SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ - | ણી ક્ષમા એ ય ' જ કહે :” સાયટીકરાચી વાઈ પરમાંક.. -પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી જયસુંદર વિ.ગણિ મ. યોગદષ્ટિસમુચ્ચય' ગ્રન્થ જૈન સાહિત્યજગતનું એક ઉજ્જવળ નક્ષત્ર છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજે પોતાની પૂર્વાવસ્થામાં અનેક વેદિક-બીદ્ધ ગ્રન્થોનો ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. છતાં પણ એમની બુદ્ધિને જોઇએ એવી તૃપ્તિ થઇ ન હતી. જેન મુનિ બન્યા પછી જ્યારે એમણે જૈન દર્શનના સ્યાદ્વાદ-અનેકાન્તવાદ-ન-નિક્ષેપ-સપ્તભંગી વગેરે સિદ્ધાન્તોનું તલસ્પર્શી અધ્યયન કર્યું, ત્યારે તેઓનો અન્તરાત્મા પોકાર કરી ઊઠ્યો“હા અણાહા કહ્યું હુંતા જઈ ન હુંતો જિણાગમો”. અનેકાન્ત જયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ધૂર્વાખ્યાન વગેરે તેમની જબરજસ્ત બુદ્ધિપ્રતિભાના સાક્ષિરૂપ ગ્રન્થો આજે હયાત છે, તે જોઈને તો આપણે પણ પોકારી ઊઠીએ કે ‘હા અણાહા કહે હુંતા જઇન હુંતો હરિભદો.” જેનશાસનમાં સ્યાદ્વાદ-અનેકાન્તવાદથી વધીને બીજો કોઇ મોટો સિદ્ધાન્ત નથી. અનેકાન્તવાદ-સિદ્ધાન્તનું કાસળ કાઢી નાખનારી કોઇપણ માન્યતા - ગમે એટલી શાસ્ત્રીય લાગતી હોય, પણ આખરે એ શાસ્ત્રના નામે બનાવટ શિવાય બીજુ કંઇ નથી. સર્વજ્ઞ કે વિશિષ્ટ સાતિશયજ્ઞાનીની ગેરહાજરીમાં કોઇ એવો દાવોન કરી શકે કે “મને બધું આવડે છે. એટલે જ બુધ પુરષોએ “બાલા અપિ હિત ગ્રાહ્ય” આવા સુભાષિતો આપ્યા. જેનશાસને તો એનાથી આગળ વધીને કહ્યું કે “જેનું પણ વચન યુકિતગર્ભિત હોય તો એ ગ્રાહ્ય છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજે પણ આ - જિનવચનનો અનુવાદ કરતાં એ જ કહ્યું કે “યુકિતમ વચનં યસ્ય તસ્ય કાર્યઃ પરિગ્રહઃ યુકિતમ વચન એટલે જ અનેકાન્તવાદથી ઘટી શકે એવું વચન. આસ્યાદ્વાદ-અનેકાન્તવાદથી ગર્ભિતજિનવચનનો તલસ્પર્શી અભ્યાસ કરતાં પૂ. હરિભદ્રસાર મહારાજને લાગ્યું કે જેમ જેનશાસનમાં અનેક રીતે યોગ તત્ત્વનું વિશદ વિવેચન ઉપલબ્ધ થાય છે, તેમ જેનશાસનરૂપી મૂળ સ્રોતમાંથી હાલ તદ્દન વિખૂટી પડેલી જૈનેતર સમ્પ્રદાયોની ધારામાં પણ ચોગતત્ત્વનું કિંચિનિરૂપણ ઉપલબ્ધ થાય છે, જેમાં પાતંજલ યોગપ્રધાન ગ્રન્થ છે. જેનશાસનની સાંકળથી વિખૂટી પડેલી આ કડીનું પુનઃ જો અનેકાન્તવાદના આશ્રય દ્વારા એની મૂળ સાંકળ સાથે અનુસંધાન કરવામાં આવે તો જેનેતર વિદ્વાનોને પણ વિશિષ્ટ હિતકર તત્ત્વજ્ઞાનનો લાભ મળે. આવા કોઇક પવિત્ર આશયથી પૂ. હરિભદ્રસૂરિ મહારાજે પાતંજલયોગ વગેરે ગ્રન્થના વિષયમાળખાને પ્રતિબિમ્બિત કરતો, જેનશાસનની વિશિષ્ટ અનોખી શૈલીનું દિગ્દર્શન કરાવતો આ ચોગદષ્ટિ સમુચ્ચય' ગ્રન્થ રચ્યો છે.
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy