SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. wahatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજધાની પટણા અને પંજાબ વચ્ચેના પ્રદેશો ભીષણ પરિસ્થિતિમાં મૂકાયા, શ્રમણ સમુદાયના વિખરાઈ જવાથી આગમોનું પઠન-પાઠન ખુબ જ અવ્યવસ્થિત થયું, જ્ઞાની પુરૂષોમાંથી કેટલાયે સ્વર્ગે પધાર્યા, મુખપાઠની પધ્ધતિ પર એક જબરદસ્ત ધક્કો લાગ્યો પરિસ્થિતિને સુધારવા વીર નિ. સં.-૧૬૦ લગભગમાં પાટલીપુત્ર નગરે (પટના-બિહાર) શ્રી સ્થૂલભદ્ર સ્વામીની અધ્યક્ષતામાં શ્રમણસંઘ એકત્રિત થયો, ગીતાર્થોની સલાહ મુજબ દ્વાદશાંગીની સંકલના વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો, પ્રાયઃ આ પ્રથમ આગમ વાચના થઈ તેનું નામ · શ્રી દ્વાદશાંગશ્રુતસંકલન’ નામે પંકાયાનો ઇતિહાસ મળે છે. દ્વિતીય વાચના :- તેમના પછી જિનકલ્પીના અભ્યાસક આર્ય મહાગિરીજીના ગુરૂ ભ્રાતા પૂ. આ. શ્રી આર્ય સુહસ્તિ સૂરિ પ્રતિબોધિત પ્રભુ શાસનના ચરમ ભક્ત સમ્રાટ સંપ્રતિએ ઉજ્જૈનમાં આર્ય સુહસ્તિ મ. ને વિનંતી કરી તેમના સાનિધ્યમાં વીર નિ. સં. ૨૪૫ થી ૨૮૧ના વર્ષોમાં જિનાગામની સાચવણી સુરક્ષિત રહે તેવા યથાર્થ પ્રયાસો કર્યા, પઠન-પાઠનની વ્યવસ્થામાં આવેલી ખામીને દૂર કરી જેથી આ બીજી વાચનાનું નામ ‘ આગમ સંરક્ષણ વાંચના' દૃષ્ટિ ગોચર થાય છે. તૃતીય વાચના :- મૌર્ય રાજવંશીઓનો સેનાપતિ પુષ્યમિત્રે રાજદ્રોહ કરી રાજા બન્યો ધર્માંધ બનેલા સમ્રાટ સંપ્રતિની શાસન પ્રભાવનાને નામ શેષ કરવા તેણે જૈન શ્રમણો તથા બૌધ્ધ શ્રમણોના શિરચ્છેદ કરાવી કાળો કેર વર્તાવ્યો, સાધુઓ પ્રાણ રક્ષાર્થે કલિંગ દેશ તરફ ચાલ્યા ગયા, કલિંગાધિપતિ મહામેઘવાહન ખારવેલ મહારાજા પરમ જૈન હતાં. આ પ્રમાણે પ્રાણ બચાવવાની વ્યથામાં જિનાલયો તથા, આગમ પઠન-પાઠનની વ્યવસ્થાને જબરદસ્ત હાની થવા પામી, કલિંગ દેશના રાજા ભિક્કુરાય ખારવેલે તેનો પરાજય કરી ફરી જીવંત કરવા પ્રયાસ કર્યો વીરનિ. સં. ૩૦૦ થી ૩૩૦ સુધીના મધ્યાહ્ન કાલમાં મુનિ સમ્મેલનમાં જિનકલ્પિની તુલના કરનાર પૂ.આ. મહાગિરીના શિષ્યોપ્રશિષ્યો આ. બલિસ્સહ સૂ.મ. આ. દેવાચાર્ય, આ. ધર્મસેન વિગેરે ૨૦૦ શ્રમણો, આ. સુસ્થિત સૂરિ વગેરે સ્થવિર કલ્પિ ૩૦૦ શ્રમ, આર્યા પોઈણી વિગેરે ૩૦૦ શ્રમણીઓ, સીવંદ, ચૂર્ણક, સેલગ વગેરે ૭૦૦ શ્રાવકો અને પૂર્ણ મિત્રાહિ ૭૦૦ શ્રાવિકા દ્વારા ત્રીજી ..ન "પ્રા-થની २ संपादक श्री For Private And Personal Use Only
SR No.021027
Book TitleAgam 25 Prakirnaka 02 Atur Pratyakhna Sutra Shwetambar
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagar
PublisherJainand Pustakalay
Publication Year2005
Total Pages19
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_aaturpratyakhyan
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy