SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ સજ્ઝાયમાં મહો. યશોવિજયજી મહારાજે લખ્યું પવિત્રચિત્ત કેવું હોય ? સમવસરણમાં ઇંદ્રાણીઓ છે ‘વિષયવિકારે ઇન્દ્રિય ન જોડે, તે પ્રત્યાહારો જી.’ને અપ્સરાઓ આવે, ત્યારે વીતરાગ ભગવાનની વાત જવા દો, સરાગ દશામાં બેઠેલા ગૌતમઆદિ સાધુભગવંતો એ બધા સામે આંખ ઊંચી કરી જોવા નવરા નથી. કેમ ? તેઓએ એ વિચાર આત્મસાત કર્યો છે કે આ બહારના રૂપના રમકડાઓ સાથે મારે શો સંબંધ ? જગતના જેટલા પદાર્થોને જોવા જાવ તેટલા જાતે મેલા થાવ. . કેમકે જોવા જવાનું મન કુતુહલવૃત્તિ છે. અને જોવા ગયા એટલે રાગદ્વેષ થવાના. ધૂળની ડમરી ઉડતી હોય, ને તેલવાળા કપડા પહેરી જોવા જાવ, તો થાય શું? 226 એક વાત સ્થિર થઇ જાય કે ‘બહારનું બધું ખોટું અને અંતરાત્માનું બધું સાચું તો પછી દેવતાઇ વિષયો તરફ પણ ઇન્દ્રિયો લલચાશે નહીં. આવી સ્થિતપ્રજ્ઞતા અહીં કેવળાયેલી હશે, તો દેવલોકમાં સાથે આવશે. દેવલોકમાં જ્યાં મિથ્યાદષ્ટિ દેવો દેવાંગના ઓના નૃત્ય વગેરેમાટે કરગરે છે. ત્યારે સમ્યગ્દષ્ટિ આત્માઓ તત્ત્વચિંતનમાં એવા લીન છે, કે દેવાંગનાઓના નૃત્ય જોવાની ફુરસદ નથી. દેવાંગનાઓ આ દેવોને પોતાનું નૃત્ય જોવા કરગરે છે. ન સજ્ઝાયમાં ‘વિષય વિકારે ઇન્દ્રિય ન જોડે એમ કહેવા પાછળ આશય એ છે કે કો’ક આગ્રહ કરી વિષયતરફ ખેંચી જાય, દેવાંગનાઓનૃત્યજોવા આગ્રહ કરે, કોઇના ઘરે ગયા, ત્યાં આગ્રહ કરી મિષ્ટાન્ન ભોજન કરાવે, ટી.વી. પર સારા દશ્યો દેખાડે, ત્યારે ઇન્દ્રિયો વિષયમાં જવાની જ ! પણ આ પ્રત્યાહાર કરવા ઉદ્યત છે. સ્થિતપ્રજ્ઞ છે. તેથી એ સારા વિષયોમાં આનંદ ન માણે. એવી જ રીતે કડવી બદામ, દુર્ગંધ વગેરે અનિષ્ટ વિષયોના સંપર્ક વખતે દુઃખી ન થાય. કેમકે એ જાણે છે દેખાતું સારું કે નરસું એ વિષયોનો વિકાર છે. એમાં ખુશી નાખુશી લાવી મારા આત્માને વિકારગ્રસ્ત શું કામ બનાવું ? અહીં પ્રશ્ન થાય, કે અનંતકાળથી ઇન્દ્રિયરાણીના ખવાસ બન્યા છીએ, વિષયમગ્ન જ બન્યા છીએ, હવે આ ઇન્દ્રિયોને એ અનંત કાળની ટેવ ભૂલાવી, વિષયોમાંથી પાછી વાળવી કઇ રીતે ? પ્રત્યાહાર કરવો કેવી રીતે ? નિર્મળ ચિત્તસ્વરૂપનું ધ્યાન ધરો તો એનો જવાબ છે કે, પોતાના પવિત્ર ચિત્તનું સ્વરૂપ વિચારવું. આત્માના સ્વરૂપને અનુસરવું. ખસ ગણધરઆદિ મુનિભગવંતો આ જ વિચારે છે, બહારનું જોવા જઇ મેલા થવા કરતાં અંદરની નિર્મળ ચિત્તવૃત્તિઓ જોઇ વધુ નિર્મળકાં ન બનવું ? ચિત્તનું સ્વરૂપ નિર્મળ છે, એનો અર્થ જ એ થયો કે એને વિષયોસાથે કોઇ સંબંધ નથી. પોતાના સ્વરૂપતરફ દષ્ટિ જાય, કે મારું પોતાનું સ્વરૂપશું છે? કેવું છે? એ પછી જગતતરફ જોનારો બને નહીં. આમ આત્મદૃષ્ટિ બનવાથી ઇન્દ્રિયોનો પ્રત્યાહાર થાય. ઇન્દ્રિયના વિષયના જરા પણ વખાણ કર્યા, કે જરા પણ એમાં ખુશી અનુભવી કે આત્મદ્રવ્ય મેલું થયું સમજો. આ ઊભું થાય, તો ઇન્દ્રિયોનો વિષયતરફ જવાનો હઠવાદ મંદ પડે. ઇન્દ્રિયોને અંકુશમાં રાખવાથી એ આત્માને અનુસરશે. એને બતાવી દીધું હોય, કે તારે અંદરના સૌંદર્યને માણવાનું છે. એને જ અનુસરવાનું છે, એમાં જ રમમાણ થવાનું છે. તો જરૂર ઇન્દ્રિયો એ રીતે ટેવાય. યોગ્ય અંકૂશમાં રહેલી સ્ત્રી પતિવ્રતા બને છે, એટલે પતિ જો ઓછું ખોલનારો હોય, તો પોતે પણ ઓછું બોલનારી બને. પતિ જો સહિષ્ણુ હોય, તો પોતે પણ સહિષ્ણુ બને છે. ટૂંકમાં પતિને જે ગમે તેને પોતાને ગમતું બનાવી દે. એમ અંકૂશમાં આવેલી ઇન્દ્રિયો પછી
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy