SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ सिद्धप्राभृत : सटीकः થાય તે ચરમશરીરદ્રવ્ય કર્મભૂમિ ક્ષેત્ર કહેવાય તેમ જે કાળમાં સિદ્ધ થાય તે ચરમશરીર દ્રવ્યકાળ કહેવાય છે. અને એ કાળ તેના માટે ક્ષેત્રની જેમ સકલ કર્મક્ષયના સહકારિ કારણ તરીકે કહેવાય છે. કહ્યું છે – “ઉદય-ક્ષય-ક્ષયોપશમ-ઉપશમો જે કર્મના કહ્યા છે તે દ્રવ્યક્ષેત્ર-કાળ-ભવ અને ભાવને આશ્રયીને કહ્યા છે.” તે કાળ ત્રણ પ્રકારનો છે. અવસર્પિણી - ઉત્સર્પિણી અને નોઅવસર્પિણી - નોઉત્સર્પિણી કાળ - અવસર્પિણી અને ઉત્સર્પિણી વિનાનો મહાવિદેહોમાં નોત્સર્પિણી - અવસર્પિણીરૂપ કાળ જાણવો. સમયક્ષેત્રના બહાર રહેલા આખા રૈલોક્યમાં જેમ કાળ સહકારિ કારણ બનતો નથી તેમ સિદ્ધોનો અકાળ તેમના સહકારિ કારણ તરીકે ઉપયોગી થતો નથી. કહે છે - “તાનો રોuી ૩fqળી સબતો વિ” એટલે બે પ્રકારનો છે ! ભાવાર્થ - અવસર્પિણી અને ઉત્સર્પિણીનો સર્વ સમયરાશિ તદકાળ કહેવાય છે. જે ત્યાં મહાવિદેહ સંબંધી તદકાળ છે ત્યાં તે એકસમય લક્ષણ તત્કાળ દ્રવ્યાર્થતયા સમયક્ષેત્રપ્રમાણ સિદ્ધ થાય છે. કેમ કે લોકપ્રમાણમાં કહ્યું છે - “નીચે, મધ્યમાં અને ઉપરથી આ લોક સ્તબક-ઝાલર-મૃદંગ સંસ્થાનવાળો અધકારનો અદ્ધાક્ષેત્રાકૃતિ જાણવો. ૧” પર્યવાર્થતયા તે સર્વલોકવ્યાપી છે, કારણ કે, જીવો સમયક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે અને મરે છે. અને જીવો સમુદ્યાત અને ઉપપાતથી સર્વ લોકમાં વ્યાપ્ત થાય છે. એટલે સર્વલોકમાં પણ તે કાળથી અનન્ય હોવાથી કાળ તરીકે ગણાય છે. ચિરંતન ટીકાકારે પણ કહ્યું છે - એ રીતે તદકાળ છે જ્યારે ભરત ઐવિત ક્ષેત્રોમાં અવસર્પિણી છે ત્યારે સર્વલોકમાં પણ અવસર્પિણી છે એમ જ ઉત્સર્પિણી પણ જાણવી અને સુષમસુષમાદિ ભેદો પણ જાણવા.” પ્ર. પ્રકૃતમાં તો આ વાત ઉપયોગી નથી તો આ રીતે પ્રરૂપણા કેમ કરો છો ?
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy