SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख અપાએલાં જાદાં જુદાં ગામ તેમ જ વિલસનના લેખે નં. ૧૬ ઈ. સ. ૧૨૦૮-૯ નામાં તેમ જ નં. ૪ ઈસ. ૧૨૭–૩૧ નામાં જે વર્ણન મળે છે તે ઉપરથી તે ગુજરાત તેમજ આબુ પ્રદેશ માં લાંબા વખ્ત સુધી સર્વોપરી સત્તા ભગવતે હતું એમ પૂરવાર થાય છે. બીજી તરફથી લવણુપ્રસાદ અને વીરધવલને મહારાજા અને મહારાજાધિરાજ લખ્યા છે. લવણુપ્રસાદ સ્વતંત્ર થયાની તારીખ વસ્તુપાલના ગિરનારના લેખમાંથી મળે છે, કારણ કે તે વિ. સં. ૧૨૭૬ પછી પિતાની સીલ વાપરતા હતા. તેઓએ ધોળકા ધંધુકા ઉપરાંત ખંભાત, લાટ અને ગેધરા ચાલુકો પાસેથી બચાવી લીધાં, એમ સોમેશ્વર લખે છે. કાઠિયાવાડ ત્યાંના સ્થાનિક સુબાના હાથમાં ગયું અને પ્રબધકેશમાં વઢવાણના રાજા વીરધવલ સાથે લડતા વર્ણવે છે. ગુજરાતના બધા ગ્રંથકારે ભીમદેવથી ચાલુકયવંશ સમાપ્ત થયાનું માને છે. લેખ . ૧૦ માં ત્રિભુવનપાલને વિ. સં. ૧૨૯૯ માં રાજ્ય કરતે વર્ણવ્યો છે. પણ તેના ટૂંકા સમયને લીધે તેને રાજા તરીકે ગણે લાગતું નથી. મેરૂતુંગે પણ વિચારશ્રેણીમાં લખ્યું છે કે વિરધવલને દીકરો વીસલદેવ વિ. સ. ૧૩૦૦માં ચાલુયની વાઘેલા શાખાને પહેલે રાજા થયો. વસલદેવ વાઘેલાના ઈતિહાસ સંબંધી રાજશેખર અને હર્ષગણિ લખે છે કે વરધવલ વિ. સ. ૧૨૯૫-૯૬ માં ગુજરી ગયે. તેને બે દીકરા હતા વીરમદેવ અને વીસલદેવ. મોટાએ એક વાણીયા ઉપર જુલમ કરીને પિતાના પિતાની તેમજ મંત્રી વસ્તુપાલની ઈતરાજી બારી હતી તેથી તેને વીરમગ્રામ( વીરમગામ)માં કાઢી મૂક હતા. પિતાના બાપની ગંભીર માંદગીની ખબર પડવાથી તે ધેલકા રાજ્ય લેવા આવ્યા; પણ વસ્તુપાલ બહુ જોરદાર હોવાથી વીસલદેવને ગાદીએ બેસાર્યો અને વીરમને ગામમાંથી નાસી જવાની ફરજ પાડી. તેણે બંડ ઉઠાવ્યું અને હાર્યો તેથી પિતાના સસરા જાબાલિના રાજા ઉદયસિંહની મદદ માગી, પણ વસ્તુપાલે તેને દગલબાજીથી મરાવી નાંખે. વસલદેવે નાગડ નામના બ્રાહ્મણને મહામંત્રી નીમ્યો અને બન્ને ભાઈએ( વસ્તુપાલ તેજ પાલ )ને નીચેની પદવી આપી. તેઓને બહુ અપમાન સહન કરવું પડયું. સોમેશ્વરે તેને બચાવી લીધું હતું. થોડા સમય પછી રાજાના મામા સિંહે વસ્તુપાલના ગુરૂ યતિને માર્યો, તેથી વસ્તુપાલે તેના રજપૂત નેકર મારતા તેને હાથ કપાવી નાંખે. આથી જેડવાઓએ મંત્રીને સહકુટુંબ મારી નાંખવાને ઠરાવ કર્યો. સેમેશ્વરે ફરી સમાધાન કરાવ્યું. દેવગિરિના યાદવ રાજા સિઘણે વિરધવલ ઉપર ચઢાઈ કરી હતી (કીર્તિકૌમુદી સ. ૪). માલવાને પૂર્ણમલ પણ ચડી આવ્યા હતા. મેદપાટ(મેવાડ)ના રાજાને પણ સોલંકીના દુશમન તરીકે વર્ણવ્યો છે. કર્ણાટના રાજા એટલે કે ઘણું કરીને પ્રારસમુદ્રના બદલાલ યાદવની દીકરીના સ્વયંવરમાં ફત્તેહમંદ થયે હતું, એમ પણ લેખમાં વર્ણન છે. મેરૂતુંગ અનુસાર વીસલદેવે વિ. સં. ૧૩૧૮ સુધી રાજ્ય કર્યું અને તેની પછી નીચેના રાજાઓએ રાજ્ય કર્યું. અર્જુનદેવ ... વિ. સં. ૧૩૧૮–૧૩૩૧= ઈ. સ. ૧૨૬૧-૬૨ થી ૧૨૭૪-૭૫ સારંગદેવ ... ૧૩ ૪ ૧-૧૩૫૩= ક. ૧૨૭૪-૭૫, ૧૫૯૬-૯૭ કર્ણ ઘેલો .. , ૧૩૩-૧૩૬ = , ૧૨૯૬-૯૭, ૧૩૦૩-૪ અર્જુનદેવને સોમનાથ પાટણને ઈ. સ. ૧૨૬૪-૬૫ નો અને કચ્છને વિ. સ. ૧૩૨૮= ૧ર૭૧-૭૨ લેખ મળેલા છે અને સારંગદેવને આબુ ઉપરના વસ્તુપાલને ઈ. સ. ૧૨૯૪ ને લેખ મળેલ છે તેથી મેરૂતુંગની તારીખનું સમર્થન થાય છે. ઈ. સ. ૧૩૦૪ માં ગુજરાત મુસલમાના હાથમાં ગયું, એ નિર્વિવાદ છે. ૧ એસીટિક રીસચાંઝ વિ. ૧૬ ૫. ર૯-૩૦૧ ૨ મેદ મેડ એટલે કે મે મુલક. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy