SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તકમાં ટીપ્પણમાં (૧) પાતાહમ : પાટણ તાડપત્રીય હેમચંદ્રસૂરિ ગ્રંથાલય (૨) પાતાસંપાઃ પાટણ તાડપત્રીય સંઘવીના પાડાનો ગ્રંથાલય આ બે જ્ઞાનભંડારોની પ્રત અનુસાર સુધારા જણાવ્યા છે. વાચકવર્ગને ઉપયોગી થઈ પડશે, ત્યારબાદ પૂજ્યશ્રીએ “સિદ્ધદંડિકા' તેમજ “સિદ્ધ પચ્ચવિંશિકા બે ગ્રંથો મોકલી ને જોવા કહ્યું. એ ગ્રંથો જોયા પછી ગ્રંથમાં પાછળ પરિશિષ્ટોમાં મૂક્યા છે. વિશેષ જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવા. સિદ્ધનું સંપૂર્ણ સ્વરૂપ અનેક દ્વારો – પેટા દ્વારો દ્વારા વિસ્તૃત રીતે ગ્રંથમાં સુંદર શૈલીમાં ટાંકેલું છે. ટીકાનું વાંચન અઘરું હોવાથી અનુવાદમાં ફક્ત ભાવાનુવાદ ન કરતાં જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં ભાષાંતર સરળ બને તેમ વિશેષ ઉમેરો પણ કરેલો છે. જેથી વાચક વર્ગને આ ગ્રંથ સરળતાથી સમજાઈ શકે. અનેક પ્રયત્નો પૂર્વક ગ્રંથનું સંપાદન કાર્ય કર્યું છે. તેમ છતાં ઘણી ત્રુટિઓ રહી જવા પામી હશે તો વિદ્વર્ય પૂજ્યો ક્ષતિ તરફ ધ્યાન દોરવાનો પ્રયત્ન કરી કૃપા વરસાવે એવી અભિલાષા છે. ગ્રંથ સર્જન વેળાએ જેમની જ્ઞાનામૃતધારા મારા પર સતત વરસતી રહી છે એવા અમારા સંસારી વતન શ્રીવાતીર્થના મૂળનાયક અમીઝરા પાર્શ્વનાથ પરમાત્માના પાવન ચરણોમાં હૃદય સુમન અર્પણ.... શ્રી ધાનેરા નગરની ધન્યભૂમિ કે જેમાં અનેક રત્નો ઉત્પન્ન થઈ આ શાસનને સમર્પિત થયા છે એના મૂળ શ્રોતરૂપ શાંતિદાયક પરમાત્મા શાંતિનાથ દાદાનો અસીમ ઉપકાર છે. એ પરમાત્માને પણ આ અવસરે કોટિશ નમન, વંદન. જે ભૂમિમાં મારો જન્મ થયો એ પાવનતીર્થ શ્રી નવસારી નગરના મૂળનાયક તેમજ ૧૦૮ પાર્શ્વતીર્થના આદિ એવા સર્વ ચિતાને હરનારા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાને ભાવભીના હૃદયથી વંદના.... પ્રાતઃ સ્મરણીય પૂજ્ય ગુરુ ભગવંતો... કર્મસાહિત્ય નિષ્ણાંત પ.પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. આગમોદ્ધારક પ.પૂ.આ.ભ.શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા.
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy