SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५२ गुजरातना ऐतिहासिक लेख ભાષાતર છેસુષ્ટિની રચનાની પૂર્ણતાથી પ્રસન્ન થએલા આત્માવાળા બુદ્દાનાં—સરસ્વતિને આનન્દદાથી મધુર સામ ગીતે વિજયી છે ! ( ૫ ૧) તારા ચક્ર જેવા કમળથી આવૃત ગગનસરવરના પઢિનીના રાજહંસમાંથી, ત્રિભુવનમાં મહારાજ મદનના ઉજજવળ ત છત્રમાંથી લાવણ્યમાં પદધિ સમાન, યુતિમાં રૂપાના ગિરિ સમાન, દિગ્વધુનાં કુડલમાંથી, ઇન્દુમાંથી, ત્રિભુવન કમળના આવાસ સ્થાન હોવાના યશ સંપન્ન કુળ ઉદ્ભવ્યું. (પં. ૪) તે કુળમાંથી પૃથ્વી પર સાગર સમાન, ધતિના કુળગૃહ સમાન, મહિમાના ધામ સમાન, વૈર્ય, અતિ અભ્યદય, અને ચાતુર્યના કીડાસ્થાન સમાન, આશ્રય માટે આવેલાં સર્વ પ્રાણીઓનું રક્ષણ કરી યશ પ્રાપ્ત કરનાર યદુવંશ ઉત્પન્ન થયે. (પ. ૫) યદુવંશના નિર્મળ નભમાં શત્રુમંડળને નમાવનાર ઈન્દુ સમાન કળાવાળે, સર્વ મનેર વિસ્તારવાળા અને મહાન યશથી પૂર્ણ કરનાર દન્તિદુર્ગપ પ્રગટ - (પ. ૭) પછી સૂર્ય મેરૂના શિખરે ચઢે છે તેમ ઉદય પામી અને શ્રી અને વીર સિંહાસન પર આવી, સૂર્ય તિમિર દૂર કરે છે, તેમ ચૌલુક્યના બળવાન વંશનું તમિર દૂર કરી અને સૂર્ય ગિરિનાં શિખરે પર કિરણે મૂકે છે તેમ હૈની અટ્ટ આજ્ઞા) નૃપાના શિરપર મૂકી તે નૃપના પિતૃક શ્રીકૃષ્ણનૃપે અખિલ જગમાં તેની મહાન વૃતિ પ્રસારી. (પં. ૮) તેનાથી ગોવિંદ નૃપ જન્ય હતું. તેનું શત્રુઓને બાળવાથી થએલા ધુમ્રનું ચિન્હ ઈન્દુ બિબના શિલા તળ પરની પ્રશરિત હોય તેમ દેખાય છે. ( . ૧૦) તેને અનુજ, નિરૂપમના અપર નામવાળા, ભૂમિ રક્ષામાં વીર મતિવાળે, અરિગણને દૂર કરનાર અને જેની મુદ્રાથી જલધિ પણ ઉચિત નામથી સમુદ્ર કહેવાય તે, ઈદ્ધતેજસ નૃપ હતે. (પં. 11 ) તે પછી જગતુંગ જ . તેના શત્રુને તેમની પાસેથી સકળ મંડળ હરી લીધાથી યૌવન વીતી ગએલી વનિતાના સ્તન માફક (નરમ અને શક્તિહિન ) થઈ ગયા. (પ. ૧૨) અને તેનાથી અતુલ બલવાન, જેનાથી અસમાન ચૌલુ અને આસ્થૂખ આદિથી ઉત્પન્ન થએલ રતિનિગ્રડ કોપથી વિંગવલ્લીમાં પ્રસન્ન થયું હતું અને જેને શુદ્ધ યશ, વિરિચિન ઇંડાની અંદર, બહાર કે ઉપરના તળ પર સમાસ સ્થાન ન મળવાથી પૃથ્વીના ઉંડા સાગરમાં મૂક્યું હતું તે અમોઘવર્ષ જન્મ્યા હતા. (૫. ૧૫) તેનાથી અકાલવર્ષ નૃ૫ જન્મ્યા હતા. તેના પરાક્રમથી ભયભીત થઈ તેના શત્રુ એએ ઢાલ અને તરવારને સદ્ય ત્યાગ કર્યો. (૫. ૧૬ ) સહસ્ત્રાર્જુનના વંશનું ભૂષણ, કક્કલની પુત્રી તેની રાણી થઈ અને તેનાથી જગતુંગ જન્મ્યા હતા. સાગર સમે ગંભીર અને રનના નિધિ, અને પ્રતિપક્ષથી નૃપનું રક્ષણ કરવા સમર્થ (જેમ સાગર પર્વતને શત્રુઓથી રક્ષે છે તેમ) કેકક્કલના પુત્ર રણવિગ્રહના સાગર માંથી લક્ષમી નામે પુત્રી, સાગરમાંથી લહમીદેવી પ્રકટી તેમ, જન્મી હતી. તે સમાન શત્રુ વિનાના, ભીમસેન અને અર્જુનના યશની પ્રાપ્તિથી અલંકારિત, તે નૃપની પત્ની થઈ (પં. ૧૯) જગજીંગ જે ઉદયગિરિ સમાન હતે. તેમાંથી ઉદય પામતે લક્ષમીને પુત્ર વિજયી સૂર્ય સમાન નૃપ જ હતું. તેને આત્મા તેજવી હતા અને તેના વજ સમાન કરથી, ઈન્દ્ર પર્વતના પક્ષછેદન માટે વા ફેકે તેમ સદાચારમ થી ચલિત થએલા સર્વ નૃપના For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy