SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર ઉ# ! સ્વસ્તિ ! નાન્દીપુરી શહેર )માંથી:--- ( ૫ક્તિ ૧ ) વિવિધ વિમલ ગુણસંપથી સકલ દિશાઓના મુખ, રત્નથી સાગર મંડિત કરે છે તેમ મંડિત કરનાર, સાગર તેના આશ્રયમાં આવેલા હોવાથી હજુ પણ પાંખ (પક્ષ) ધારણુ કરતા પર્વતોની રક્ષા કરે છે તેમ તેના આશ્રયી સમસ્ત મહાન નૃપાને રક્ષનાર, સાગરની માફક અવધિ ન ઉલંઘનાર, સ્થિરતાવાળે, ગંભીર, લાવણ્યમય અને મહા સત્વતાને લઈને ગહન માટે (સાગર મહાસ-પ્રાણીઓને લઈને ગહન માટે કઠિણ છે તેમ ) કઠિગ તવા ગજર્જર નૃપતિઓના મહોદધિ જેવા વંશમાં, શ્રીકૃષ્ણના હૃદય ઉપર પહેલી શ્રી લકમી) સાથે જમેલા કૌસ્તુભમણિ માફક વિમલ યશનાં કિરણુથી કલિયુગનાં તિમિર દૂર કરનાર, સત્પક્ષથી વૈનતેયની માફક શત્રુ નાગકુલની સંતતિ જડમૂળથી ઉખડી નાંખનાર : દિનકરના કમળ જેવા ચરણને પ્રણામ કરીને જન્મથી જ સર્વ પાપ દૂર કરનાર સામન્ત શ્રી દદ્દ હસ્તે -- અચલ સદ્દગુણેના સમૂહથી આભૂષિત હેઈ, કેશવાળીથી વિરાજિત સહ જેવા– શરીરવાળે, શત્રુના સંહાર કરેલા ગજાના કુમ્બમાંથી ઝરતા મુકતાલ જેવા વિમલ થશવાળા, પવત પર જુવાન સિંહ પોતાના પ્રભાવ જાળવે છે તેમ તેના રૂપને અનુકૂળ અન્ય નુ તરફ પ્રતાપ જાળવીને તે શંકારહિત ઉભે રહ્યા છે. પ્રતિદિન અને અન્ય સ્પર્ધાથી કલાસમૂહ આદિ ગુણે, તેના વિકમથી પ્રેરિત મદ વિલાસવાળી ગતિવાળી શત્રુન. ગજઘટા અને (તેમની) અમદા તે અતિમલિન કલિયુગરૂપી તિમિરના ચંદ્ર સરખાની પાસે ગયાં, જે ઉત્તમ ગજના ચાલુ રહેતા મદ જેવા દાનપ્રવાહથી ભ્રમરનાં (અરજદારનાં ) જુથને આનન્દ આપતા, જે પિતાના ઉજજવળ યશથી તેના આશ્રિત ન હતા તેમને પણું નમાવતે, જે નિત્ય અખલિત ડગ ભરતે, જેની શોભા અને ગૌરવ તેના ઉત્તમ વંશથી જળવાતાં, જેનાં વાં તેના હસ્તપ્રહારથી શત્રુ નૃપના સંહારથી ઉત્પન્ન થએલા આનન્દથી ઉભાં થતાં, જેને કંઠ (અવાજ) રેવા નદીના ધંધનાં પડતાં પાણીના અવાજ જેવો મધુર છે, તેના ઉપભેગા માટે, ઉન્નત પયોધર પર સૌદર્ય વારણ કરતી લગ્નસુખ દેનાર પત્ની જેવી વિધ્યાદિની નીચે આસપાસની ભૂમિ હતી. સૌમ્યત્વ, વિમલતા, શુભ અને કલામાં શશી સમાન, પણ કલંકમાં શશી સમાન ન હતું, શ્રીનું નિવાસસ્થાન બની, શોભાના મહાયશથી કુલકંટક દૂર કરનાર કમલ આ કાર સમાન, પણ પંકા કાદવ)માં જન્મથી કમલની સમાનતા વગરને હતે; સિહ સમાન બલ, ઉત્સાહ અને વિકમમાં, પખુ કુરતામાં નહીં હરે, સાગર સમાન લાવણ્ય, સ્થિરતા, ગાંભીય, વૈર્ય અને પાલન શક્તિમાં પણ સર્પ જેવા દુષ્ટના આશ્રય સ્થાનમાં સમાન ન હતો; હિમાચલ સમો ઉન્નત કટક(મોટાં શહેરે )થી અને વિદ્વાનના આવાસસ્થાનથી, પણ હિમાચલની આ સપાસના પહાડી પ્રદેશ જેવા પડતી પામેલા યોદ્ધાએથી આવૃત નહીં હોવાથી તેમાં હિમાચલ સમાન તે ન હતે. શેષનાગનાં ગુંચળાં માફક વિમલ કિરણુવાળા અનેક ( સેંકડે ) મણિથી પણ થતા ગૌરવવાળી તેની શ્રી (લક્ષમી ) સકલ જગતને સામાન્ય હતી. તેના કુલને મહિમા તેના શીલથી, તેનું પ્રભુત્વ (તેની ) આજ્ઞાથી, તેનાં શ(નું જ્ઞાન ) (તેના ) શત્રુ નમાવીને, તેને કેપ (તેના) નિગ્રહથી, તેને પ્રસાદ (તેના ) દાનથી, તેની ધામંકતા (તેની) દેવ, દ્વિજ અને ગુરૂ જેનોની પૂજાથી પ્રકાશિત થએલાં હતાં. (પંક્તિ ૧૫) તેને પુત્ર, તપાવેલા ચળકતા સુવર્ણ જેવા શુદ્ધ, વસંતમાં પૂર્ણ ખીલેલી આમ્રઘટા જે, સરોવરનાં કમલમંડલ સરખે, કમલ મંડળનાં ખીલતા સૌંદર્ય જેવ, મહા વિષવાળા નાગના મણિ સરખે અને મણિમાં નિર્મલ સ્વચ્છતા જે, મહાદધિના અમૃત કળશ જે, અને અમૃત કળશના અમરતા દેનાર પ્રભાવ સરખે, ગજના મઢ સમાન, પ્રમદાના ૧ અને સંબંધ પંકિત ૩૧માં “ શ્રી ઃ કાલી સર્વાન ” સાથે લાગુ પડે છે. ૨ જુએ ઈ. એ. જે. ૧૨ ૫. ૧૫૭ ના ૭ For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy