SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ મનના ત્રણ દૂષણો મિથ્યાત્વ ગયું ન હોવા છતાં વિનયની કેટલી ઊંચી ભૂમિકા બતાવી છે ? તે આના પરથી વિચારવાનું છે. આબધા મહાત્માઓ સુપ્રયત્નવાળા ચિત્તથી પૂજ્ય છે. સુપ્રયત્ન = સારો પ્રયત્ન. સારો પ્રયત્ન કોને કહેવાય ? જે પ્રયત્ન આજ્ઞાપ્રધાન હોય. અર્થાત્ જેમની સેવા-ભક્તિકરીએ છીએ, તેમની આજ્ઞાને મુખ્ય રાખવાની છે. સેવા-ભક્તિ પાછળ આશય છે કે મારી સેવાથી રંજિત થયેલા આ પૂજનીયો મને ક્યારે આજ્ઞા કરે ? અને હું કેવી રીતે સારામાં સારી રીતે એમની આજ્ઞાનું પાલન કરું ? ગૌતમસ્વામીમાં આ જોવા મળે છે. સતત ગુરુકુલવાસ સેવ્યો. અને સતત પ્રભુઆજ્ઞાની અપેક્ષાવાળા હતા ! ક્યારે પ્રભુ આજ્ઞા કરે ? હું ક્યારે પ્રભુની આજ્ઞાને માથે ચઢાવું ? ક્યારે મને આજ્ઞાપાલનનો લાભ મળે ? આ સતત ઝંખના હતી. તેથી જ પ્રભુએ પોતાના અંતસમયે કે જ્યારે પ્રભુ અસ્ખલિતધારાએ દેશનામેઘ વરસી રહ્યા હતા, ત્યારે ગૌતમસ્વામીને કહ્યું કે જાઓ દેવશર્માને પ્રતિબોધ કરવા. ત્યારે પણ ગૌતમસ્વામી જરા પણ ઊંચા-નીચા થયા વિના હોશભેર ઉપડ્યા. ભગવાને આજ્ઞા કરી, જાઓ આનંદશ્રાવકને મિચ્છામિ દુક્કડમ્ ઠઇ આવો. અને ગૌતમસ્વામી એ જ પ્રસન્નતાથી મિચ્છામિ દુક્કડમ્ દઇ આવ્યા. ખરેખર, અહીં કેવી આજ્ઞા કરી, એન જોતા, ભગવાને મને આજ્ઞા કરી ! અહો મારા અહોભાગ્ય! આવો ભાવ જ મનમાં ઊભો કર્યો હશેને ! અને ખરી વાત જ એ છે, કે આવો અહોભાવ થાય, તો એક-એક આજ્ઞાકર્મના ઝુંડનાઝુંડ ઉખેડીનાંખવા સમર્થ બને. હું તો ગુરુનો અઠનો સેવક ! ગુરુની આજ્ઞા મારા જેવાને મળે ક્યાંથી ? ખરેખર મારા પુણ્ય તપે છે કે ગુરુ મને આજ્ઞાયોગ્ય ગણે છે ! આ ભૂમિકાની તાકાત છે કે વિપુલ કર્મક્ષય કરાવી 203 દે ! ગુણશ્રેણિ મંડાવી દે ! માલિકનો વફાદાર ઘોડો માલિક પાસે હંમેશા ઝુકેલો જ હોય, બસ એ જ રીતે પૂજનીય ગુરુતત્ત્વ આગળ ઝુકેલા જ રહેવું જોઇએ. આ છે આજ્ઞાપ્રધાનતા... અહીં આજ્ઞાને સાપેક્ષ રહેવાની વાત નથી. આજ્ઞાની કાંક્ષાવાળા બનવાની વાત છે. આજ્ઞાને વધાવી લેવાની વાત નથી, આજ્ઞા ક્યારે થાય ? તેવી સતત ઝંખનાની વાત છે ! મનને આવા આજ્ઞાકાંક્ષી બનાવવું, એ પણ એક જબરી યોગસાધના છે. એ આવ્યા પછી ઉપરની કક્ષાના ગુણોની ભૂમિકા બને છે. જીવનમાં જીવવાની સફળતા આનાપર જ છે, કે તમે મનને કેટલું વાળ્યું ? કેટલું ઘડ્યું ? ખરેખર જોવા જાવ, તો મહાપુરુષનો માર્ગ જ મનને ઘડવાનો માર્ગ છે. મન ખોટી વાતોથી ઘડાઇ ગયેલું છે... અને એમાં કાંઠુ થઇ ગયેલું મન જલ્દી સુધરવા નથી માંગતું... મનના મુખ્ય ત્રણ દૂષણો છે. (૧) મનહુષ્ટ છે, એ બીજાની પીડાને માત્ર ગણકારતું નથી એમ નહીં, પણ બીજાની પીડાપર રાજી થાય છે. ત્યાં મનને સુધારવા પરપીડાત્યાગનો માર્ગ બતાવ્યો. ગમે તે થાય, મારે બીજાને પીડા આપવી નહીં, કે બીજાને પીડાતા જોઇ રાજી થવું નહીં. બીજાની પીડાપર રાજી થનારો ઘા ભલે નથી કરતો, પણ ઘામાં મીઠું તો ભભરાવે જ છે. તેથી એ પણ મોટી પરપીડા જ છે. (૨) મન સ્વાર્થી છે, આત્મકેન્દ્રી છે. મનને બીજાનો કદી વિચાર આવતો નથી, બીજામાટે નિસ્વાર્થભાવે ઘસાઇ છૂટવાની વાત મનમાટે મરી જવા કરતાં અઘરી છે. અહીં મનને ઘડવામાટે પરાર્થકરણપર ભાર મુક્યો. પોતાનું નુકસાન વેઠીને પણ બીજાનું ભલું કરો, બીજામાટે ઘસાઈ છુટો, બીજાનું કશું સારું કર્યા વિનાના ગયેલા વરસ, મહીના, દિવસ, કલાક તો શું મિનીટ કે સેકંડને પણ વ્યર્થ, પાણીમાં ગયેલી,
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy