SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૧૦ દઃ ૨ જાનાં કાવીનાં તામ્રપત્રો ૨. સં. ૩૮૫ કા. સુ. ૧૫ હા ૨ જાનાં ખેડાનાં દાનપત્રોની છે. ડેસનની પ્રતિકૃતિઓમાંની બીજી પ્રતિકૃતિમાં બે પતરાં છે. તે દરેક ૧૦” લાંબુ અને 9 પિહાળું છે. પતરાંના કાંઠા લખાણુના રક્ષણ માટે જાડા અગર વાળેલા હતા કે નહીં તે જાણી શકાતું નથી. પતરાં સુરક્ષિત છે, અને એકંદરે લખાણ સુવાચ્ય છે. લખાણની શુદ્ધિ સંબંધમાં નં. ૧૦૯ ના લેખ ઉપર આપેલી ટીકા લાગુ પડે છે. પતરાંઓ ઉપર બે કડી માટે કાણું છે, પણ પ્રતિકૃતિમાં એક જ કડી ખાય છે. તે લગભગ ” જાડી છે, અને વલભીનાં દાનપત્રોની કડી જેવી બેડોળ છે. કડી ઉપરની મુદ્રા લગભગ ગેળ છે. તેનો વ્યાસ ૧” છે. અને તેના ઉપર નં. ૧૦૯ની મુદ્રા જેવી જ ઉપસેલી આકૃતિ છે. તેની નીચે એ જ “ સામન્ત–ા” લે છે. છેવટ સુધી ભાષા સંરત છે. અને છેક ૩૧ મી પંક્તિ સુધી લેખ નં૦ ૧૦૯ ના લેખને અક્ષરશઃ મળતો આવે છે. લેખ પ્રશાંતરાગના ઉપનામવાળા દર ૨ જાના સમયને છે. તેના ઉપર તિથિ શબ્દ અને અંકમાં લખી છે, તે અવ્યક્ત સંવત ૩૮૫ ના કાર્તિક માસની પૂર્ણિમા છે. ૧૦૯ નં૦ ની માફક આ દાનપત્ર પણ નાંદીપુરિમાંથી આપ્યું છે, અને અક્ષરેશ્વર, પ્રાંત અથવા વિષયમાંના તે જ શિરીષપદ્રક ગામ આપ્યાનું લખ્યું છે. પ્રથમના દાનપત્ર પછી ફક્ત પાંચ વર્ષે આપેલા આ બીજા દાનપત્રને હેતુ જાણી શકાતા નથી. પહેલું દાનપત્ર ૪૦ બ્રાહ્મણને આપ્યું હતું. તેમાંથી ૩ર નાં નામ આ દાનપત્રમાં ફરીથી આપ્યાં છે. આ દાનપત્રમાં નહિ આપેલાં નામે આ છે - કૌડિન્ય ગેત્રના વાટશર્મા અને મહાદેવ (નં૦ ૧૦૯ પંક્તિ ૩૮-૯) ભારદ્વાજ ગોત્રને ઈન્દ્રશમ (તેમાં જ પંક્તિ ૪), ચૌલી શેત્રના ભદ્ર, વાયુશમાં, દ્રાણુસ્વામિ, રૂદ્રાદિત્ય, અને પુર્ણસ્વામિ (તેમાં જ પંક્તિ ૪૧). અને બે નવાં નામ આપ્યાં છે, તે વત્સગોત્રને વાડ (પંક્તિ ક૭) અને ધૂમ્રાયણ અથ ધૌમાયણ ગેત્રને ઈન્દ્રશુર (૫. ૪), આ રીતે પંક્તિ ૪૦ માં લખ્યા મુજબ દાન મેળવનારની સંખ્યા ૩૪ થાય છે. નામો નં. ૧૦૯ની પેઠે ચરણે પ્રમાણે નહીં પણ ગેત્ર પ્રમાણે ગોઠવ્યાં છે, ત્રણ પુરુષેધર, ધાધર, અને બીજે ઈશ્વર–જે નં. ૧૦૯ ની પંક્તિ ૪૦ પ્રમાણે ભરદ્વાજ શેત્રના લખાયા હતા, તે અહિ (પંકિત ૩૮–૯) લાક્ષમણ્ય ગોત્રના હોવાનું જણાવ્યું છે, અને માવિજયકક્ષના—મૂન એ શબ્દ નં ૧૦૯માં પંકિત ૪૨ માં આવે છે તે આ દાનપત્રમાં આવ્યા નથી. બીજી બાબતમાં, આ દાનપત્ર નં- ૧૦૯માં લખેલાં દાનપત્રના જ માણસેને, તેમાં બતાવેલા હેતુ માટે, અને તેમાં બતાવેલી પરિસ્થિતિમાં જ અપાયું હતું. * ઈ. એ. . ૧૭ પા. ૮૮ જે. એફ. ફલીટ ૧ ઈ. એ છે, ૪ . ૧૩ પા. ૮૧ For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy