SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકીય ચાર વર્ષ પૂર્વે પૂર્વના પૂર્વાચાર્ય -પુણ્યાત્માઓએ પદ્યમાં પ્રરૂપેલા ૪૦૦ થી વધારે પ્રકરણોના ૭૦,૦૦૦ હજાર શ્લોક પ્રમાણ સાહિત્ય શાસ્ત્રસંદેશમાલાના ભાગ ૧ થી ૨૦ રૂપે પ્રકાશિત કરેલ. તે પછી પણ પૂજ્યશ્રીએ આ સમયગાળા દરમ્યાન મળેલ બીજા ૧૩૭ પ્રકરણોના ૧૮,૦૦૦ હજાર શ્લોક પ્રમાણ સાહિત્ય સંકલન કરી આપેલ છે તે આજે ભાગ ૨૧ થી ૨૪ સ્વરૂપે પ્રકાશિત કરીએ છીએ. આ ચાર ભાગમાં ૨૧માં ભાગમાં શતક, કુલક, ભાવના અને ચર્ચાને લગતા ગ્રંથો, ૨૨માં ભાગમાં આચાર, પ્રારંભિક, નામમાલા અને વ્યાકરણના ગ્રંથો, ૨૩માં ભાગમાં કાર્યગ્રન્થિક અને લોકપ્રકાશીય ગ્રંથો અને ૨૪માં ભાગમાં પૂ.આ.શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી કૃત નામમાલાઓના ગ્રંથોનો સમાવેશ કરેલ છે. આ ચાર ભાગની પણ પ્રમાર્જન - શુદ્ધિ પૂર્વની જેમ જ પૂજ્યશ્રીઓએ કરી આપેલ છે તે માટે અમો તેઓશ્રીના આભારી છીએ. નાદુ૨સ્ત તબિયત અને આંખોની નબળાઈ સાથે દ૨૨ોજ ૫ થી ૬ કલાક અધ્યયન કાર્ય ચાલુ રાખી આ ચાર ભાગનું સંપૂર્ણ પરિમાર્જન પંડિતવર્ય શ્રી રતીભાઈ ચીમનલાલ દોશીએ કરી આપેલ છે તે માટે અમો તેઓશ્રીના આભારી છીએ. પૂર્વના ૨૦ ભાગની જેમ આ ચાર ભાગમાં પણ અલગ અલગ સંઘોએ પોતાના જ્ઞાનનિધિમાંથી લાભ લીધેલ છે તેની અમો ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. -શાસ્ત્રસંવેશ For Private And Personal Use Only
SR No.020962
Book TitleShastra Sandeshmala Part 21
Original Sutra AuthorN/A
AuthorVinayrakshitvijay
PublisherShastra Sandesh Mala
Publication Year2009
Total Pages442
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy