SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ માત્ર વર્તમાનદર્શીઓના ભાગે ખેદ... હૈયામાં શાસન વણાઈ ગયું, એટલે શાસનના આધારે એટલે કે શાસને કહેલ શુભ અશુભ આલંબનો અને શુભ-અશુભ યોગોના આધારે પોતાને સુખ-દુઃખ, એવી સમજ રહે ને શક્ય અશુભને ટાળવાની તથા શક્ય શુભને આદરવાની કાળજી તથા પ્રયત્ન રહે. હૈયે સંસાર વણાયેલને પૈસાની નોટો દેખે, મેવા મિઠાઈનો થાળ દેખે એટલે આંખ નાચે છે, હૈયું ખીલે છે. તેમ હૈયે શાસન વણાયેલને ભગવાન, ભગવાનનો ધર્મ, ગુરુ ને મંદિર, તીર્થ, શાસ્ત્રો તથા ધર્મની સાધનાઓ દેખે એટલે હૈયાને આનંદ થાય. એની સામે સંસારની બાબતો દેખે, ત્યાં હૈયાને એ પરદેશી માલ જેવું લાગે. કન્યા પરણીને પિયર છોડી સાસરે જાય, ત્યારે એના હૈયામાં સાસરું ને પતિ તથા સાસરિયા કેવા વણાઈ જાય છે ? બસ, હૈયામાં સંસાર પડતો મૂકી શાસન વણાઈ જાય, એટલે શાસનની જ વાતોનો વિચાર રહ્યા કરે. એમ હૈયામાં શાસન સ્પેશ્યું હોય એટલે ? હૈયાને જૈનશાસન જ સારભૂત લાગે. (૧) જૈનશાસનના કાયદા-કાનુન જ સારભૂત લાગે. ( ૨ ) જૈનશાસનના તત્ત્વો સર્વજ્ઞકથિત જીવ અજીવ વગેરે નવ તત્ત્વ જ સારભૂત લાગે. (૩) જૈનશાસને કહેલો મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર જ સારભૂત લાગે. (૪) જૈનશાસને કહેલા દાન-શીલ-તપભાવનારૂપ ધર્મ જ સારભૂત લાગે. (૫) જૈનશાસનમાં કહેલા દેવાધિદેવ વીતરાગ સર્વજ્ઞ અરિહંત પરમાત્મા અને ગુરુ સંયમી સાધુ જ સારભૂત લાગે. આ જ બધું સારભૂત તારણહાર લાગે, એટલે એની સામે મિથ્યા દેવ-ગુરુ- ધર્મ, દુન્યવી કુટુંબસગાવહાલા, પૈસા ટકા, માલ-મિલ્કત, જાતની 81 હોશિયારી, માન સન્માન વગેરે બધું અસાર તુચ્છ અને મારણહાર લાગે. એ લાગે ત્યાં વેદ્યસંવેદ્યપદ હોય, એટલે પરિણતિ સમ્યક્ કહેવાય, સત્ પરિણામ કહેવાય, અને એવી પરિણતિવાળાનો બોધ યથાર્થબોધકહેવાય. બાકી અનેઘસંવેદ્યપદવાળાની પરિણતિ અસત્ એટલે જ એનો બોધ અયથાર્થ યાને વિપરીત હોય. એવા એ બિચારા સાચા હિતઅહિતને જોવામાટે અંધ હોય છે ‘આ મારું હિત છે’ ‘આ મારું અહિત છે’, એવો વિવેક વહેંચણ એને હોય નહિ જનમથી અંધને ‘આ અજવાળું, પેલું અંધારું,' એવો વિવેક કરવાની તાકાત ક્યાંથી હોય ? વિપર્યાસવાળો હિતાહિત જોવામાં અંધ. એટલે હિતને અહિત માને, અહિતને હિત માને. દા.ત. ઈતર ધર્મવાળાએ શૌચને પહેલો ધર્મ માન્યો, તે ક્યાં સુધી કે સર્વસંગત્યાગી સાધુ મહારાજને પણ એ કહેવા તૈયાર કે તમે સ્નાન નથી કરતા, તેથી તમારામાં પાયાનો પહેલો શૌચ ધર્મ જ નથી. તેથી તમારી પાસે ધર્મ નથી. પરંતુ એમને ખબર નથી. કે ‘સ્નાનં મદદર્પકર’ સ્નાન એ મદ અને કામોન્માદ પેદા કરનાર છે ‘સ્નાનં કામાંગવર્ધનમ્’ સ્નાન એકામના અંગની વૃદ્ધિ કરનાર છે. બ્રહ્મચારીને ‘વિભૂસા ઇત્થીસંસગ્ગો સિણાણું સોભવજ્જણ’ સૂત્રથી સ્નાનનો ત્યાગ કહ્યો છે. વળી પાણીના ટીપેટીપે અસંખ્ય જીવો, એ સ્નાનમાં મરે એનીય ખબર નથી. આમ આત્માને અહિતકર એવા સ્નાનને હિતકર માને છે. આ કોણ કરાવે છે? મતિનો વિપર્યાસ, હિતાહિતનો વિવેક નથી. સ્નાન ત્યાગમાં અસંખ્ય જીવોને અભયદાન છે, એ આત્મહિતકર છે, એને અહિતકર માનવું છે, એમાં વિવેક ક્યાં રહ્યો ? માત્ર વર્તમાનદર્શીઓના ભાગે ખેદ અવેઘસંવેઘપદવાળાની આંતરિક આત્મ
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy