SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવજ્રનું ભેદન કરનાર જ્ઞેયવસ્તુમાત્રના નિત્ય-અનિત્યઅંશ, સત્અસત્ અંશવગેરેને માન્ય કરાય, તો જ જ્ઞાનથી વસ્તુને સમગ્રપણે જાણી કહેવાય. જ્ઞાન સમગ્ર વસ્તુપર વ્યાપ્યું એટલે કે જ્ઞાનની સમગ્રજ્ઞેયપર વ્યાપ્તિ થઇ. એક અંશ જ માનનારના જ્ઞાનની સમગ્ર શેયપર વ્યાપ્તિ ન થઈ. વસ્તુમાત્ર અનંતધર્માત્મક છે. આ કેવી રીતે? એ સમજવામાટે એ જુઓ, કે જગતની એકેક વસ્તુ જગતની અનંત વસ્તુઓમાંથી પ્રત્યેક વસ્તુથી ભિન્ન ભિન્ન છે. આ હિસાબે પ્રસ્તુત કોઇ એક વસ્તુમાં જગતની પ્રત્યેકવસ્તુથી ભિન્નતા આવી. ભિન્નતાઓ કેટલી ? તો કહેવું પડે, કે અનંત વસ્તુઓના હિસાબે અનંતી ભિન્નતાઓ આવી, ને વસ્તુમાં આ તત્તÉિત્રતા એ વસ્તુનો ધર્મ છે, તો જ વસ્તુ ભિન્નતાવાળી કહેવાય. આ પ્ર. – ઠીક છે ભિન્નતા વસ્તુનો ધર્મ બની, પણ વસ્તુ તદાત્મક – તધર્માત્મક ક્યાં બની ? જો એ નહિ, તો વસ્તુ અનંતધર્મવાળી હો, પણ અનંતધર્માત્મક કેમ કહેવાય ? . - વસ્તુસાથે વસ્તુના ધર્મનો કોઇક સંબંધ તો જોઇએ ને ? તો જ ધર્મ વસ્તુનો ગણાય. હવે આ સંબંધઅંગે ઇતર દર્શનો ભૂલા પડે છે. કોઇક ભેઠસંબંધ દા.ત. સંયોગ-સમવાય વગેરે માને છે, ત્યારે બીજાઓ અભેદ(તાદાત્મ્ય ) સંબંધ માને છે, ને એમાં સામસામા તર્કથી એક બીજાના મતનું ખંડન કરે છે, એથી જ બંને એકાન્ત મત અને એકાન્ત ભેઠ તથા એકાન્ત અભેદ ખોટા ઠરે છે. ત્યારે જૈનદર્શન ભેઠાભેઠ સંબંધ માને છે, એ સાચો સંબંધ છે. એ સંબંધથી ધર્મ એ ધર્મી વસ્તુથી ભિન્ન પણ છે, અને અભિન્ન પણ છે. આમ વસ્તુ જ્યારે અનંતધર્માત્મક સિદ્ધ થાય છે, ત્યારે એ માનનારનું જ્ઞાન અનંત ભિન્નતા ધર્મપર અને જેના જેનાથી એ ભિન્નતા છે, એના પર 39 પહોંચ્યું. અલબત્ આ વિશેષરૂપે અર્થાત્ તત્ તદ્ વ્યક્તિરૂપે જ્ઞાન નહિ, પરંતુ સામાન્યરૂપે અર્થાત્ વસ્તુસામાન્યરૂપે શ્રદ્ઘાત્મક જ્ઞાન થયું. આમ સૂક્ષ્મબોધ જ્ઞેયમાત્રપર વ્યાપ્યું. સર્વજ્ઞવચનની શ્રદ્ધાથી આ બને છે. બીજી રીતે જોઇએ, તો સર્વજ્ઞના શાસનમાં સકલ વિશ્વનું જે જ્ઞાન મળે, તે અલ્પજ્ઞાનીના દર્શનમાંથી ન મળે. આ હિસાબે પણ સૂક્ષ્મબોધ એ વિશ્વના સમગ્ર જ્ઞેયપદાર્થપર વ્યાપીને રહેલું છે. ત્યારે પ્રશ્ન થાય, – તો શું સૂક્ષ્મબોધવાળો સર્વજ્ઞ બની પ્ર. ગયો હોય છે ? ઉ. – અલબત્ સર્વજ્ઞ વિશ્વને વિશેષરૂપે જુએ છે, જાણે છે, એવું આ સૂક્ષ્મબોધવાળો નથી જાણતો, પરંતુ સામાન્યરૂપે એ જરૂર સમગ્રવિશ્વને જાણે છે. કેમકે એની સર્વજ્ઞ ભગવાનપર ને સર્વજ્ઞનાં વચનપર સર્વેસર્વા શ્રદ્ધા છે, એટલે સર્વજ્ઞવચને કહેલા વિશ્વના સમગ્ર જ્ઞેયની એને શ્રદ્ધા છે. આમ શ્રદ્ધાત્મબોધ સમસ્તજ્ઞેયને આવરી લે છે, સમસ્ત જ્ઞેયપર વ્યાપેલું હોય છે. જેને સર્વજ્ઞ નથી મળ્યા એટલે એમનાં વચન અને સૂક્ષ્મબોધ નથી મળ્યા, એ બિચારાને આવી શ્રદ્ધા ક્યાંથી હોય ? = કર્મવાનું ભેદન કરનાર ( ૨ ) ચોથી દીપ્રા યોગદષ્ટિ સુધી આ શ્રદ્ધાઆ સૂક્ષ્મબોધ નથી થતો, એનું કારણ એ છે કે યોગની પહેલી ચાર દષ્ટિમાં ‘ગ્રંથિભેદ’ થયો નથી હોતો . ‘ગ્રંથિભેદ’ની સમજ પૂર્વે આપેલી છે, તે રાગદ્વેષની વાંસની ગાંઠ જેવી નિબિડ ગાંઠરૂપ હોય છે, જે સર્વજ્ઞ-વચનની શ્રદ્ધા જ ન થવા દે. એવી અતિ દુર્ભેદ્ય ગાંઠને ચરમ યથાપ્રવૃત્તિકરણ પછી તીવ્ર વીર્યોલ્લાસથી અપૂર્વકરણના શુભ અધ્યવસાય કરવામાં આવે તો ભેદી શકાય છે. પહેલી ચાર દષ્ટિમાં રહેલામાં એવું અપૂર્વકરણ કરવાનું સામર્થ્ય નથી હોતું. એટલે ગ્રન્થિભેદ થયા વિના સૂક્ષ્મબોધ
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy