SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધિયમ યોગમાર્ગે ચઢાવી શકે છે. ચઢેલા યોગીઓને આ સિદ્ધયોગીઓ યથાશીઘ્ર સ્થિરતાયોગ અને સિદ્ધયોગતરફ પહોચાડી આપે છે. અને આ સિદ્ધયોગીના સાંનિધ્યને કારણે જ યોગમાર્ગે આગળ વધવા ઇચ્છનાર વિશેષ પ્રયત્ન વિના સરળતાથી ઝડપથી આગળ વધી જાય છે, કેમકે એની પાસે ગુરુની સાધનાનું બળ છે. શ્રીપાળચરિત્રમાં વાત આવે છે કે એક યોગી મહિનાઓથી યોગસાધના કરવા છતાં સિદ્ધિ પામી શક્યો ન હોતો. તે શ્રીપાળરાજાના સાંનિધ્યમાત્રથી તરત જ સરળતાથી યોગસિદ્ધિ પામી ગયો. કારણ કે શ્રીપાળ રાજાએ નવપદની સાધના સિદ્ધ કરી હતી. અને શ્રીપાળરાજાને પણ નવપદની સાધના શીઘ્ર સિદ્ધ થવા પાછળ શ્રી મુનિચંદ્રસૂરિ ગુરુમહારાજની નિશ્રા– સાધનાનું બળકારણભૂત હતું. આથી જ અહિંસાઆદિ યમો કે યોગસાધનાઓ આપણી અપેક્ષાએ ઊંચી ભૂમિકા પામેલા – અને તે અપેક્ષાએ ક ંચિત્ સિદ્ધ થયેલા ગુરુભગવંતોની નિશ્રા અત્યંત આવશ્યક રહે છે. આનિશ્રા પણ સિદ્ધયોગી ગુરુભગવંતોની ઇષ્ટ છે, બીજા ત્રીજાની નહીં, કારણ કે ખરેખર સિદ્ધયોગી તો શુદ્ધઅંતરાત્મા ધરાવતી વ્યક્તિ જ બની શકે છે. જે સ્વાર્થી છે, જેની બીજો પોતાનાથી આગળનવધી જાય, એવી હીનમનોવૃત્તિ છે, જેનું મન ભૌતિક લાલસાઓથી ખરડાયેલું છે, જેથી યમાદિપાલનના ફળરૂપે કો’ક ભૌતિક અપેક્ષા વાળો છે, અથવા જે પોતાની સિદ્ધિ કે પોતાની અનુભૂતિને હાટડી ખોલી પૈસાઆદિ દ્વારા વેચવા નીકળ્યો છે, જેને આ યોગવગેરે આપવાના બદલામાં કશુંક મેળવી લેવાની ગણત્રી છે. તે બધા શુદ્ધ અંતરાત્મદશાવાળા નથી. મલિનાશયી છે. પોતાની મહત્તા જાતે ગાનારા કે અનુયાયીઓદ્વારા ગવડાવનારા, પોતાનો જે-જે કાર કરાવવાની 317 ઇચ્છાવાળા, પોતાનો વિરોધ કરનારનું અહિત થઇ જશે, તેવું ધમકીરૂપ નિવેદન કરનારા પણ શુદ્ધ અંતરાત્મદશા પામેલા નથી. એવાઓ પછી પોતાની ખરી ખોટી સિદ્ધિની વાતો ચગાવતા હોય છે. ચહેરાને યોગીના ચહેરા જેવો આકાર આપીને, વાણીમાં સૌમ્યતાની સાકર ઉમેરીને, વ્યવહારમાં ક્ષમાઆદિ ભાવો બતાવીને ઘણી વખત તેઓ ભોળાવર્ગને ફસાવતા હોય છે. એકવાર મહાન યોગીનુંનામ પડી ગયા પછી, કો'ક ભોળો ભક્ત એમના સાંનિધ્યમાં આવે, ત્યારે આ યોગી પોતાનો હાથ એના માથે મુકે. પેલો ભગત આનંઠની સમાધિમાં ઉતરી પડે, ને માને કે અહો ! આ સિદ્ધયોગીના પ્રભાવે મને આવી અનુભૂતિ સહજ પ્રાપ્ત થઇ. ત્યારે હકીકત એ હોય છે કે એ ભગત એ યોગીને ઘણી ઊંચી ક્ક્ષાના માની અત્યંત અહોભાવ ધરાવતો હોય છે. એ યોગી આગળ પોતાની જાતને સાવ વામણી માનતો હોય છે. તેવી માનસિક સ્થિતિમાં જ્યારે પેલો યોગી એને હાથથી સ્પર્શે છે, ત્યારે મનોમન પોતાને અત્યંત ભાગ્યશાળી માનવા માંડે છે. નહીં કલ્પેલું મળ્યાનો આનંદ મનમાં ઊભરાય છે. અને આ માનસિક વલણથી ઉદ્ભવતા આનંદમાં એ પેલા યોગીની મહત્તા સમજે છે. અલબત્ત, મિથ્યાયોગીના સંગમાં પણ પોતાની મનોકલ્પનાથી જીવ આવો આંતરિક આનંદ અનુભવી શકે છે, તો ખરા યોગીના સંગમાં તો એ ખરેખર કેવા વિશિષ્ટ આનંદમસ્તીમાં મગ્ન બની શકે ? પણ ખરેખર સિદ્ધયોગીઓ તો શુદ્ધ અંતરઆત્મદશાને પામેલા, સ્ફટિક શા નિર્મળ, હોય છે. એમને યોગનો વિનિયોગ કરી કશું મેળવવાની તમન્ના નથી, નામ કમાવાની પણ ઇચ્છા નથી, પોતાનો આશ્રિત પોતાનાથી આગળ વધી જાય એનો ડર નહીં, પણ આનંદ જ હોય છે. અને ખરેખર
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy