કાર્યને 'સબીજયોગ' એવી જે સંજ્ઞા આપી છે, તે પણ સૂત્રની સાથે વિરોધ ધરાવે છે. કારણ કે સબીજયોગ વિના સાધુ અને શ્રાવક પણ મિથ્યાદર્શની છે, એમ આ વિવક્ષિત) શાસ્ત્રાભાસમાં કહેવાય છે. તે જો તેવું જ હોય, તો કયાં આગમમાં કે પ્રકરણમાં એ કહ્યું હશે ?
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy