SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ 276 સમાધિ જેવી ઉત્તમોત્તમ અધ્યાત્મભૂમિકા પ્રત્યેની પણ આસંગઠશાથી મુક્ત થવાશે. આાયમુક્ત સાત્મીભૂત પ્રવૃત્તિ વળી, આ આઠમી દૃષ્ટિમાં સાત્મીભૂત પ્રવૃત્તિ હોય છે. ચંદન અને તેની સુવાસ જેમ એકમેકીભાવને પામી ગયા છે. ચંદનના કણકણમાં સુવાસ વ્યાપેલી છે. આ સુવાસથી ચંદનને અલગ કરી શકાતું નથી. તેથી જ રંધો ચંદનને છોલી નાંખે, તો એટલા પણ ચંદનસાથેના સંપર્કથી રંધો સુવાસિત થઇ જાય છે. આ જ રીતે આ દૃષ્ટિને પામેલાની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અખંડ એકાત્મતા અનુભવતી પ્રવૃત્તિ સહજરૂપે થાય છે. આત્માના પ્રદેશે પ્રદેશે વણાઇ ગયેલી આ પ્રવૃત્તિ કરવાની રહેતી નથી, થઇ જાય છે. આપણે ક્ષમા કરવાની છે, એમની ક્ષમા થઇ જાય છે, આપણે સમતા રાખવાની છે, એમની સમતા રખાઇ જાય છે. જેમ ક્રોધથી અત્યંત ભાવિત થયેલો માણસ કહેતો હોય છે કે ‘મારે ક્રોધ ન હોતો કરવો, પણ શું કરું ? થઇ ગયો ?’ એમ આ દૃષ્ટિમાં રહેલા જીવની ભૂમિકા એવી હોય છે, ‘ક્ષમા રાખવી પડતી નથી, રખાઇ જ જાય છે !’ એટલી બધી ઊંચી અવસ્થા હોય છે કે કૃત્રિમ ક્રોધ વગેરે પણ ઊઠતા નથી. તેથી જ તીર્થંકરો મુમુક્ષુને દીક્ષા આપે, પણ ગ્રહણાદિ શિક્ષામાટે પોતાની પાસે ન રાખતા છદ્મસ્થ સ્થવિર સાધુઓને સોપે. ક્ષમા, સમતા, શ્રદ્ધા આદિની સતત પ્રવૃત્તિ, સતત ભાવના, સતત ધારણા, સતત ધ્યાન, આ બધાથી એ પ્રવૃત્તિઓ જીવ સાથે એકમેક થઇ જાય છે. અને કમાલની વાત તો એ છે કે આવી પ્રવૃત્તિ પણ તેવી પ્રવૃત્તિઅંગેના કોઇ પણ આશયથી ઉત્તીર્ણ થયેલી હોય છે, એટલે કે એવી પ્રવૃત્તિ થાય, ત્યારે પણ એ પ્રવૃત્તિ કરવાનો કોઇ આશય યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ હોતો નથી. કેમકે આશય ચિત્તમાં જાગે. આશયપૂર્વકની પ્રવૃત્તિ પ્રયોજન સિદ્ધ કરવામાટે હોય છે. ત્યાં પ્રયોજન સિદ્ધ કરવા જેટલી પણ ઇચ્છારાગાત્મકતા રહે છે. જ્યારે આ દૃષ્ટિમાં એવી ઇચ્છા- આસંગઠશાથી પૂર્ણ મુક્તિ છે. આમ એવી ઇચ્છા-ઇચ્છાવાળું ચિત્ત જ રહેતું ન હોવાથી એવો આશય પણ રહેતો નથી. निराचारपदो ह्यस्यामतिचारविवर्जितः । આરૂઢારોળામાવતિવત્ત્વમ્ય ચેષ્ટિતમ્।।૧૭। निराचारपदो हि - एव अस्यां दृष्टौ योगी भवति, પ્રતિમાઘમાવાત્, અતિચારવિવનિતસ્તત્રિવન્યનામાવેના આરૂઢોદળામાવતિવસ્વસ્થ-યોનિનશ્ચેષ્ટિત મવતિ, આવાનેયાંમાવાટ્ નિરાચારપત્ ત્યર્થઃ ॥૧૬॥ ગાથાર્થ આદષ્ટિમાં યોગી નિરાચારપઠવાળો હોય છે અને અતિચારથી રહિત હોય છે. આરૂઢઆરોહણાભાવગતિની જેમ એની ચેષ્ટા હોય છે. ટીકાર્ય • આ દૃષ્ટિમાં યોગી પ્રતિક્રમણવગેરે ન હોવાથી નિરાચારપદને પામ્યો છે. વળી અતિચાર લાગવાના કારણો રહ્યા ન હોવાથી અતિચારથી રહિત છે. વળી, જેમ પર્વતપર ચઢી ગયેલાને હવે ચડવાની ગતિ રહેતી નથી, તેમ આ યોગીની ચેષ્ટા સમજવાની છે. કેમકે આચારોદ્વારા જીતવાયોગ્ય કર્મો જ હવે રહ્યા ન હોવાથી આ નિરાચારપદ - નિરાચારસ્થાન છે. આચાર-અતિચારનો અભાવ વિવેચન : : આ દૃષ્ટિમાં યોગી નિરાચાર પદવાળો હોય છે. અર્થાત્ એને કોઇ આચાર આચરવાનો હોતો નથી. પ્રતિક્રમણવગેરે કરવાના હોતા નથી. પ્રતિક્રમણાદિ આચારો જીવમાંથી અશુભસંસ્કારોને ભૂંસવા અને શુભ-સંસ્કારો સ્થાપવામાટે હોય છે. પણ આ આઠમી દૃષ્ટિ પામેલો તો અશુભસંસ્કારોથી તદ્દન મુક્ત બની
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy