SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં૦ ૧૩૮ મૂલરાજ ૧ લાનાં બાલેરાનાં પતરાં (વિકમ) સંવત ૧૦૫૧ માઘ સુદિ ૧૫ મી. એચ. એચ. પ્રવ અને મુન્શી દેવીપ્રસાદે આ પતરાંની નૈધ લીધેલી છે. જોધપુર ટેટના સાંચોર ડિસ્ટ્રિકટમાં બાલેરાના બ્રાહ્મણ દેવરામના કબજામાં આ પતરાં છે. મી. ડી. આર. ભાંડારકરે મને આપેલી છાપ ઉપરથી હું તે પ્રસિદ્ધ કરું છું. ૭૪૫” નાં માપનાં બે પતરાં છે અને દરેક એક જ બાજુએ કેતરાએલું છે. તેમાં એકંદરે ૨૧ પંક્તિ લખેલી છે. તેમાંની ૧૦ પંક્તિઓ પહેલા, અને ૧૧ પંક્તિઓ બીજા પતરા ઉપર છે. તથા પતરાં સુરક્ષિત સ્થિતિમાં છે. તેને એક કડી વડે સાથે જોડેલાં છે. મી. ભાંડાર કરને આ પતરાં મળ્યાં ત્યારે આ કડી ભાંગી ગયેલી હતી. તેના ઉપર મુદ્રા નહતી. - ચૌલુની અણહિલવાડ શાખાના સ્થાપનાર મહારાજાધિરાજ મૂલરાજ ૧ લાને આ લેખ છે. મૂળરાજના બીજા બે લેખો પણ જાણમાં છે. જૂનામાં જૂનો લેખ જેના ઉપર ઈ. સ. ૯૭૪ ના ઓગસ્ટની તા. ૨૪ ને વાર તેમને મળતી વિક્રમ-સંવત ૧૦૩૦ ના ભાદ્રપદ શુકલ પક્ષ ૫ ની તિથિ લખેલી છે. તેની નૈધ મી. ધ્રુવે લીધેલી છે. બીજો લેખ, ઈ. સ. ૯૮૭ ના જાન્યુઆરીની તા. ૨ વાર રવિને મળતી વિકમ સંવત ૧૦૪૩ ના માઘ વદિ ૧૫ ની તિથિને કડીના છે. આપણે લેખ મુલરાજને છેલલામાં છેલ્લો છે. અને તેના ઉપર, ઈ. સ. ૯૯૫ ના જાન્યુઆરીની તા. ૧૯ મી ને વાર શનિ, જે દિવસે હિન્દુસ્તાનમાં ચંદ્રગ્રહણ દેખાયું હતું તેને લગતી સંવત ૧૦૫૧ ના માઘ શુકલ પક્ષ ૧૫ મી તિથિના ચંદ્રગ્રહણની તારીખ છે. આમાંના કેદી પણ લેખમાંથી આપણને મલરાજ વિષે બહુ જાણવા જેવી હકીકત મળતી નથી. કડીનાં પતરાં ઉપરથી જણાય છે કે, તે ચૌલુકને વંશજ, તથા મહારાજાધિરાજ રાજીને પુત્ર હતું, અને તેણે પોતાના બાહુબળ વડે સારસ્વત મંડલ જિર્યું હતું. ગુજરાતના વૃત્તાન્તમાં રાજી કનૌજમાં કલ્યાકટકને રાજા હવાનું લખ્યું છે, તથા તેના વિશે કેટલીક વાતે પણ આપી છે. પરંતુ આ વાતનું પ્રમાણુ લેખમાં મળતું નથી. મુલરાજના વંશના બીજા લેખમાંથી તેના વિષે મળી આવતી હકીકત પણ જજ છે. તેને “ચૌલુકય વંશનાં કમળ- સરોવરને પ્રકૃલિત કરતે સૂર્ય” કહ્યો છે. ( જુઓ જયંતસિંહ, ભીમદેવ, અને ત્રિભુવનપાલનાં કડીનાં પતરાં). આ દાનપત્રનો હેતુ, કાન્યકુંજમાંથી દેશાંતર કરી આવેલા, દુર્લભાચાર્યના પુત્ર દીર્ધાચાર્યને એક ચંદ્રગ્રહણને દિવસે આપેલું દાન નેધવાને છે. તેને લેખક કાયસ્થ કાચન છે. તેણે કડીનાં સંવત ૧૦૪૩ નાં પતરાં પણ લખ્યાં છે. અને તેને પુત્ર વટેશ્વર ભીમદેવનાં સંવત્ ૧૦૮૬ નાં કડીનાં પતરાંને લેખક છે." દૂતક મહત્તમ શિવરાજ છે. દાનમાં સત્યપુર–મંડલમાં વરણુક નામનું ગામ આપ્યું હતું. તેની સીમા–પૂર્વે ધણાર ગામ, દક્ષિણે ગુંડાઉક ગામ, પશ્ચિમે વેઢા અને ઉત્તરે મેત્રવાલ. સત્યપુર એ જોધપુર ટેટનું હાલનું સાચર છે. મુન્શી દેવીપ્રસાદ કહે છે કે, જ્યાંથી પતરાં મળ્યાં છે તે હાલનાં બાલેરા ગામનું ( ઈંડીયન એટલાસ, શીટ ૨૧ એન. ડયુ; હા° ૩૨ લે°, ૨૪° ૪૩ લેઃ) સ્થળ વરણુક છે. તેના આ મતને આધાર હું જાણતું નથી અને વરણુક માટે પૂર્વ દિશામાં ઘણે દૂર, ૭૨૩” લે. અને ૨૪°૪૯” લે. માં જ્યાં ગાંડી ગામ છે, અને જે ગુંડાઉઝને મળતું આવે છે, ત્યાં આપણે શોધ કરવી જોઈએ એમ વધારે સંભવિત લાગે છે. ગેડની ઉત્તરે મિરપુર ગામ છે. તે મેત્રવાલનું પાછળથી થયેલું રૂપ હોય, જ્યારે વાયવ્ય કોણમાં આવેલું બેડાણ વેઢા હેય, અને ઈશાન કેણુનું દંવારા ધણુર હોય, એ સંભવિત છે. આ દાન અણહિલપાટક એટલે અણહિલવાડમાંથી આપ્યું હતું. ૧ એ. ઈ. વ. ૧૦, પા. ૭૬ પ્રો. સ્ટેનકેન ૨ વિએના જર્નલ વિ. ૫ પા, ૩૦૦ ૩ ઈ. એ. વ. ૬ ૫, ૧૯૬ વિગેરે ૪ ઈ. એ. વ. ૬ ૫.૧૯૨ ૫ ઈ, એ. વ. ૬ પા. ૧૯૪ For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy