SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઓઘ-યોગદૃષ્ટિના રંગ) યોગદૃષ્ટિના બોધ-પ્રકાશથી ધર્મયોગની પ્રીતિ ઊભી થાય, પરંતુ પહેલી બે યોગદૃષ્ટિમાં પ્રકાશ એટલો બધો ચિરંજીવી નથી કે એ સાધનાપ્રયોગ સુધી પહોંચી વળે; તેમજ એ બોધપ્રકાશ એવો જોરદાર નથી કે જે એવી યોગ-પ્રીતિ ઊભી કરી શકે. અહીં પ્રશ્ન થાય, પ્ર૦- જો કહેવાય યોગદ્દષ્ટિ અને યોગપ્રીતિ ઊભી ન કરી શકે તો એવી યોગદ્દષ્ટિનું મહત્ત્વ શું રહ્યું ? ઉ યોગદ્દષ્ટિનું મહત્ત્વ એ છે કે એણે ઓધદ્દષ્ટિ યાને ભવાભિનંદીદ્દષ્ટિને અટકાવી દીધી છે. તેથી ઓધદ્દષ્ટિમાં ધર્મસાધના પણ જે કશી આત્મ-દ્દષ્ટિથી નહિ કિંતુ માત્ર વિષયરાગથી કરાતી હતી તે હવે બંધ થઇ ગયું. હવે એ વિષયરાગથી ધર્મ કરવાનું બંધ થવા છતાં અને આત્મદૃષ્ટિ જાગવા છતાં, ધર્મયોગ ૫૨ શુદ્ધ પ્રીતિ થવા માટે પ્રબળ યોગષ્ટિના બોધપ્રકાશની જરૂર રહે છે, અને તે બોધ પહેલી બે મિત્રા-તારા યોગદૃષ્ટિમાં એવો પ્રબળ હોતો નથી. (૩) બલાદ્દષ્ટિ : હવે ત્રીજી ‘બલા' નામની દ્દષ્ટિનો અલ્પ પરિચય આપતાં કહે છે, (ટીવા) बलायामप्येष काष्ठाग्निकणकल्पो विशिष्ट ईषदुक्तबोधद्वयात्, तद्भवतोऽत्रमनाक् स्थितिवीर्ये, अतः पटुप्राया स्मृतिरिह प्रयोगसमये, तद्भावे चार्थप्रयोगमात्रप्रीत्या यत्न लेशभावादिति । અર્થ :- બલાનામની દૃષ્ટિમાં પણ બોધ-પ્રકાશ કાષ્ઠના અગ્નિકણ જેવો હોય છે, પણ તે ઉક્ત બે બોધ કરતાં કાંઇક વિશિષ્ટ કોટિનો હોય છે, તેથી એમાં કાંઇક સ્થિરતા (ટકવાપણું) હોય છે, અને વીર્યશકિત હોય છે. એટલા માટે અહીં ક્રિયાપ્રયોગકાળે યોગદ્દષ્ટિના બોધનું સાચું સ્મરણ-સંમીલન હોય છે. એ હોવાથી અહીં ધર્મક્રિયા માત્ર શુદ્ધ પ્રીતિથી થાય છે, એમાં કાંઇક શુદ્ધ સત્ ઉદ્યમ થાય છે. વિવેચનઃ ઓઘદ્દષ્ટિમાંથી જીવ બહાર નીકળ્યો, એટલે મન પર જે ઘેરો જડવિષયરાગ હતો, આત્માનું કશું Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૭ ભાન નહિ, એના બદલે હવે આત્મા તરફ દષ્ટિ જાય છે, અને આગળ વિસ્તારથી ગ્રંથકાર પહેલી મિત્રાયોગષ્ટિમાં જે અહિંસાદિ ધર્મ'ની સાધના કહેશે, તેની ઇચ્છા જાગે છે. વળી બીજી તારાદ્દષ્ટિમાં શૌચ–સંતોષ-તપ-સ્વાધ્યાય-ઇશ્વરધ્યાન એ પાંચ ‘નિયમ’ની સાધના પર દૃષ્ટિ જાય છે. પહેલી બે યોગદ્દષ્ટિનો બોધ આનો પ્રકાશ ઊભો કરે છે, પરંતુ તે એવો વીર્યવાન પ્રકાશ નહિ, તેથી એના સંસ્કાર મંદ અને અલ્પજીવી હોવાથી વંદનાદિ ધર્મયોગ સાધવા વખતે એ નષ્ટ હોવાથી વંદનાદિ ધર્મયોગ એ બોધપ્રકાશથી રંગાયેલો ન હોય; એટલે એ શુદ્ધ યોગપ્રીતિથી ધર્માનુષ્ઠાનરૂપ નથી બનતો. ત્યારે બલા નામની ત્રીજી યોગદૃષ્ટિમાં બોધ-પ્રકાશ કાના અગ્નિકણના પ્રકાશની માફક કાંઇક વીર્યવાન બળવાન હોય છે; તેથી એના સંસ્કાર પણ કાંઇક પ્રબળ અને કાંઇક ટકે એવા હોય છે, એટલે વંદનાદિ યોગ વખતે એ સંસ્કાર જાગ્રત્ થતાં, એ બોધથી વંદનાદિ-યોગમાં યોગ-પ્રીતિ પૂરે છે. તાત્પર્ય, બલાદ્દષ્ટિના બોધ-પ્રકાશથી વંદનાદિ યોગ પ્રીતિપૂર્વક થાય છે, એટલે અહીં વંદનાદિનો પ્રયત્ન કાંઇક વ્યવસ્થિત ભલીવારવાળો પ્રયત્ન થાય છે. વ્યવહારમાં પણ જોઇએ છીએ કે માણસને કોઇના પર પ્રેમ હોય અને એ આને કામ બતાવે, તો આ ભાઇ કામ કરશે એમાં કાંક ભલીવાર હશે. પણ જો પ્રેમ નહિ હોય તો કામ તો કરશે પણ ભલીવાર વિનાનું ક૨શે. અહીં ત્રીજી દ્દષ્ટિમાં હવે વંદનાદિ ધર્મયોગ, કાંઇક વંદનાદિ પર પ્રીતિ થવાથી ભલીવારવાળો બને છે. શાસ્ત્રકારો બીજી જગાએ અનુષ્ઠાનના જે ચાર પ્રકાર બતાવે છે, (૧) પ્રીતિ અનુષ્ઠાન, (૨) ભકિત અનુષ્ઠાન (૩) વચનાનુષ્ઠાન અને (૪) અસંગાનુષ્ઠાન, એમાંનું પહેલું જે પ્રીતિઅનુષ્ઠાન, એને અહીં ત્રીજી યોગદૃષ્ટિમાં સ્થાન મળે છે; અથવા કહો, પ્રીતિ અનુષ્ઠાન કરવા માટે ત્રીજી બલાદ્દષ્ટિનો બોધ પ્રકાશ જોઇએ, અર્થાત્ જીવમાં બલાષ્ટિ આવે એટલે પ્રીતિઅનુષ્ઠાન શરુ થાય. પ્રશ્ન ઊઠે, For Private and Personal Use Only
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy