SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गोविंद ३ जानां वणीनां ताम्रपत्री (પં. :) તમને જાહેર થાઓ કે મરબડી શહેરમાં વાસ કરીને, આ લોક અને પર લેકમાં મારા અને મારાં માતપિતાના પુણ્ય યશ માટે શકરાજાના સમય પછી ૭૩૦ વર્ષ પછી, વ્યય સંવત્સરમાં, વિશાખની પૂર્ણિમાને દિને ચંદ્રગ્રહણ વખતે નાજિક દેશના વટનગરવિષયમાં અગ્રામ જેની સીમા -- પૂર્વ વડવુર ગામ, દક્ષિણે વારિખેડ ગામ, પશ્ચિમે પદ્ધિતવાડ ગામ અને પુલિજો નદી અને ઉત્તરે પવાનાલ ગામ--- આ સીમાવાળું ગામ, ઉદ્ર સહિત, ઉપરિક સહિત, દંડ અને દશ અપરાધની સત્તા સહિત, તોપાત્ત ચાય સહિત, વેડ કરાવવાના હક્ક સહિત, અન્ન સુર્વણુની આવક સહિત, સૈનિકોના પ્રવેશમુકત, રાજપુરૂની દખલગરિ સિવાય ચંદ્ર, સૂરજ, સાગર, પૃથિી, નદીઓ અને પર્વતો. ના અસ્તિત્વ કાળ સુધી પુત્ર અને વંશજોના ઉપગ માટે. બ્રાહા અને દેવોને કરેલા પૂર્વેનાં દાન વજર્ય કરી, અભ્યન્તરસિદ્ધિના નિયમાનુસાર અને ભૂમિછિદ્રન્યાય પ્રમાણે, આજે નાન કરી, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિના પંચ મહાયજ્ઞની ક્રિયા ચાલુ રાખવા માટે દ્વિવેદી દામંદિરના પુત્ર ચતુર્વેદી દામોદર ભટ્ટને અને વંગિ શહેરના નિવાસી, ત્યાંના ચતુર્વેદી મંડલના, ભારદ્વાજ ગોત્રના, તૈત્તિરીય શાખાના બ્રહ્મચારી વિષ્ણુભટ્ટના પૌત્રોને, મેં પાણીના અર્થ સાથે આપ્યું છે. (૫. ૪) આથી જયારે તે બ્રહ્મદાય પ્રમાણે આ ગામને ઉપભોગ કરે, કરાવે, ખેતી કરે, અથવા બીજાને સોંપે ત્યારે કોઈએ લેશમાત્ર પણ પ્રતિબંધ કરવો નહીં. આ મારા દાનને પોતે દાન કર્યું હોય તેમ ભાવિ પવિત્ર નૃપેએ અમારા વંશના કે અન્ય હોય તેમ, --ભૂમિદાનનું ફલ દાન કરનારને અને તેની રક્ષા કરનાર સર્વેને સામાન્ય છે અને શ્રી વિશ્વત જેવી ચચલ અને અનિત્ય (નાશવંત) અને જીવિત તૃણના અગ્રજલબિંદુ જેવું ચંચલ છે તેમ માની અનુમતિ આપવી અને રક્ષણ કરવું. અજ્ઞાનના ઘનતિમિરથી આવૃત થએલા ચિત્તથી આ દાન જપ્ત કરે અથવા તેમાં અનુમતિ આપે તે પંચમહાપાપ અને અન્ય અ૫ પાપના દેષવાળે થશે. (પ. ૫૪) વેદકર્તા વ્યાસે કહ્યું છે કે –દાન દેનાર સ્વર્ગમાં ૬૮ હજાર વર્ષ વાસ કરે છે પણ તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વસે છે. રામભદ્ર કરી કરી ભાવિ પોને તેની યાચના આમ કરે છે– “નૃપોનાં પુણ્ય કર્મને સેતુ સર્વદા તમારે રક્ષા જોઈએઅને નિર્મલ ચિત્તવાળા અને આત્મલાભના વિચારવાળા અનેએ, શ્રી અને જીવિત કમળપત્ર પરના જલાબિંદુ જેવું ચંચલ માનીને શું અન્ય જનેનો યશ પણ ન રક્ષ જોઈએ ? (૫. ૬૧) દાનપત્રને લેખક વત્સરાજને પુત્ર શ્રી અરૂણાદિત્યઃ દતક-વિરામ. 1 અન્ય લેખમાં આ નામ કહાપુર ઉપર ૫ગલ નામના પર્વતના સરવે નામ તરીકે વપરાયું છે પરંતુ આ લેખમાં તે મળ ધારવામાં આવી શકે નહીં. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy