SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir રુરિ શિષ્ય સંવાદ. ૧૫ સૂરિ--મુખશુદ્ધિને મેં પ્રથમ સ્થાન આપ્યુ છે, એટલે તે સર્વ કરતાં વધુ ઉપયાગી છે અને તેની પાસે બીજા વિષયે ગાણ છે, એમ માની લેવાની ઉતાવળ કરવી ઘટતી નથી. પ્રાત:કાળમાં પથારીમાંથી ઉઠતાં સૌ પ્રથમ માત-પિતાને તથા ઘરનાં વૃદ્ધ વડીલાને નમસ્કાર કરવાં જોઇએ. માત-પિતાની સેવા એ દેવસેવા જેટલી જ મહત્વની છે. માત-પિતાને તથા આચાર્ય ને દેવતુલ્ય વર્ણવવામાં આવ્યા છે. તેઓ આપણા ઉપર જે ઉપકાર કરે છે અને કર્યા છે, તેનું વર્ણન કાઇ કરી શકયું નથી. આવા ઉપકારીઓની સેવા-ભક્તિ કરવાથી તેમના અંત:કરણના આશિર્વાદ આપણા ઉપર ઉતરે છે અને તેથી સુખ અને ધર્મની પ્રાપ્તિ થાય છે. માતપિતા તથા વૃદ્ધ પુરૂષોની સેવા કરવી અને તીર્થયાત્રા કરવી એ બન્ને સરખા છે, એમ પણ કાઇ કાઇ સ્થળે ઉપદેશમાં આવ્યું છે. શિષ્ય—માત પિતાની સેવા-ભક્તિ સૌ મુ-સંતાના કરે એ સ્વાભાવિક છે. જેએ તેમ નથી કરતાં તેએ આ લેાકમાં નિંદાય છે અને પરલેાકમાં પણ દુ:ખી થાય છે. જેએ પાતાના વડીલે। અને વૃદ્ધોના અનાદર કરે છે. તેઓ વૃદ્ધાવસ્થામાં પેાતાના સતાના તરફથી એવાજ અનાદર મેળવી દુ:ખી થાય છે અને પશ્ચાત્તાપમાં જી’દગી પુરી કરે છે. આવા ઘણા દાખલાઓ અમારા સંસાર–વ્યવહારમાં જોવામાં તથા સાંભળવામાં આવે છે. સૂરિ—એટલાજ માટે મનુ જેવાને એટલે સુધી કહેવું પડયું છે કે “ વૃદ્ધ માબાપ, શીળવતી ભાર્યા, અને અજ્ઞાન પુત્રનું ભરણ-પોષણ સેંકડા કાર્યો કરીને પણ કરવુ "" For Private And Personal
SR No.020914
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherMeghji Hirji
Publication Year1920
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy